________________
યુગે યુગે પાટણની પ્રભુતા
જમણી બાજુ આસન પર પ્રહ્લાદ અંજલિમુદ્રામાં બેઠેલ છે.
નૃસિંહ અસુરને ડાબા પગ વડે દબાવીને પેટના ભાગથી બે હાથે ચીરતા બતાવ્યા છે. અસુરોની છાતીથી ભાગ ખંડિત છે. પરિકરમાં નૃસિંહ સિવાયના અવતારો કંડારેલા છે.
વામનઃ
૪૧૨
આ પ્રતિમાનું સ્વરૂપ વામન-કદનું બતાવેલ છે. વામન ત્રિભંગમાં ઊભેલા છે. મસ્તકે વાંકડિયા વાળ તથા ઉષ્ણિષ છે. લાંબા કાન અને કંઠમાં એકાવિલ છે. મુખ પરનું આછું હાસ્ય મોહિત કરે છે. મસ્તક પાછળ બંને બાજુ એક એક પત્રનું આલેખન સૂચક છે. છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે. ડાબા હાથથી છત્રી ધારણ કરેલ છે. જમણી બાજુ પગ પાસે ચક્ર-પુરુષ અને ડાબી બાજુ શંખ-પુરુષ ઊભેલા છે. પરિકરમાં વરાહ, નૃસિંહ, પરશુરામ, બલરામ, રામ અને બુદ્ધનાં શિલ્પો મૂકેલા છે. પરશુરામ ઃ
આ પ્રતિમામાં પરશુરામને ત્રિભંગમાં ઊભેલા બતાવ્યા છે. મસ્તક પર કિરીટમુકુટ, કાનમાં મત્સ્ય-કુંડલ, કંઠમાં હાર, બાજુબંધ, ટિમેખલા, વનમાલા, પાદવલય અને પાદજાલક ધારણ કરેલ છે. ચાર-હાથ પૈકી જમણા નીચેલામાં બાણ, ઉપલામાં ખડ્ગ, ડાબા ઉપલામાં ખેટક અને નીચલા હાથમાં ધનુષ કરેલ છે. પગ પાસે બંને બાજુ પરિચારક યુગલ ઊભેલ છે. પરિકરમાં વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, બલરામ, બુદ્ધ અને કલ્કિનાં સુંદર શિલ્પો આવેલાં છે.
બલરામ :
આ પ્રતિમામાં બલરામ ત્રિભંગમાં ઊભેલા છે. બલરામના મસ્તકે કિરીટ-મુકટ અને એના પર ત્રણફણા નાગનો છત્રવટો છે. કાનમાં મકર-કુંડલ, કંઠમાં હાર-પ્રલંબ હાર છે. બાજુબંધ, કટકવલય તેમજ પહોળી કટિમેખલા તથા વનમાલા અને પાદવલય ધારણ કરેલ છે. બલરામના ચાર ભુજમાં અનુક્રમે હળ, પદ્મકળી, દંડ અને બીજપૂરક છે. પગ પાસે બંને બાજુ બબ્બે અનુચર ઊભેલા છે, જેમાં ડાબી બાજુના એક અનુચરે હાથમાં હળ ધારણ કરેલ છે. પરિકરમાં વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, બલરામ, બુદ્ધ અને કલ્કિ છે.
રામઃ
સપરિકર પ્રતિમામાં રામ ત્રિભંગમાં ઊભેલા છે. મસ્તકે કિરીટ-મુકુટ, કાનમાં શંખાકાર કુંડલ, કંઠમાં હાર અને પ્રલંબ હાર, કટિમેખલા ઉત્તરીય તથા વનમાલા અને પાદવલય ધારણ કરેલ છે. ચારેભુજમાં અનુક્રમે પરશુ, બાણ, ધનુષ અને માતુલિંગ જોઇ શકાય છે. પગ પાસે બંને બાજુ એક એક અનુચર યુગલ ઊભેલ છે, જેમાં જમણી બાજુના અનુચરના હાથમાં પરશુ છે. પરિકરમાં બલરામ, બુદ્ધ અને કલ્કિ છે.
બુદ્ધ :
ત્રિભંગમાં ઊભેલ બુદ્ધ-પ્રતિમાના મસ્તકે વાંકડિયા વાળ તથા સ્કંધ સુધી લટકતી કાનની બૂટ અને મુખ પરના સૌમ્ય ભાવ આકર્ષક છે. કંઠમાં એકાવિલ, ડાબા ખભા પરથી નીચે તરફ જતી પદ્મવનમાલા, ઉત્તરીય વસ્ત્ર સિવાય કોઇ પ્રકારના અલંકારો જોવા મળતા નથી. કેડ પર ટ્વિસેરી