________________
યુગે યુગે પાટણની પ્રભુતા
મલિક ફખરૂદ્દીન જોનાને શાહી તબેલાનો દારોગા નીમ્યો. તેણે વહિદુદ્દીનને વજીરપદે નીમ્યો. આમ ં તેણે મહત્ત્વના અમીરો તથા સૂબાઓ (ગર્વનરો)નો ટેકો મેળવી લીધો. અમીર ખુસરો તથા ઇબ્ન બતૂતા એ પણ તેમના ગ્રંથોમાં આ પ્રસંગ વર્ણવ્યો છે.
૩૯૯
અમીરોનું એક જૂથ તેનું વિરોધી હતું. વળી કેટલાક રૂઢિચુસ્ત મુસલમાનો ખુસરોખાનના વિજયને ઇસ્લામ વાસ્તે જોખમી માનતા હતા. પંજાબમાંના દીપાલપુરનો હાકેમ ગાઝી માલેક તુગલુક તેનો કટ્ટર દુશ્મન હતો. .તે ઘણો શક્તિશાળી પણ હતો. મલિક ફખરુદ્દીન જોના, જેને ખુસરોશાહે દિલ્હીમાં શાહી તબેલાનો દારોગા નીમ્યો હતો; તે ગાઝી મલિક તુગલુકનો પુત્ર હતો અને તે ખુસરોશાહને દૂર કવા તથા કુત્બુદ્દીન મુબારકશાહની કતલનું વેર વાળવા ઉત્સુક હતો. તે તેના પિતા ગાઝી મલિક તુગલુક પાસે ગયો. તેને ગુપ્ત રીતે મળીને દિલ્હીમાં વ્યાપેલી અરાજકતાની જાણ કરી. તે સાંભળીને ગાઝી મલિક લશ્કર ભેગું કરી, દિલ્હી તરફ કૂચ કરી ગયો. સલ્તનતના કેટલાક સરદારોએ તેને સહકાર આપ્યો. આ દરમિયાન વિલાસના માર્ગે પતન તરફ જઇ રહેલો ખુસરોશાહ ગાઝી મલિકના આગમનની જાણ થતાં, ગભરાઇ ગયો. છતાં સ્વસ્થ થઇ, લશ્કર ભેગું કરીને તેનો સામનો કરવા નીકળ્યો. સૈનિકોને પ્રોત્સાહિત કરવા તેણે તેઓને અઢી મહિનાનો પગાર આગોતરો આપ્યો. ૬ સપ્ટેમ્બર, ૧૩૨૦ ના રોજ ઇન્દ્રપ્રસ્થ પાસે ભીષણ યુદ્ધ થયું. પરંતુ વિજયની આશા ન રહેતાં, ખુસરોશાહ નાસી ગયો. બીજે દિવસે તે છુપાઈ ગયેલો પકડાયો અને તેની કતલ કરવામાં આવી. તેણે આશરે સાડા ચાર મહિના દિલ્હીનું સુલતાનપદ ભોગવ્યું.
આમ પાટણનો એક ભરવાડ ગુલામમાંથી પોતાની આવડત અને કુનેહથી ખુસરોશાહ નામ ધારણ કરી પોતે ખુસરોશાહ તત્કાલીન પરિસ્થિતિનો લાભ લઇને તથા તેની આવડત હોંશિયારીથી ગુલામમાંથી દિલ્હીનો સુલતાન બન્યો. પરંતુ તે સુલતાનપદ લાંબો સમય ટકાવી શક્યો નહિ.