Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 544
________________ પર૧ યુગે યુગે પાટણની પ્રભુતા રાખનારા હતા. પાટણના રાજાઓ, રાણીઓ, મહામાત્યો, શ્રેષ્ઠીઓ, સામંતો, વિદ્વાનો, વિદ્યાધરો, નાગરિકો, કારીગોર, શૂરવીરો, સુભટો, ધર્મગુરુઓ, આચાર્યો, દાનવીરો અરે, વારાંગનાઓ વગેરે મહાન હતાં, આવા પાટણનો પ્રાચીન ઇતિહાસ ત્રણ વંશમાં વહેંચાયેલો છે (૧) ચાવડા વંશ યાને ચાપોત્કટ વંશ (૨) સોલંકી વંશ યાને ચાલુક્ય વંશ અને (૩) વાધેલા વંશ ચાવડા વંશનો રાજયકાળ વિ.સં. ૮૦૨ થી વિ.સં. ૯૯૮ એમ લગભગ ૧૯૬ વર્ષનો હતો. સોલંકીવંશનો રાજ્યકાળ વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૩૦૦ એમ લગભગ ૩૦૨ વર્ષનો હતો. વાઘેલા વંશનો રાજ્યકાળ વિ.સં. ૧૩૦૦ થી વિ.સં. ૧૩૬૦ એમ માત્ર ૬૦ વર્ષનો હતો. આમ પાટણનો ઇતિહાસ એકંદરે ૫૫૮ વર્ષનો છે. પાટણ ૫૫૮ વર્ષ હિન્દુ સામ્રાજ્યની રાજધાનીનું શહેર રહ્યું હતું. એ ગૌરવ લેવા જેવી હકીકત ગણાય. ‘‘યુગે યુગે પાટણની પ્રભુતા’’ નામનો આ નાનકડો નિબંધ વાંચવાથી પાટણ નગર વિશે અને નગરના લોકો વિશે વધુ જાણવાની વાચકમાં જરૂર ભૂખ ઉભી કરશે. એ રીતે‘આ લેખ ‘ક્ષુધા-ઉદ્દીપક’ (APPETIZER) તરીકેનું કામ કરશે એમ મારું નમ્ર મંતવ્ય છે. ધન્ય ધરા પાટણની...! ‘‘યુગે યુગે પાટણની પ્રભુતા’’ નો પમરાટ મ્હેંકી રહ્યો છે પાટણનું ગૌરવ અને પાટણનું દેવત્વ અજોડ છે.

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582