________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૬૫
પાટણનાવિકાસમાં જૈન શ્રાવક, શ્રેષ્ઠીઓ અને મહામાત્યોનો ફાળો
- પ્રા. ગજેન્દ્ર પી. શ્રીમાળી
અર્ટસ કોલેજ - પાટણ. પાટણની સ્થાપના વિ.સં. ૮૦૨માં વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી. આચાર્ય મેરૂતુંગના “પ્રબંધ ચિંતામણિમાં તથા હેમચંદ્રાચાર્યના “ધયાશ્રય”માં આ ઉલ્લેખ આપવામાં આવ્યો છે. પાટણની સ્થાપનાની અલગ અલગ તિથિઓ મળે છે. જૈન સાહિત્યો તથા હિંગળાજચાચરના ગણપતિ મંદિરનો શિલાલેખ આ તિથિને પ્રતિપાદિત કરે છે. પાટણના ડૉ.ભોગીલાલ સાંડેસરા પણ તેને માન્ય ગણે છે પરંતુ તેની સ્થાપનાની મિતિઓમાં જુદા જુદા મતમતાંત પ્રવર્તે છે.
વનરાજ ચાવડો અને પાટણ - વનરાજ ચાવડાએ સરસ્વતી નદી કિનારે પાટણની સ્થાપના કર્યા પછી તેનો ખુબ જ ઝડપી વિકાસ હાથ ધર્યો. ખુબ જ મહેનત કરી. આ માટે બહારના અનેક લોકોને લાવીને નવી રાજધાની પાટણમાં વસાવ્યા. તેમાં ખાસ કરીને વેપારીઓ, કારીગરો, બ્રાહ્મણો વગેરેને લાવી પાટણમાં સ્થાયી બનાવ્યા. જેથી પાટણની પ્રતિષ્ઠામાં વધારો થાય. આનાથી વેપાર, વાણિજ્ય અને આર્થિક સમૃધ્ધિ અને સધ્ધરતા આવે.
નિન્ય ઠકકુર (વાણિયો) નગરશેઠ - પાટણનો વિકાસ થાય તથા જુદા જુદા વેપાર વિકસે તે માટે અનેક વેપારીઓને પાટણ લાવી વસાવ્યા. તેમાં બાજુના ગામ ગંભૂતા (ગાંભૂ-તાલુકો ચાણસ્મા) થી નિન્ય ઠકુર નામના વાણિયા (વેપારી)ને લાવી પાટણમાં વસાવી તેને નગરશેઠ બનાવવામાં આવ્યો. આ નિન્નય ઠકુર મુળે રહેવાસી રાજસ્થાનનો હતો. તે મૂળ શ્રીમાલ પ્રદેશ અને પ્રાગ્વટ જ્ઞાતિનો જૈન હતો. તે ખૂબ જ મોટો વેપારી અને ધાર્મિક હતો. વધારે ધન કમાવા ગુજરાતમાં આવીને ગંભૂતામાં રહેતો હતો. આ સમયે ગંભૂતા મોટું ગામ અને વેપાર કેન્દ્ર હતું. તેનો કારોબાર જોઇ પાટણમાં વસાવ્યો. આ નિન્ય વાણિયાએ પાટણમાં ઋષભદેવનું જિનાલય બંધાવ્યું.
નિન્નયનો પુત્ર લહર લહેર) - નિન્વયનો પુત્ર લહર હતો. પાટણમાં આર્થિક સમૃધ્ધિ વધે અને રાજકીય વિકાસ થાય તે માટે બંને પિતા-પુત્ર કાર્યરત રહેતા વનરાજે તેને સેનાપતિ બનાવ્યો. લહેરે વનરાજની સેના માટે વિંધ્યાટવીમાંથી ઘણા હાથી પકડીને વનરાજને ભેટ આપ્યા. આ ઉપરાંત અનેક શત્રુરાજાઓના હાથી પકડી પાડ્યા હતા. આ લહર ઠકુરે સંદથલ ગામ (હાલનું સાંથલ ગામ)માં વિંધ્યાવ્યવાસિની દેવીનો પ્રાસાદ બંધાવ્યો હતો. વનરાજ તેના પર ખુશ થયો તેથી સંદથલ