________________
યુગે યુગે પાટણની પ્રભુતા
- ૫૨ ૨
પાઠણનો સોહામણો સાંસ્કૃતિક વિકાસ
પાટણ જિલ્લામાં સૂર-સંગીત, લલિતકલાઓ, વિધવિધ લોકકલાઓના વિકાસ માટે અને રમતગમત પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે સરકારી ઉપકો અને સ્વૈચ્છિક સંસ્થાઓનો સુભગ સમન્વય થયો છે.
પાટણનાં માટીનાં રમકડાં શહેરનું આગવું સોપાન બની રહ્યાં છે. છેલ્લાં દોઢસો વર્ષથી પાટણનાં માટીનાં રમકડાં આજના દિવસે આખા ગુજરાતપ્રસિદ્ધ બન્યાં છે. પાટણના રમકડાં ‘ગુર્જરી હાટીમાં પણ વટ પાડી ચૂક્યાં છે. પાણી પીતો હાથી” વૈજ્ઞાનિક નિયમાધીન રમકડું છે. તો મીકી માઉસ જેવાં રમકડાં શૉકેસની શોભા બની શકે છે.
પાટણનાં રમકડાંની જેમ પાટણનાં દેવડાં પણ પ્રખ્યાત છે. પાટણનાં દેવડાં છેક મુંબઈ સુધી પહોંચે છે. દિવાળીના તહેવારોમાં દેવડાંની મોટા પાયે ઘરાકી જામે છે.
સૂર-સંગીતના સાયુજયને જીવંત રાખવા માટે અને ભારતીય સંગીતના વિકાસ માટે કાર્યરત શ્રી ભોગીલાલ લહેરચંદ ભારતીય સંગીતાદિ લલિત કલા મહાવિદ્યાલય છેલ્લાં ૫૦ વર્ષ ઉપરાંતથી જબરજસ્ત કામ કરી રહ્યું છે. આ સંસ્થાના સ્વ. શાંતિભાઈ પટ્ટણી, સ્વ. ચંપકલભાઇ ગોંઠી અને સ્વ. લક્ષ્મણદાસજી મહારાજે સૂર-સંગીતના માહોલને શહેરમાં જીવંત રાખવામાં પ્રભાવશાળી કાર્ય કર્યું હતું.
પાટણમાં 'ધ્વનિ' અને 'સ્વરસાધના' નામના સંગીતકલા વિદ્યાલયો યુવા આલમને સંગીતના વિશાળ પરિક્ષેત્રમાં પગલાં માંડવાનું શીખવી રહ્યાં છે.
આનર્તના હૃદયસ્થાન જેવા પાટણના પંથકમાં ગ્રામ કક્ષાએ ‘સુખલી’ જેવા લોકનૃત્યને ઠાકોર કોમ જાળવી રહી છે. પાટણ ખાતે નૃત્યકલાનો વિકાસ થાય અને સૂર-સંગીતના હોનહાર આરાધકો, તજજ્ઞ ગવૈયા, સંગીતજ્ઞોની નિશ્રા સાંપડે તેવા પ્રયાસો વિવિધ સંગીત સંસ્થાઓ કરી રહી છે.
ગરબા-ગરબીઓ, રાસ, રાસડા અને હડિલા જેવા સમૂહગાન અને સમૂહ નૃત્યોમાં પંથકની સાંસ્કૃતિક વિરાસત દશ્યમાન થાય છે.
જિલ્લાએ સાહિત્ય ક્ષેત્રે સ્વ. બાદલ જેવા કવિ અને શ્રી મોહનલાલ પટેલ જેવા સાહિત્યકાર આપ્યા છે. સ્વ. પિતામ્બરભાઈ પટેલ પણ જિલ્લાના શેલાવી ગામના વતની હતા. પ્રો. નવનિત શાહ, પ્રો.જીતેન્દ્ર વ્યાસ, પ્રો. મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિય જેવા ઇતિહાસવિદ્દ, શ્રી પ્રહલાદભાઈ ખમાર જેવા વરિષ્ઠ પત્રકાર પાટણની દેણ ગણાય છે. સ્વ. નરહરિ શાસ્ત્રી જેવા વિદ્વાન શાસ્ત્રી પણ પાટણની ભેટ . ગણી શકાય. ડૉ. ભોગીલાલ સાંડેસરા, શ્રી રામલાલ મોદી, શ્રી કનૈયાલાલ દવે જેવા સાહિત્યકાર, સંશોધકોએ નજીકના ભૂતકાળમાં જ પાટણને ગરિમા અપાવી હતી. સિદ્ધપુરે દાર્શનિક શ્રી જયદત્ત