________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૨૧ , પરિશ્રમ કરનાર વર્ગની હતી. જેથી સમાજની અર્થવ્યવસ્થા ઉન્નત થતી હતી. આ દષ્ટિએ તેમનું સ્થાન ગણેશ અને કુબેર સમાન છે. જેમનો સંબંધ ધન અને સંપન્નતા સાથે છે. આની પુષ્ટિ પ્રાણ પ્રતિમાઓથી થાય છે. સાથે સાથે તે વિષ્ણુ સાથે પણ દેખાય છે. જે નારીત્વનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તેણી અનેક ભાવ ભંગિમાઓ, શિષ્ટતા, કોમલતા, શાન્તિ, અનુરાગ, સમર્પણ અને ત્યાગની પ્રતીક છે.
રાણીવાવના દક્ષિણ દિશાના ઉપરથી ત્રીજા મજલાની ડાબી બાજુના મધ્યગવાક્ષમાં લક્ષ્મીની એક અતિ સુંદર પ્રતિમા આવેલી છે. દેવી જાણે સમુદ્રમંથનમાંથી બહાર નીકળતા હોય તેવું અહી આલેખન થયું છે. પદ્મપીઠના આસન પર દેવી યોગમુદ્રામાં બિરાજમાન છે. દેવીના મસ્તકે સુવર્ણ જડિત પંચકૂટ કરંડ મુકુટ છે. કાનમાં રત્નમંડિત ભારે કુંડળ, પકયુક્ત વિકાસૂત્ર, કંઠા જેવો પ્રલંબહાર, મેખલાયુક્ત કટિસૂત્ર, પારદર્શક અધોવસ્ત્રની પાટલી આસન પર પથરાયેલી નજરે પડે છે. હાથમાં કંકણ, કેયૂર અને પગમાં પાદવલય છે. દેવી ચતુર્ભુજ છે. ઉપલા બંને હાથ કડાથી ખંડિત છે. જમણા નીચલા હાથમાં અક્ષમાલા અને ડાબા હાથની વસ્તુ ખંડિત છે. લક્ષ્મીના આ શિલ્પને સાસુના દેરા (રાજસ્થાન)માંના શિલ્પ સાથે સરખાવી શકાય. જ્યાં લક્ષ્મીના ઉપલા બે હાથમાં પૂર્ણ વિકસિત પદ્મ, જમણો નીચલો હાથ વરદમુદ્રામાં અને ડાબામાં માતુલિંગ છે. આ પરથી અહીં પણ ખંડિત હાથોમાં એ ઉપકરણો હોવાનું અનુમાન કરી શકાય. દેવી મા
- પ્રાચીન કાળમાં નારી જ પરિવારનું સંચાલન કરતી હતી. તે માતાનાં રૂપે પરિવારમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતી હતી. તે સમયથી માને દેવીનું સ્વરૂપ અપાયું છે. તેનું અંત્તિમ સ્વરૂપ મહિષાસુરમર્દિનીમાં દેખાય છે. મૂર્તિ શિલ્પમાં અનેક ગુણોથી સમ્પન્ન સ્વરૂપ ગુણકાલ પછી મળેલું. નારીનું આ રૂપ જેમાં માની મમતા અને ભયંકરતાનું મિશ્રણ મહિષાસુરમર્દિનીના રૂપમાં મળે છે.
- પ્રારંભિક સમાજમાં જ્યારે મા ને એક દેવીના રૂપમાં માન્યતા અપાઈ ત્યારે આ સ્વતંત્ર હતી. તેની સ્થિતિ ખૂબ ઊંચી હતી. લાગે છે કે તે યુદ્ધમાં ભાગ લેતી હતી. શિકાર ખેલવા જતી હતી. સમાજમાં અસામાજિક તત્ત્વોને દંડ આપતી હતી. બીજાઓ સાથે ઉદ્યોગ અને સામાજિક ઉદયમાં ભાગ લેતી હતી. ગુજરાતમાં સૌથી પ્રાચીન મહિષાસુરમર્દિનીની પ્રતિમા અમરેલી, વલભી અને કારણમાંથી ચોથી શતાબ્દીની મળી છે. તેમાં દેવી ત્રિશૂળથી એક પાડાનો વધ કરી રહી છે.
રાણીવાવના પૂર્વ તરફના પડથારના એક ગવાક્ષમાં સપરિકર મહિષાસુરમર્દિનીની દ્વાદશભૂજ (૨૦ હાથ) મનોહર પ્રતિમા આવેલી છે. ગુજરાતમાંથી પ્રાપ્ત બધી જ પ્રતિમાઓમાં આ પ્રતિમા અગત્યની છે. અહીં દેવી મહિષની પીઠ પર જમણો પગ મૂકીને આલીઢાસનમાં ઊભેલ છે. દેવીના મસ્તકે ત્રિકૂટ છે. ત્રણ નેત્રો, કાનમાં સૂર્યવૃત્ત કુંડલ, કંઠમાં ગ્રીવા, પાંદડાયુક્ત હાર, પ્રલંબહાર, સ્તનબંધ બાંધેલ છે. દેવીએ કેયૂર અને હાથમાં ચૂડલાઘાટના વલય, પોંચી, કટિમેખલા, ઉરુદામ, પાદજાલક, વનમાલા વગેરે ધારણ કરેલ છે. દેવીના ૨૦ હાથ પૈકી પરિક્રમામે જમણા હાથમાં ત્રિશૂલ, વજ, બાણ, ગદા, અંકુશ, સનાળપદ્મ, શૂલ, અભયમુદ્રા, ડમરું, અને ખગ્ન છે. ડાબા હાથમાં ઉપરથી જોઇએ તો ઢાલ, કપાલ, સર્પ, વિષાણ, ઘંટા, કર્તરિમુદ્રા, પાશ, ધનુષ, અસુરના વાળ