________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४२२
અને ત્રિશૂલ ધારણ કરેલ છે. દેવીએ પીઠના ભાગ પર બાણ સહિતનું ભાથું બાંધેલ છે. નીચે આગલા પગે ઝૂકેલા મહિષની છેદાયેલી ગરદનમાંથી અસુર આકૃતિ બહાર નીકળેલી છે. અસુરના હાથમાં ખડ્ગ છે. દેવીનું ત્રિશૂલ એની પીઠમાં ભોંકાયેલું છે. પશુ મહિષના પેટના ભાગમાં ચક્ર ખૂપેલુ છે. દેવીનું વાહન સિંહ મહિષની પીઠને કરડતો બતાવ્યો છે.
એક યુદ્ધનું દૃશ્ય સૂચન કરે છે કે એક નારી દુષ્ટને સજા કરી રહી છે. લાગે છે કે નારી પોતાની રક્ષા કરવામાં સમર્થ હતી. કારણ કે તે પુરુષની જેમ તલવાર અને ધનુષ-બાણ વાપરવામાં નિપુણ હતી. વાઘ સાથે દેખાતી મહિષાસુરમર્દિની આદિમ સમાજની દેવી હતી. વનના હિંસક પ્રાણીઓને પાળવાનું કામ પુરુષાર્થ અને પ્રતિષ્ઠાનો વિષય મનાતા. આ દાખલાઓ ઉપરથી લાગે છે કે નારીનું કર્તવ્ય માત્ર બાલ ઉછેર, ભોજન સામગ્રીનું ચયન અને ઉત્પાદન પૂરતું મર્યાદિત ન હતું. પરંતુ તે શિકાર અને જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં તેનું યોગદાન હતું.
શિલ્પમાં દેવીઓ સિવાય મંદિરોની બહાર ઘણી નારીઓની આકૃતિઓ ગોઠવાયેલી હોય છે. જેમાં નૃત્યની મુદ્રામાં વાઘ વગાડતી, પોતાનું લાવણ્ય દર્શાવતી, જુદી જુદી ભાવભંગિમાઓ પ્રદર્શિત કરતી, અનેક આભૂષણોથી અલંકૃત અને પ્રસાધન શણગાર કરતી. આ શિલ્પોમાં કોઇ દેવી સ્વરૂપે નથી, તો પણ સમાજમાં નારીની સ્થિતિ કેવી હતી તે દેખાડી આપે છે. આ ઉપરથી લાગે છે કે સમાજમાં નારી બે પ્રકારની હતી.
૧. નારી કલાકારના રૂપમાં
૨.
નારી પોતાનું સૌંદર્ય પ્રદર્શિત કરતી.
નારી કલાકારના રૂપમાં
નારી જાતિને જ્ઞાન, કલા, એકતા અને સભ્યતાની પરંપરાને પેઢી દરપેઢી પ્રસરાવવાનું શ્રેય, પ્રાપ્ત હતું. શિલ્પથી જણાય છે કે નૃત્ય અને સંગીત નારી વડે સુરક્ષિત રખાયેલા અને ઉપભોગમાં લેવાતાં હતા. આ શિલ્પોથી દેખાય છે કે તે સમય ક્યાં ક્યાં વાઘયંત્રો પ્રચલિત હતા. તેમનું સ્વરૂપ કેવું હતું અને તેમનો પ્રયોગ કેવી રીતે થતો હતો.
નારીઓએ માત્ર સામૂહિકરૂપે જ નહિ પણ સ્વતંત્ર રીતે વાઘો વગાડચા હતા એવું ‘સંગીત રત્નાકર’ (૪,૧૬-૧૭)માં લખેલું છે. નૃત્યના સહાયક ઉપકરણો મૃદંગ, વીણા, મુરલી ઢોલ અને મંજીરા વગાડતા નારી શિલ્પો મળે છે, જે ઇ.સ. સાતમીથી સોળમી સદીના છે. તન્તુવાદ્યોમાં અનેક પ્રકારની વીણા જેમાં એક કે બે તંબૂરાઓ હોય છે. એક કે અનેક તારો હોય છે. આ બધા નારી વાકોમાં પ્રચલિત હતા. એકતંત્રી વીણા (એકતારો) જેમાં એક જ તંબૂરો હોય છે તે સરસ્વતીની પ્રતિમાઓમાં દેખાય છે.
અમુક પ્રતિમાઓમાં તંબૂરો ખભા ઉપર મૂકેલો છે. મોટા ભાગના તંબુરાઓ ગોળ છે, પણ ચૌકાર (વર્તુળાકાર) તંબૂરાઓ પણ પ્રચલિત હતા. લાગે છે કે ચતુષ્કોણ તંબૂરો વધારે પ્રતિધ્વનિ પાડતો અથવા અનેક તારોને બેસાડવા કામ લાગતો. મંદિરોની ઘણી શિલ્પ પટિકાઓ ઉપર નારીઓની અનેક વૃંદવાદનમાં ઉપયોગી વાદ્યયંત્રો સાથે, જેમાં એકતંત્રી વીણા અને અનેક યંત્રો જેવા કે વાંસળી,