________________
યુગે યુગે પાટણની પ્રભુતા
66.
લોકનાવ્ય- ભવાઈ
૪૨૫
ડૉ.કૃષ્ણકાન્ત કડકિયા
M.A.,Ph.D.
‘ભવાઇ’ શબ્દની વ્યુત્પત્તિના સંબંધમાં જુદા જુદા મત પ્રવર્તે છે. કેટલાક લોકોનું કહેવું છે કે, ભવ-જે શિવનું એક નામ છે તે પરથી ‘ભવાઇ’શબ્દ બન્યો છે. કેટલાકોએ એવો અર્થ બતાવ્યો છે કે, ભવ એટલે ખાતા-વહી-સંસારનું જમા-ઉધાર. ચમકપણું અથવા શોભાના અર્થમાં પણ આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ એવું મક્કમપણે માનવામાં આવે છે કે અંબા-ભવાનીએ આ હુન્નર શીખવ્યો અને એની સામે જ નૃત્ય થાય છે. આજે પણ લોકમાતાની સામે રંગભૂમિ વગર દર્શકોની વચમાં ગોળાકાર જગ્યામાં ગાન નૃત્ય અને સંવાદની સાથે પરસ્પર ભિન્ન હોય એવા પ્રસંગોવાળા આ નૃત્ય-નૃત્ત કે જેને ‘વેશ’ કહેવામાં આવે છે તે ભજવવામાં આવે છે. અંબા માતાના ચોકમાં થતું આ ભક્તિમય ગુણગાન છે, ભાવન છે, તોપણ વેશો માત્ર સાંપ્રદાયિક નથી, એ સામાજિક અને ઐતિહાસિક પણ હોઇ શકે છે. લોક-શિક્ષણનું આ એક અસરકારક માધ્યમ પણ રહ્યું છે.
ગીત, સંગીત અને નૃત્ય-નૃત્તમાં નિપણુ તરગાળા બ્રાહ્મણોનો એક મોટો વર્ગ છે, જેઓ ઉત્તર ગુજરાતના વડનગર, વિસનગર અને પાટણના નિવાસીઓ છે. આ ક્ષેત્ર રેતાળ પ્રદેશની સીમાઓ સાથે જોડાયેલો છે. ગુજરાતનાં રાજકીય ઇતિહાસ અને જીવનની રૂઢિઓ આ ક્ષેત્રમાં વસતી જાતિઓમાંથી આવી છે. ભવાઇ આ રણપ્રદેશ સાથેના સંબંધોનું જીવતું ઉદાહરણ છે. ભવાઇમાં ગણેશની સ્તુતિ પછી મારુ રાગની સાખીઓ ગાવામાં આવે છે. આ સંબંધને કારણે જ શ્રી ૨.છો. પરીખે ભવાઇ લોકનાટચને મરુ ગુર્જર લોકોનું પ્રેક્ષાણક કહ્યું છે. પ્રેક્ષાણકની માફક ભવાઇ પણ રસ્તામાં, ગામના ચોરામાં અથવા મંદિરમાં થાય છે. ભવાઇ એ પ્રચલિત ગીત-નૃત્ય-નૃત્ત-પ્રધાન ઉપરૂપકોમાંથી પોતાના વેશના આકારની રચના કરી છે. શક્તિમાતાની ઉપાસનાનો આ એક પ્રકાર છે. આ વસ્તુ જીવંતતાનો પરિચય આપે છે. આ પાઠચપ્રધાન રૂપક નથી, પણ ગીત સંગીત અને નૃત્ય-નૃત્ત પ્રધાન ઉપરૂપકોના પ્રકારનું એક સ્વરૂપ છે.
આ લોક-નાટકોમાં ગ્રામીણ પ્રજાની વિશેષતાઓ, સંવેદનાઓ, વિચારો અને ઉચ્ચારણોનો પ્રવેશ થયો અને સહજ રૂપે શહેરોથી દૂર રહીને આ કલાનો વિકાસ થયો; જોકે આદાન-પ્રધાનને કારણે કેટલાંક નાટકો અને સિનેમાની અસર આ લોકનાટ્યોમાં જોઇ શકાય છે. એમાં જાદૂના ખેલ, કસરતના દાવ-પેચ ઇત્યાદિનો પણ પ્રવેશ થયો અને એ ભવાઇ-પ્રવૃત્તિનો જ એક ભાગ બની રહ્યાં.
નવ વ્યક્તિઓની એક મંડળી હોય છે, જે વર્ષમાં સાતથી આઠ માસ ભવાઇ રમે છે. કેટલીક મંડળીઓ કેવળ નવરાત્ર અથવા જન્માષ્ટમી જેવા પ્રસંગો પર જ ભવાઇ રમે છે. આ ટોળીનો નાયક અથવા મુખિયો વેશગોર કહેવાય છે. સ્ત્રીનું પાત્ર પુરુષ જ કરે છે. ભવાઇમાં પરંપરાગત ભૂમિકા અને