________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૦૩ પણ જૈન વણિકોનું ઠીક ઠીક પ્રાધાન્ય હતું. હેમચંદ્ર જેવા જૈન આચાર્યનું સિદ્ધરાજ અને કુમારપાલ એ બે સૌથી વિકમશાળી રાજાઓ ઉપર સારું પ્રભુત્વ હતું. તત્કાલીન સમાજમાં જૈનધર્મનાં બીજાં બળો પણ કામ કરતાં હતાં. ગુજરાતની પ્રજાની ભાવનાને અને આચારને અહિંસાપ્રધાન બનાવવામાં આ ઐતિહાસિક કારણોનો ઘણો મોટો ફાળો છે.
- પરાકાષ્ઠા પછી પતન એ ન્યાયે કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલના સમયથી પાટણની પડતીનો પ્રારંભ થયો. અજયપાલની પછી ગાદીએ આવનાર ભીમદેવ બીજાના સમયમાં પાટણના સામ્રાજ્યના પાયા ડોલી ગયા હતા, અને જયન્તસિંહ નામે કોઈ સામાન્ત થોડા સમય માટે ભીમદેવને હાંકી કાઢી રાજ્યનો માલિક થઈ બેઠો હતો. ભીમદેવના ડગમગતા સિંહાસનને ધોળકાના રાણા વાઘેલા લવણપ્રસાદ અને તેના પુત્ર વિરધવલે પાછું સ્થિર કર્યું અને વિરધવલના મંત્રીઓ વસ્તુપાલતેજપાલના નેતૃત્વ નીચે પાટણ અને ગુજરાતના જીવનમાં થોડા સમય પાછું નવચેતન આવી ગયું. સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં ચાલતી હતી તેવી સાંસ્કારિક પ્રવૃત્તિઓ વસ્તુપાલ-તેજપાલના આશ્રય નીચે પાછી શરૂ થઇ.
કર્ણ એલંકીના સમયથી માંડી વરધવલના પુત્ર વીસલદેવના અવસાન સુધીનો કાળ વિક્રમની બારમી અને તેરમી શતાબ્દી તથ ચૌદમી શતાબ્દીની પ્રથમ પાદ એ ગુજરાતના સંસ્કૃત જ્ઞાનનો મધ્યાહનકાળ છે. સંસ્કૃત વિધાનું કેન્દ્રસ્થાન પાટણ હતું અને ગુજરાતનું શ્રેષ્ઠ સંસ્કૃત સાહિત્ય પાટણમાં જ લખાયેલું છે. હેમચંદ્ર અને તેમના શિષ્યમંડળ ઉપરાંત સંખ્યાબંધ જૈન આગમગ્રંથો ઉપર પ્રમાણભૂત ટીકાઓ રચનાર આચાર્યો અભયદેવસૂરિ અને મલયગિરિ, આગળ જેનો ઉલ્લેખ કર્યો છે તે “મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ'ના કર્તા યશશ્ચન્દ્ર કુમારપાલ પ્રતિબોધ” અને “શતાથ કાવ્ય'ના કર્તા સોમપ્રભાચાર્ય જેણે એક દિવસમાં આખો પ્રબન્ધ ર હતો. તથા સિદ્ધરાજે જેને પોતાના બંધુ • તરીકે સ્વીકાર્યો હતો' (drદનિપુનમહાપ્રવધ: સિદ્ધરન પ્રતિપને વધુ | શ્રી પાનનામીવિવ) તે પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ, શ્રીપાલનો પુત્ર સિદ્ધપાલ તથા પૌત્ર વિજયપાલ, ધારાધ્વસ” નો કર્તા ગણપતિ વ્યાસ, વામ્ભટાલંકાર’નો કર્તા વાભટ્ટ, કીર્તિકૌમુદી' ઇત્યાદિનો કર્તા સોમેશ્વર, દુતાંગદ'નો કર્તા સુભટ તથા હરિહર, નાનાક પંડિત, અરિસિંહ, અમરચન્દ્ર વગેરેના પાટણમાં થઈ ગયેલા સેંકડો સંસ્કૃત ગ્રંથકારો પૈકી માત્ર થોડાં જ નામો છે. વસ્તુપાલ પોતે પણ એક ઉચ્ચ કોટિનો કવિ હતો. તેણે નરનારાયણાનંદ' નામે એક મહાકાવ્ય રચ્યું છે અને તેની પદ્યરચનાઓ અનેક સંસ્કૃત સુભાષિત સંગ્રહોમાં લેવાયેલી છે. ઉપર્યુક્ત લેખકોમાંના કેટલાય વણિકો હતા એ વસ્તુ વળી સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખાસ નોંધ માગી લે એવી છે.
એ કાળનું પાટણ તત્કાલીન ભારતવર્ષનું સમૃદ્ધતમ નગર હતું એમાં શંકા નથી. પ્રબન્યો અને સમકાલીન કાવ્યોનાં વર્ણનોને અતિશયોક્તિ ગણીએ તો પણ સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં પાટણ વિશેની જે ભાવનાઓ ખુરાયમાણ થાય છે એ જોતાં એ નગરની જનસંકીર્ણતા, વ્યાપારઉદ્યોગ, સમૃદ્ધિ અને સંસ્કાર વિશે કોઈ શંકા રહેતી નથી. પરદેશી મુસાફરોનાં વર્ણનો પણ એ હકીકતની શાખ