Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya

Previous | Next

Page 537
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૧૪ કુંભાર આજેકામ પર આવ્યો છે તે કંઇ જાદુ જાણે છે. આથી બાદશાહખાનને નવાઇ લાગી અને તેઓ જાતે પદ્મનાભ પાસે ગયા અને અચરજ પામ્યા. પદ્મનાભે કહ્યું કે મને સોંપેલ કાર્ય તો મારે કરવું જ રહ્યું, એમ કહી એક લાકડી જમીનમાં ખોસી અને ઉપાડી તો જેટલું ખોદવાનું હતું તેટલી સર્વ માટી ઉપડી ગઇ અને પદ્મનાભે લાકડી સહિત માટી ફેંકી દીધી. આ ચમત્કાર જોઇ બાદશાહખાન પદ્મનાભના પગમાં પડચા અને પોતાને થયેલ પાઠાની વાત કરી. પદ્મનાભ ભગવાને પદ્મનાભવાડીની પવિત્ર માટી લાવી તે બાદશાહખાનના પાઠા પર ચોપડી અને જણાવ્યું કે તમો સાત દિવસ અને રાત નિંદ્રામાં રહેશો અને જ્યારે તમો જાગશો ત્યારે ચાઠું મટી ગયું હશે. બાદશાહને નિંદ્રા આવી ગઇ. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ આમ ચાર ચાર દિવસ સુધી બાદશાહખાન જાગતા નથી. બેગમોને ચિંતા થવા લાગી કે કુંભારે કંઇ જાદુ તો નથી કર્યું ને ? કંઇ ઝેર તો નથી ખવડાવ્યું ને ? આમ શંકાકુશંકા થવાથી તેઓએ પ્રધાનને બોલાવી વાત કરી. પ્રધાને બેગમની વાત શાંતિથી સાંભળી, પદ્મનાભને બોલાવવા માણસો મોકલ્યા. પ્રધાને પદ્મનાભને બેગમની ચિંતા વર્ણવી. આથી પદ્મનાભે કહ્યું ‘“મેં પહેલાથીજ તમોને જાણ કરેલ કે, બાદશાહખાન સાત દિવસ અને સાત રાત નિંદ્રામાં રહેશે. પરંતુ બેગમોને મારામાં વિશ્વાસ નથી અને શંકા કુશંકા કરે છે, તો જુઓ આમ કહી બાદશાહ ખાનનો અંગુઠો ખેંચ્યો અને બાદશાહ ઝબકીને જાગ્યા અને પ્રશ્ન કર્યો કે મને કેમ જગાડચો ? ત્યારે પદ્મનાભે કહ્યું કે તમારી બેગમ અધીરી થઇ ગઇ હતી અને વહેમ કરવા લાગી તેથી મારે ના છૂટકે તમોને જગાડાવા પડયા. બાદશાહખાન પદ્મનાભના પગે પડ્યા, બેગમો વાતી માફી માગી. આમ કરવાથી પદ્મનાભને દયા આવી અને ફરીથી માટી બાંધી અને દિવસને અંતે બાદશાહ જાગ્યા તો પાઠું મટી ગયેલું જણાયું. આજે પણ આ સરોવર પાટણમાં “ખાનસરોવર''તરીકે જાણીતું છે. બાદશાહખાન પદ્મનાભને ઘેર આવ્યા અને તેમને પગે પડી પાઠું કેવી રીતે મટ્યું તેના ઔષધ વિષે પૃચ્છા કરી. પદ્મનાભ ભગવાન તેઓએ પદ્મનાભવાડીમાં લઇ ગયા અને માટીના ક્યારા, ઢગલા જોઇ બાદશાહે પદ્મનાભને પૂછ્યું કે આ માટીની વાડી કોણે બનાવી ? પદ્મનાભે કહ્યું, ‘“આ માટીના ઢગલા નથી. આ તો સોનાના ઢગલા છે.'' પદ્મનાભે બાદશાહખાનની આંખો બંધ કરી ખોલવા જણાવ્યું. બાદશાહખાને આંખો બંધ કરી ખોલતાં તેઓને સોનાના ઢગલા દેખાયા. બાદશાહ અચરજ પામી ગયા. આ સોનાના ઢગલા હશે તો પ્રજા અંદર અંદર લડી મરશે અને અનર્થ સર્જાશે તેવી શંકા વ્યક્ત કરતા પદ્મનાભ ભગવાને વારાફરતી રૂપાના, તાંબાના, પીત્તળ અને લોખંડના બનાવ્યા. બાદશાહખાને ના પાડતાં પ્રભુએ પુનઃ માટીના ઢગલા બનાવ્યા. આથી બાદશાહ સંતુષ્ટ થયો. આજે ‘ પણ પદ્મનાભવાડીમાં માટીના ઢગલા જોવા મળે છે. પદ્મનાભ ભગવાનના મિત્ર ધનુરાજ એટલે શેષનાગનો અવતાર. પદ્મનાભે લીલા કરી ધનુરાજને દ્વારકા યાત્રા કરવા જણાવ્યું. ધનુરાજ દ્વારકા જવા ઉપડયા. પદ્મનાભ ભગવાને એક માળા આપી કહ્યું ‘આ માળાને ગોમતીજીમાં નવરાવી પાછી લાવજો.'' ધનુરાજ દ્વારકા ગયા અને જેવી માળા ગોમતીજીમાં નવડાવવા જાય છે કે માળા ગોમતીજીમાં પડી ગઇ. યાત્રા પૂર્ણ કરી ધનુરાજ પાટણ પાછા આવ્યા. પદ્મનાભે તેમની પાસેથી માળા માગી. ધનુરાજે કહ્યું, “માળા તો ગોમતીજીમાં પડી ગઇ'' તેથી માળા લાવ્યો નથી. પદ્મનાભે પદ્મવાડીમાં ગોમતીકુઇ છે તેમાં જઇ જોવા કહ્યું. ધનુરાજ

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582