________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૧૯ દર્શાવ્યા છે. શિલ્પમાં નારીની શારીરિક ઉપલબ્ધિઓ, પરિશ્રમ ભાર વહન અને પોતાનું સ્વાભાવિક લાવણ્ય દેખાડતા દરેક પાસાં ઉપર પ્રકાશ પાડવામાં આવેલ છે. શિલ્પશાસ્ત્રમાં નારીના વિભિન્ન વર્ગો પાડયા છે. દેવી, અધદવી, રાક્ષસી અને સાધારણ સાંસારિક નારી. જો કે આ બધી પ્રતિમાઓ મંદિરોની છે. પણ તેમાં સાંસારિક નારીને દર્શાવવાની ટકાવારી વધુ છે. માટે શિલ્પ ભારતીય નારીત્વના પ્રતિનિધિત્વનું પ્રતિબિંબ છે. શિલ્પમાં નારીનું ઘડતર જેવી કુશળતા અને ઉત્તમતા વડે તેનું નિર્માણ કરાયું છે. દરેક વસ્તુઓનું ચયન સાવધાની પૂર્વક કરાયું છે. તેથી લાગે છે કે સમાજમાં નારીનું સ્થાન સર્વોપરિ છે.
નારી અંગે દર્શાવેલાં અનેક પાસાંઓમાંથી અહીં માત્ર ત્રણ જ અધ્યયન માટે પસંદ કરાયા છે. ૧. સમાજમાં એક વ્યક્તિત્વ અને સ્વતંત્ર નારી ૨. નારીની પસંદગીની સૂક્ષ્મ કળાઓ : મુખ્યતઃ સંગીત અને નૃત્ય. ૩. પોતાનું શારીરિક સૌંદર્ય પ્રદર્શિત કરતી નારી.
અહીં દાખલા રૂપે જે શિલ્પો રજુ કરાયાં છે તે બધાં રાણીવાવ-પાટણનાં છે. છતાં તેઓ ભારતની શિલ્પશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. આ એટલા માટે કે શિલ્પની પરંપરા સમસ્ત ભારતમાં મોટા ભાગે એક સરખી છે. દરેક સ્થળે ક્ષેત્રીય પ્રભાવ છે, જેને લીધે ઘડતર પદ્ધતિમાં ફેરફાર જણાય છે.
પ્રથમ અધ્યયનમાં સ્વતંત્ર નારીઓ છે. જેઓ પોતાના કઠોર પરિશ્રમથી સમાજમાં ઉચ્ચ સ્થાન ભોગવે છે. નારી પોતાના સમાજમાં પ્રમુખ હતી, પ્રતિષ્ઠા, બુદ્ધિમાની, ચતુરાઇ, જ્ઞાન અને કળાના ક્ષેત્રમાં આગળ પડતી હતી. વેદ (૧૦,૧-૫)માં સ્વતંત્ર નારીની આ રીતે પ્રશંસા કરવામાં આવી છે. મદં પર્વમશન માહિત્યંત વિશ્વવૈ એટલે કે હું રુદ્ર, વસુ, આદિત્ય અને વિશ્વદેવો સાથે રહું છું. મિત્ર, વરુણ, ઈન્દ્ર, અગ્નિ અને અશ્વિનીકુમારોને મદદ કરું છું. સોમરૂપે શત્રુઓનો સંહાર કરું છું. નારીની આ એક કુતૂહલ પ્રેરનારી પ્રશંસા છે. આને અનુરૂપ આગળ વધીને સ્વતંત્ર દેવી શ્રી લક્ષ્મીની પરિકલ્પના કરાઈ છે. સરસ્વતી, ગજલક્ષ્મી, ગૌરી અને મહિષાસુરમર્દિનીની મૂર્તિઓ આ નારીઓની પ્રેરણા સ્વરૂપે ઘડાઇ છે, જે સમાજમાં સ્વતંત્ર રૂપે રહેતી હતી. આ પ્રતિમાઓની પૂજાથી લાગે છે. સમાજમાં તેઓનો કેટલો ઊંચો મોભો હતો. સરસ્વતી
સરસ્વતીની પ્રતિમાઓ એવી નારીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ પોતાની બુદ્ધિ, વિચાર, ભાવના અને સૂક્ષ્મ કળાઓની રક્ષકો હતી. આ પ્રતિમાઓની ભાવ-ભંગિમા જ્ઞાન અને કળાની શોધખોળ દેખાડે છે. અક્ષમાલા અને કમંડલું તપ અને ત્યાગને સૂચિત કરે છે. પુસ્તક એ જ્ઞાન અને બુદ્ધિ સૂચિત કરે છે. વીણા સંગીતમાં નિપુણતા દર્શાવે છે. લાગે છે કે જે કાલમાં આવી મૂર્તિઓની કલ્પના કરાઇ હશે તે કાલમાં સમાજમાં અનેક જ્ઞાની નારીઓ હશે. જેઓએ વેદની ઋચાઓ રચી. વૈદિક યુગમાં નારી બ્રહ્મચારિણી રહીને અધ્યયન રત રહી શકતી અને પોતાનું સ્વતંત્ર જીવન વ્યતીત કરી શકતી હતી. - રાણીવાવ-પાટણની દીવાલોના શિલ્પ વૈભવમાં લગભગ બધા હિંદુદેવ દેવીઓ સ્થાન પામ્યાં