________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૫૯ છે. મહેસાણા નજીક પિલવાઇમાંથી કેટલાક ચાંદીના સિકકા મળ્યા છે. શ્રીમન્નલિંદ પ્રિય લખાણવાળા બે સોનાના સિક્કા સિદ્ધરાજના માલૂમ પડ્યા છે.
વિ.સં. ૧૨૩૩ (ઇ.સ. ૧૧૭૬-૭૭)માં હરિભદ્રસૂરિએ રચેલી “ચંદ્રપ્રભચરિત'ની પ્રશસ્તિમાં વનરાજના રાજ્યમાં દંડપતિ લહરના વંશમાં જન્મેલ મંત્રી વીર સોલંકી રાજા મૂળરાજ (લગ.ઇ.સ. ૯૬૧-૯૯૬), વલ્લભરાજ (થોડા મહિના), દુર્લભરાજ (લગ. ઇ.સ. ૧૦૦૯-૧૦૨૧)નો મંત્રી
અને ટંકશાળનો અધ્યક્ષ હતો એણે રાજ્યની ટંકશાળમાં વૈભવલક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થયેલ ચિત્રપટ રાખ્યું હતું અને મુદ્રાઓ પર લક્ષ્મીની આકૃતિ કોતરાવી હતી. હરિભદ્ર સૂરિના ‘મલ્લીનાથચરિત' (પ્રાકૃત) અને નેમિનાથચરિત' (અપભ્રંશ)ની પ્રશસ્તિમાં પણ આજ માહિતી દર્શાવી છે.
પ્રબંધો અને ‘લેખ પદ્ધતિમાં ° દ્રમ્મનાં નામ “ભીમપ્રિય', 'કુમારપાલપ્રિય’, ‘લુણસાપ્રિય', વિશ્વમલ્લપ્રિય', વિસલપ્રિય', વગેરે મળે છે. ઠકુરના ફેરુના દ્રવ્યપરીક્ષા” નામના પ્રાકૃત ગ્રંથ (૧૪મી સદીનો આરંભ)માં ગુર્જર રાજાઓના સિકકાઓમાં કુમારપુરી', “અજયપુરી”, “ભીમપુરી', ‘લાવણસાપુરી’, ‘અર્જુનપુરી” એવાં નામ અને એમનાં વજન દર્શાવ્યાં છે.
गुजरवइरायाणं बहुविहमुद्दाई विविह नामाकं ।"
પુરાતન પ્રબંધ'ના મહંત આંબા પ્રબંધ' વિભાગમાં ગિરનાર પર્વત ઉપર પડ્યા બનાવવા માટે ૬૩ લાખ “ભીમપુરી” દ્રમના ખર્ચનો ઉલ્લેખ છે. 'વસ્તુપાલ-તેજપાલ” પ્રબંધમાં દાનનાં કાર્યોમાં ૩૩૨ કરોડ, ૮૪ લાખ, ૭,૪૧૪ લોહડિયા’ કે ‘ઇકા-આગલા ભીમપુરી' કમના ખર્ચનો ઉલ્લેખ છે.
મુઘલ સમ્રાટ અકબરના શાસન દરમ્યાન અણહિલવાડ પાટણની ટંકશાળમાંથી કેટલાક સિક્કા બહાર પડાયા હતા. અકબરે નહાવાલા પાટણ જીત્યું ત્યારે સિક્કા પડાવ્યા હતા. ૧ તોલાના વજનના સોનાના, ચાંદીના અને તાંબાના રૂપિયા હિજરી સન ૯૮૪માં અને હિજરી સન ૯૮૫માં તાંબાનો ફલુસ બહાર પાડયો. હિ.સ. ૯૮૫ પછી રૂપિયા ઉપર ટંકશાળનું નામ નહાવાલા જોવા મળે છે.
| હિજરી સન ૯૮૪માં અણહિલવાડ પાટણની ટંકશાળમાંથી અકબરે ચાંદીનો ૧૭૮ ગ્રામના વજનનો સિક્કો પડાવ્યો, જેની એક તરફ ચોરસમાં કલિમા અને ચારે બાજુ ચાર ખલીફાઓનાં નામ અને બીજી બાજુ હિજરી વર્ષ, બાદશાહનું નામ, લકળ અને ટંકશાળનું નામ સર્વ રસ શો નાવાતા ઉત્તર કોતરેલું છે."
આમ સોલંકી કાલમાં અણહિલવાડ પાટણની જાહોજલાલી ખૂબ હતી. કુમારપાલ ચરિત'માં એનું સુંદર વર્ણન કરેલું છેઃ | "શહેર બાર કોશમાં પ્રસરેલું હતું. એનાં પરાં ૮૪ હતાં. એમાં એક ટંકશાળ હતી. જેમાં સોનાના અને ચાંદીના સિક્કા પડતા. ૮૪ બજર હતા. એક બજારમાં માત્ર પૈસાની લેવડ-દેવડ થતી.” જો કે આ ટંકશાળના સિકકાનો એક પણ નમૂનો આજે ઉપલબ્ધ નથી.