________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૦૭
૮૮
પાટણનાં પાંચ પ્રાચીન મુરિલમ સ્થાપત્યો
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
ઇ.સ. ૭૪૬ થી ઇ.સ. ૧૩૦૦ એમ લગભગ ૫૫૦ (સાડા પાંચસોહ) વર્ષ સુધી પાટણ એ ગુજરાતનું પાટનગર રહ્યું. આ ગાળા દરમ્યાન ચાવડા વંશે ૧૯૬ વર્ષ, સોલંકી વંશે ૩૦૨ વર્ષ અને વાઘેલા વંશે ૫૬ વર્ષ ગુજરાત ઉપર રાજય કર્યું. કર્ણ વાઘેલાના સમયમાં દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીના સુબા ઉલુધખાને પાટણ ઉપર ચડાઇ કરી. કર્ણવાધેલો હાર્યો. હિન્દુરાષ્ટ્રનો અંત આવ્યો અને ગુજરાતમાં મુસ્લીમ સુબાઓ દ્વારા દિલ્હીના બાદશાહે રાજ્ય કર્યું. ઇ.સ.૧૩૦૦ થી ઇ.સ. ૧૪૧૧ સુધી વિવિધ સુબાઓની હકુમત પાટણમાં રહી. છેવટે ઇ.સ. ૧૪૧૧માં અહમદશાહે અમદાવાદ વસાવ્યું અને પાટણની રહી-સહી રોનકનો પણ અંત આવ્યો.
મુસ્લીમ સલ્તનત દરમ્યાન અણહિલપુર પાટણમાં અનેક વિશાળ મસ્જીદો, મકબરા વગેરે મુસ્લીમ સ્થાપત્યો બંધાયાં તે પહેલાં સોલંકી કાળ ઇ.સ.૯૪૨ થી ઇ.સ.૧૨૪૪ દરમ્યાન પણ ઘણા મુસ્લીમ મહાત્માઓ પાટણમાં આવીને વસ્યા હતા. આ મુસ્લીમ ફકીરો, સંતો વગેરેની પ્રજા ઉપર અને હિન્દુરાજાઓ ઉપર પણ ઘણી અસર હતી. સમ્રાટ સિધ્ધરાજે ખંભાતમાં મસ્જીદ બનાવ્યાની ઐતિહાસિક ઘટના જાણીતી છે.
આમ જેમ જૈનોની ઘેરી અસર ગુજરાતની પ્રજા ઉપર હતી એજ રીતે મુસ્લીમ સંસ્કૃતિની પણ અસંર પ્રજા ઉપર હતી.
પાટણમાં આજે પણ કેટલાક પ્રાચીન મુસ્લીમ સ્થાપત્યો અડીખમ ઊભા છે. આ પ્રાચીન સ્થાપત્યો, ઇમારતો, મસ્જીદો, મકબરા વગેરે જેતે સમયની પ્રજાની રાજકીય સામાજીક અને ધાર્મિક સંસ્કૃતિની ઓળખ કરાવે છે.
સ્થાપત્યકલા એ જેતે વખતના લોકોના સંસ્કાર અને સંસ્કૃતિનો પડઘો પાડે છે. મુસ્લીમ ઇતિહાસકારો પાટણને “નહરવાલા’’ નામથી ઓળખાવે છે.
(
મુસ્લીમ આક્રમણકારોએ પ્રાચીન ઐતિહાસિક પાટણનાં મંદિરો, જિનાલયો, હવેલીઓ, કોઠીઓ, ઘર, રાજમહેલો વગેરે તોડીફોડી ધ્વંસ કરી લુંટ કરી હતી.
પાટણની મસ્જીદો અને અન્ય સ્થાપત્યોમાં ખંડીત કરેલ હિન્દુ મંદિરોની જાળીયો, થાંભલા, ખૂંભીયો, હિંચકો વગેરે કલાત્મક કોતરકામવાળા અવશેષો બાંધકામમાં વાપર્યાં દેખાય છે.