________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(૮૩ પાટણના સાળવીવાડાના ત્રિપુરેશ્વર મહાદેવ
કનૈયાલાલ ભાઈશંકર દવે પાટણ શહેરમાં સાલવીવાડા જિલ્લાની અંદર ગોલવાડથી ઓળખાતા મહોલ્લામાં ત્રિપુરેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. ભગવાન શિવે તારકાસુર રાક્ષસના પુત્રો તારકાસ, વિદ્યુમ્માલી, અને કમલાક્ષનાં ત્રણ અભેઘપુરોનો નાશ કર્યો હતો, તેમજ તે રાક્ષસોને પણ સંહાર્યા હતા, તેથી તેનું ત્રિપુરારિ નામ પડ્યું હોવાનું શિવપુરાણ તેમજ બીજા પુરાણોમાં જણાવ્યું છે. આમ વિષ્ણુનું મુરારિ અને શિવનું ત્રિપુરારિ નામ રાક્ષસોનો વિનાશ કર્યો હોવાના કારણે જ ચરિતાર્થ થયાં છે. આ મહાદેવનું ત્રિપુરેશ્વર નામ શિવના ત્રિપુરારિ નામ ઉપરથી જ રાખવામાં આવ્યું છે. ત્રિપુર+ઇશ્વર=ત્રિપુરેશ્વર અર્થાત્ ત્રણ પુરી ધરાવતા રાક્ષસોના પ્રભુ તે ત્રિપુરેશ્વર. આ નામ માટે એક કલ્પના સૂઝી આવે છે કે, પાટણમાં મૂળરાજે ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યો હતો. તેમાં મુખ્ય શિવ એ પ્રધાનદેવ હોઈ, તે મહાદેવનું ત્રિપુરુષેશ્વર અગર ત્રિપુરેશ્વર નામ રાખ્યું હોય તે સંભવિત છે. આ મહાપ્રાસાદમાં શિવ એ મુખ્ય દેવ હતા એમ ઇતિહાસ કહે છે. અને ઉપરની કલ્પના પ્રમાણે એ મંદિરનો વિનાશ થતાં શિવલિંગને કાયમ રાખી, અહીં પુનઃનવીન મંદિર બંધાવી તેનું પ્રાચીન નામ કાયમ રાખ્યું હોય એ બનવાજોગ છે. પરંતુ આ એક કલ્પના છે તેને માટે તેવો કોઈ પુરાવો હજુ સુધી મળ્યો નથી. •
આ મંદિર સો બસો વર્ષો ઉપર બંધાવ્યું હશે એવું અનુમાન બેસે છે. પરંતુ મહાદેવ અને તેનું સ્થાન વિચારતાં તે પાંચસો સાતસો વર્ષો પૂર્વેનું હોય તેમ જણાય છે. કારણ મંદિરમાં પેઠા પછી દસ પગથિયાં નીચે ઉતર્યા બાદ, ભોંયરામાં મહાદેવજીનું ભવ્ય શિવલિંગ આવેલું છે. આ અને બીજા ત્રણ શિવલિંગની સ્થાપના શંકરાચાર્ય મહારાજશ્રીએ કરી હતી એવી કિંવદંતી છે. પણ ક્યા શંકરાચાર્યે ક્યારે તેનું પ્રતિષ્ઠાવિધાન કરાવ્યું. તેના માટે કોઈ પુરાવો હજુ સુધી મળ્યો નથી. પાટણમાં કોઈ શંકરાચાર્ય સોલંકીઓના કાળમાં આવ્યા હતા, એમ લાખુખાડના લાખેશ્વર મહાદેવની દંતકથા ઉપરથી પણ માલૂમ પડે છે. કેટલીક વખત દંતકથાઓમાં ઐતિહાસિક હકીકતો તે કથાના બીજ રૂપે સંગ્રહાઇ હોવાનું માલુમ પડ્યું છે. અને તે નિયમે આ કિંવદંતીઓમાંથી કોઇ શંકરાચાર્ય મહારાજ પાટણમાં પ્રાચીન કાળની અંદર આવ્યા હતા એટલું તો જરૂર લાગે છે. આ મહાદેવ આજથી પાંચસો સાતસો વર્ષો પૂર્વે સ્થાપિત થયા હતા, એ કથનને આ શિવાલયમાં બેસાડેલ ભવ્ય નંદી નીચેની પટ્ટીમાં કોતરેલ શિલાલેખના આધારે સાબિત થયું છે. આ લેખનું અક્ષરાંતર નીચે પ્રમાણે છે. (१) स्वस्तिश्री नृपविक्रमार्क समयातित संवत १४९५ वर्षे वैशाख सुदी ११ अद्येह श्रीपत्तन
વાર્તવ્ય પ્રવાદ્જ્ઞાતિય મહં સામત મવં (ૐ) : સમસ્ત પૂર્વજ્ઞાન સાથે...... (२) त्रिपुरेश्वर समक्ष नवीनं वृषभं स्थापया मास ण तमाद श्री सुस्त्राण अहम्मद विजय राज्ये