Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

View full book text
Previous | Next

Page 541
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧૮ ‘‘અણહિલ પાટણ ઇન્દ્રપુરી જેવું નગર છે, જ્યાં શ્રી (લક્ષ્મી) અને સરસ્વતી (વિદ્યા) સાથે રહેવાના રસલોભથી કલહ કરતી નથી. (અર્થાત્ શ્રી અને સરસ્વતી સાથે નિવાસ કરે છે)’' (વસંત વિલાસ) ‘‘અણહિલપુર પાટણ ધર્મનું નિવાસસ્થાન અને લક્ષ્મીથી ભરપૂર સમૃધ્ધ નગર છે, જ્યાં સેંકડો ચૈત્યો, વિદ્યા, કલા માટે શાળાઓ છે’ ‘“આ નગરની આસપાસ ઉત્તમ પ્રકારના બગીચાઓ છે. નગરની નજીક વહેતી સરતી પોતાના પુનિતામૃત વડે નગરજનોને પવિત્ર બનાવે છે. નગરમાં મોટાં મોટાં મહાલયો, પ્રાસાદો, મંદિરો, દેવવિમાનો છે’’ “આ નગરના મહાલયોના ગવાક્ષો અને અગાશીઓ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. નગરની સ્ત્રીઓ જ્યારે અગાશીઓમાં ઉભી હોય ત્યારે આકાશમાં સેંકડો ચંદ્ર ઉગ્યા હોય તેમ જણાય છે’ “આ નગરમાં અનેક કોટચાધિપતિઓ છે, જેના મહેલો પુરંદરની શોભાને પણ ઢાંકી દે છે’’ (શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘દ્દયાશ્રય' મહાકાવ્ય સર્ગ :૧) ‘“આ નગરમાં અનેક દેવમંદિરો છે, જેની ઘંટડીઓ રૂપી મુખ વડ઼ે અને ધ્વજારૂપી હાથ વડે રાજ્યનાં યશોગાન ગાઇ રહ્યાં છે. નગરના કોટને ફરતી ખાઇ છે, જે પાણીથી ભરેલી છે. જેથી નગરનું (શ્રી બાલચંદ્રસૂરિ) રક્ષણ સારું થાય છે’’ ‘‘શાભા અને કલ્યાણના નિવાસરૂપ અણહિલપુર નગર શોભી રહ્યું છે, તેની આસપાસ ફરતો કોટ છે, જેથી નગરે ગળામાં હાર પહેર્યો હોય એમ લાગે છે’’ (કવિશ્રી સોમેશ્વર) ‘‘(પાટણ) શહેરની શોભા એટલી બધી સરસ છે કે, જેને જોઇને, લંકા શંકા કરે છે, ચંપા કંપે છે, મિથિલા શિથિલ બની ગઇ છે, ધારાનગરી નિરાધાર બની ગઇ છે, મથુરા મંદ થઇ ગઇ છે.’' (‘કીર્તિકૌમુદી’ મહાકાવ્ય) ‘‘નગરમાં હિમાલય જેવાં ઊંચા અને સફેદ દેવાલયો છે. નગરની પાસે સહસ્રલિંગ સરોવર છે. તેને ફરતાં સહસ્ર શિવમંદિરો તથા વિષ્ણુમંદિરો છે. ત્યાં વેદશાળાઓ, પાઠશાળાઓ, યજ્ઞ શાળાઓ છે’’ (સરસ્વતી પુરાણ) (શ્રી ક.મા.મુનશી) ‘‘પાટણને મેં ગુજરાતની અસ્મિતાનું આધારબિન્દુ માન્યું છે.’’ ‘‘પાટણ ઇતિહાસનો મહાશબ્દ છે’’ (કવિ શ્રી નાનાલાલ દલપતરામ) ‘‘સિધ્ધહેમ’ એ ગ્રંથ માત્ર વ્યાકરણ નથી, પણ ગુજરાતનું જીવન ઝરણું નિઃસારતી કૃપાશ્રયી (શ્રી કનૈયાલાલ મા. મુનશી) ગંગોત્રી છે’’

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582