Book Title: Yuge Yuge Patanni Prabhuta
Author(s): Mukund P Bramhakshatriya
Publisher: Jayendra M Bramhakshatriya
View full book text
________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૫ર પાટણમાં ચાવડા વંશની સત્તાનો અંત આવતાં ત્યાં સોલંકી વંશની સત્તા સ્થપાઇ. આ રાજવંશનો સ્થાપક રાજિનો પુત્ર મૂળરાજ સોલંકી હતો. આમ અણહિલવાડના સોલંકી રાજ્યની સ્થાપના ઈ.સ. ૯૪રમાં થઈ. . ' અભિલેખોમાં પાટણના નિર્દેશો
સોલંકી વંશના પ્રથમ રાજા મૂળરાજે પોતાના શાસન કાલના પ૫ વર્ષ દરમ્યાન (વિ.સં. ૯૯૮ થી વિ.સં. ૧૦૫૩) ચાર દાનશાસન પ્રગટ કર્યા. એમાં સહુથી પહેલું દાનશાસન પ્રગટ કર્યા. એમાં સહુથી પહેલું દાનશાસન વિ.સં. ૧૦૩૦ (ઇ.સ. ૯૭૪)નું પાટણ દાનશાસન છે. એમાં વચ્છકાચાર્યને ગંભૂતા વિષય (જિલ્લામાં હાલનું ગાંભુજિ. મહેસાણા) ભૂમિદાન કર્યાનો નિર્દેશ છે.
મૂલરાજના કડી તામ્રપત્રો (વિ.સં. ૧૦૪૩, માઘ વદિ ૧૫, રવિ- ૨ જાન્યુ. ઇ.સ. ૯૮૭)માં વર્ધિ વિષયમાં આવેલ મંડલી (હાલનું માંડલ, તા. વિરમગામ)માં મૂલનાથ દેવના મંદિરને કંબોઇકા (હાલનું કંબોઈ - મોઢેરા નજીક) ગામનું દાન કર્યાનો નિર્દેશ છે. દાનશાસન અણહિલ પાટકમાંથી ફરમાવવામાં આવ્યું હતું. એના બાલેરાનાં વિ.સં. ૧૦૫૧, માધ સુદિ ૧૫ (જાન્યુ, ઈ.સ. ૯૯૫)નાં તામ્રપત્રોમાં કાવુકુન્શથી આવેલા દુર્લભાચાર્યના પુત્ર દીર્વાચાર્યને ચંદ્રગ્રહણના દિવસે સત્યપુર મંડલ (સાંચોર-જોધપુર)નું વરણક ગ્રામ દાનમાં આપ્યાનો નિર્દેશ છે. દાન અણહિલપાટણકમાંથી ફરમાવવામાં આવ્યું હતું.
સોલંકી રાજા ભીમદેવ ૧લાના વિ.સં. ૧૦૮૬, કાર્તિક સુદિ ૧૫ (૨૫ ઓકટો, ઇ.સ. ૧૦૨૯)ના રાધનપુર તામ્રપત્રોમાં અણહિલ પાટકમાં નિવાસ કરતા રામ ભીમદેવે કચ્છના નવણીસક ગામમાંથી આવેલા અચાર્ય મંગલ શિવના પુત્ર ભટ્ટારક અજપાલને મસૂરા ગ્રામ દાનમાં આપ્યું હોવાનું જણાવ્યું છે. આજ રાજાના વિ.સં. ૧૦૮૬, વૈશાખ શુદિ ૧૫ (૨૦ એપ્રિલ, ઈ.સ. ૧૦૩૦)નાં તામ્રપત્રોમાં ઔદિચ્ય બ્રાહ્મણ બલભદ્રના દીકરા વાસુદેવને મુંડક ગામની ઉત્તર દિશામાં ૧ હલવાહ (હળથી ખેડી શકાય તેટલી) જમીન દાનમાં આપ્યાનો નિર્દેશ છે. '
કદિવ ૧ લાના વિ.સં. ૧૧૪૮, વૈશાખ સુદિ ૧૫ સોમ (૨૫ એપ્રિલ, ઇ.સ. ૧૦૯૨)ના સૂનક (ઉ.ગુજરાત)ના તામ્રપત્રોમાં ઠકુર મહાદેવ સૂનક (ગામ સુણોક, તા. ઊંઝા, જિ. મહેસાણા) ગામમાં વાવ બાંધાવ્યાનો ઉલ્લેખ છે.
સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૪-૧૧૪૨)સોલંકી વંશનો મહાપ્રતાપી રાજા હતો. વિ.સં. ૧૧૫૬ (ઈ.સ. ૧૧૦૦)માં ગંભૂતા પથક-૧૪૪માં આવેલ ભૂમિનું દાન જૈન મંદિરને કર્યું હોવાનો ઉલ્લેખ સિદ્ધરાજ સિંહના લાડોલ તામ્રપત્રોમાં આવે છે. હેમચંદ્રાચાર્યના દ્વયાશ્રય' કાવ્યમાં સિદ્ધરાજે બંધાવેલ સહસલિંગ મહાસરોવરના કાંઠે ૧૦૦૮ શિવમંદિર, ૧૦૮ દેવી મંદિર અને એક

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582