________________
યુગે યુગે પાટણની પ્રભુતા
થામત્યધિરાન: શ્રીપીર પાવું શાત......
૪૭૧
(3) द्वार सिद्धकरणाज्या निष्पादितः ॥
આ લેખ નંદીની નીચે આશરે ત્રણ ફૂટ લાંબી અને નવ ઇંચ પહોળી પટીમાં સુંદર પ્રતિમાવાળી દેવનાગરી લિપિમાં કોતરેલો છે. લેખની ભાષા સંસ્કૃત અને દેશ્ય ભાષાના મિશ્રણવાળી છે. આ લેખ ત્રણ લાઇનોમાં કોતરેલો હોઇ પહેલી લાઇન અખંડ છે, જ્યારે બીજી લાઇનના કેટલાક અક્ષરો તૂટી ગયા છે. છેલ્લી ત્રીજી લાઇન ટૂંકીજ લખાઇ હોવાનું માલૂમ પડે છે. એ લેખમાંથી ચાર વસ્તુઓ મુખ્યતઃ તરી આવે છે. (સ્ટોકહોમમાં ભરાયેલી આઠમી ઇન્ટર નેશનલ કૉંગ્રેસમાં વડોદરા રાજ્ય તરફથી ગયેલા સ્વ. હરિલાલ હર્ષદરાય ધ્રુવે ત્યાં રજૂ કરેલા નિબંધમાં આ લેખનો ઉલ્લેખ કર્યો હતો)
(૧) આ નંદીની સ્થાપના સંવત ૧૪૯૫ના વૈશાખ સુદ ૧૧ ના દિવસે થઇ હતી.
(૨) પાટણમાં પોરવાડ વાણિયા સામળના પુત્ર કર્મણે તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
(૩)
તે સમયે સુલતાન અહમ્મદશાહ રાજ્ય કરતો હતો.
(૪)
મહાદેવનું નામ ત્રિપુરેશ્વર હતું.
તે સમયની પરિસ્થિતિ તપાસીશું તો, તે કાળે ગુજરાતનો બાદશાહ અહમદશાહ હતો. પાટણમાંથી ગુજરાતની રાજધાની બદલી અમદાવાદ લઇ જવામાં આવી હતી. અહમદશાહે ઇ.સ. ૧૪૧૧ થી ૧૪૪૧ સુધી એટલે સંવત ૧૪૬૭ થી ૧૪૯૭ સુધી રાજ્ય કર્યું હોવાનું ફીરસ્તા અને બીજા ઐતિહાસિક ગ્રંથો જણાવે છે. પ્રાચીન પાટણનો વિનાશ થયા બાદ, હાલના નવીન પાટણની પુનર્રચનાને થયે ફક્ત પાંત્રીસચાલીસ વર્ષોજ થયાં હતાં. મુસ્લિમોના ઝનૂની આક્રમણોથી નષ્ટ થયેલ હિંદુ દેવ મંદિરોને વ્યવસ્થિત કરવાનું, ખંડિત પ્રતિમાઓને પુનઃસ્થાપન કરવાનું કાર્ય ચાલુજ હતું. આ મંદિરમાં પણ તેના નંદીનો કોઇ કારણસર ભંગ થયો હશે જેથી નવીન વૃષભ બેસાડવાની જરૂરત જણાતાં પાટણના કોઇ શિવભક્ત પોરવાડ વૈશ્યુ તેની સ્થાપના કરી હતી એમ શિલાલેખ કહે છે. એટલુંજ નહિ પણ પોરવાડ વૈશ્યો શૈવધર્મ પ્રત્યે પૂર્ણ પ્રેમ રાખતા હતા એમ સૂચવે છે.
મંદિરનો નવીન પોઠિયો આટલી ઉંચાઇ ઉપર બેસાડેલો શ્વેતાં, તેમજ ભોંયરામાં બિરાજતા મહાદેવજીની જલાધારીવાળું જમીનતલ વિચારતાં, આ શિવલિંગ નવીન નંદીની સ્થાપનાથી પણ ત્રણસોચારસો વર્ષો પૂર્વેનું હોય તેવું અનુમાન અસંગત તો નહિજ ગણાય. હાલનો સાલવીવાડો પ્રાચીન પાટણનો એક વિભાગ હતો એમ ગ્રંથપ્રશસ્તિઓ ઉપરથી જણાયું છે. પ્રાચીન પાટણનો વિનાશ થતાં, નવીન પાટણના નિર્માણકાળે સાલવીવાડો શહેરના વાયવ્ય ખૂણામાં આજે આવી ગયો છે. પરંતુ ભૂતકાળના પાટણમાં તે શહેરની પૂર્વદિશામાં સારા સ્થાન ઉપર હશે તેમાં શક નહિ. આમ ઐતિહાસિક પુરાવાના આધારે આ મહાદેવનું સ્થાન અગિયારમા બારમા સૈકા જેટલું પ્રાચીન હોવાનું અનુમાન છે. અને આગળ કરેલા તર્ક પ્રમાણે મૂળરાજનો ત્રિપુરુષપ્રાસાદ આજ સ્થાન ઉપર કદાચ હોય એવી ધારણા રહે છે. પાટણના ત્રિપુરેશ્વર, સિદ્ધેશ્વર, ગુપ્તેશ્વર, અને મલ્લેશ્વર એ ચાર શિવલિંગો શંકરાચાર્ય સ્થાપિત મનાય છે. આ પૈકી