Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 547
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૨૪ | જિલ્લામાં યુવક મંડળની પ્રવૃત્તિ પણ સારી એવી ગ્રામાભિમુખ બની છે. ગ્રામ કક્ષાએ સેવા પ્રકલ્પો અને સમાજલક્ષી રચનાત્મક પ્રવૃત્તિઓમાં આવી સંસ્થાઓનું યોગદાન ઉલ્લેખનીય છે. જિલ્લાના રાધનપુર ખાતે ભણશાળી ટ્રસ્ટની વિશિષ્ટ કામગીરી રાધનપુર, સાંતલપુર જેવા રણકાંઠાના વિસ્તારો માટે સેવાની શીળી છાંયડી બની રહી છે. ચાણસ્મા તાલુકાના શેલાવી ખાતે વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલનાં સેવા સોપાનો થકી સ્થાનિક ટ્રસ્ટ ખૂબ સુંદર કામ કરી રહ્યું છે. મારે જાવું પેલે પાર ! વિકાસની અવિશ્રાંત ખેપ ! ખૂબ ચાલીને...ખૂબ ચાલીને.. આગળ વધવાની વાત !...ચરૈવ.. ચરેવ..ચરેવ..! જે આગળ વધે છે તેને મધ મળે છે! તું પણ આગળ ચાલ..તને પણ મધ મળશે...!” જેવા ઝિંદાદિલ જીવનવાદ સાથે ઉત્કૃષ્ટ વિકાસના સૌથી ઉત્તુંગ શિખરને આંબવા માટે નકકર નિર્ધાર અને પ્રચંડ આશાવાદ સાથે પણ પાટણ જિલ્લામાં નાતો જોડયો છે...સર્વજન હિતાય...અને સર્વજન સુખાય જેવા સાર્વજનિક વિકાસને કંડારવા માટે પાટણ જિલ્લાએ હજુએ ઘણું ચાલવાનું બાકી છે... "Miles to go...Miles to go...." જેવા નિનાદ સાથે જિલ્લો આગળ વધી રહ્યો છે. પાટણ જિલ્લાની આર્થિક સ્થિતિઃ પાટણ જિલ્લાની આર્થિક પ્રવૃત્તિઓ મહદ્દઅંશે કૃષિ આધારિત, પશુપાલન આધારિત, વેપારવણજ અને ઉદ્યોગ-ધંધા આધારિત છે. જિલ્લામાં ૨,૩૭,૮૦૯ની શહેરી વસતિને બાદ કરતાં ગ્રામ વિસ્તારની ૯,૪૪,૧૩૨ની વસતિ મહદઅંશે કૃષિ-પશુપાલન ક્ષેત્રોની આર્થિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે. જિલ્લાના વાગડોદ, સાંતલપુર-સમી તાલુકા ૧૦૦ ટકા ગ્રામીણ છે. પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને રાધનપુરને બાદ કરતાં તમામ ગ્રામ વિસ્તાર ગણાય છે. આમ, જિલ્લાની ૮૦ ટકા વસતિ ગામડાંની આર્થિક પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. પશુપાલન વ્યવસાય ખેતીની માફક સાર્વત્રિક છે. (ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત “પાટણની અસ્મિતા”માંથી સાભાર)

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582