________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૨૬ વ્યવસ્થા હોય છે, એના પોતાના નિયમો હોય છે.
વેશની વાતનો અધિકાંશ ભાગ ગદ્યની સાથે સાથે કુંડળિયો, દોહા, સાખીઓ અને છપ્પાઓમાં કહેવાય છે. એમાં દાદરો, ઝપતાલ, દીપચંદી અને આડ-ગોતાલ જેવા તાલોનો પ્રયોગ કરવામાં આવે છે. પૂર્ણ સ્વરૂપ બંધનમુક્ત અને સ્વતંત્ર હોવાને કારણે એમાં સ્વાભાવિકતાનો સ્પર્શ દેખાઇ આવે છે. કલાકારમાં મૌલિકતા ઉપરાંત દર્શકો સાથેનું એમનું સહકર્મ પણ મહત્ત્વપૂર્ણ છે.
ભવાઈ-કલા અંત પ્રેરણાને વશ હોય છે. મોટેરાઓને ભવાઇ રમતા જોઈને બાળકો અને જુવાનો પણ એ શીખે છે, એઓને એ હેતુએ શાળા કે કોલેજની જરૂર પડતી નથી. ગર્ભિત સત્ય, દ્વિઅર્થી શબ્દ તથા જાતિ અને કોમની અસર ભવાઈ નાટ્યકલામાં હોય છે. એની અભિવ્યક્તિમાં ક્યારેક અશ્લીલતા પણ આવી જાય છે.
ભવાઈ ગામના ચોક કે ચબૂતરાની પાસે અથવા દેવીના મંદિરની સામે ગલી-રસ્તાનાં ખૂણે કે પછી ગામની બહાર સ્થિત નિશાળના મેદાનમાં થાય છે. ચાચરની ચારે તરફ પ્રેક્ષકો વર્તુળાકાર બેસે છે, વચમાં ભવાઇ રમાય છે. ચાચર એક એવી ખાલી જગ્યાનું નામ છે, જ્યાં કોઇ પણ પ્રકારની કોઇ સામગ્રી હોતી નથી, છતાં માતાનું ખોખું, પાણી પીવાની કોઠી ઇત્યાદિ તો એમાં રહે છે. મંગળદીપની સામે ઘૂઘરા બાંધવામાં આવે છે અને દેવીની ગરબીઓ ગવાય છે. વેશગોર પરંપરાગત પૂજા કરે છે, મંત્રો બોલે છે અને ત્યારબાદ ભવાઇ રમાય છે.
કોઈ કોઈ લોકો બાધા રાખે છે અને ભવાઇ રમવા માટે ભવાયાઓને નિમંત્રણ આપે છે. આ સંદર્ભમાં થતી ભવાઇને કરવઠું અથવા કર્તવ્ય, બાધા કે માનતાની ભવાઈ' કહેવાય છે. નવરાત્રિ જેવા ઉત્સવોમાં સાંપ્રદાયિક સ્થલ કે ચબૂતરા પાસે જે ભવાઇ થાય છે તે જાતરની ભવાઈ' કહેવાય છે. જાતર એટલે જાત્રા, દેવીનો ઉત્સવ, (એટલે કે ભવાઈ) કરવો એ.
પૂર્વરંગમાં સૌથી પહેલા ચાચરમાં ગણેશજી આવે છે અને કુંકુમનો છંટકાવ થાય છે. કાલીમાતા આવે છે અને રોગ દૂર કરે છે. બ્રાહ્મણ આવી મુહૂર્ત જુએ છે અને આશીર્વાદ આપે છે. ડાગલો આવે છે અને રોગ-શોકને સમુદ્રમાં નાખે છે. પૂર્વરંગ પછી ડાગલો' જ 'રંગલા'માં રૂપાંતરિત થઇ જાય છે. વેશ પૂર્વે એ અથવા નાયક વસ્તુનું નિરૂપણ કરે છે. ભવાઇ-મહોત્સવની પૂર્ણાહુતિ વેળાએ છેલ્લો રામદેવનો વેશ થાય છે. પછી દીવાલો પર થાપા મારવામાં આવે છે તથા મંગળ-દીવાની પાસે દેવીની અંતિમ ગરબી ગાઇને ઘૂઘરા છોડવામાં આવે છે અને આ પ્રકારે ભવાઈની પૂર્ણાહુતિ થાય છે.
ભવાઇમાં સામાન્ય ગરીબ પ્રજા કામ કરે છે, એટલા માટે વેશભૂષા મોંઘીદાટ હોતી નથી. દેવી પણ આંગળીઓમાં સાદા વેઢ પહેરે છે અને પગનાં ઘરેણાં ગામની સામાન્ય સ્ત્રીઓનાં ઘરેણાં જેવાં જ હોય છે. વસ્ત્રો પણ વધારે કિંમતી હોતાં નથી. ગણેશજીને સુંદર મુકુટવાળા, સૂંઢવાળા અને અમુલ્ય ઘરોણાંવાળા કહ્યાં છે તોપણ એ માથા પર માત્ર કપડું રાખીને સ્વસ્તિકવાળી થાળીની સાથે આગળ આવશે. આ પ્રકારે મોંઘાદાટ “આહાર્યથી બચવાને માટે કલાકારોએ આવી લોકધર્મ શૈલીનો સ્વીકાર કર્યો છે, તેમ છતાં નાટ્યધર્મી શૈલી પણ છે જ. વસ્તુતઃ એમાં બંને પ્રકારની શૈલીઓને મિશ્રણ હોય છે. દીવાનો પ્રકાશ બધાં ગામોમાં ઉપલબ્ધ હોવા છતાં મશાલનો ઉપયોગ પરંપરાગત