________________
E
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૯૦ (૨) કડવાબંધ રચનાઓ :
૪. રામવિવાહ આખ્યાન ૫. મામકી આખ્યાન:
રામાયણ ચંડી આખ્યાન - મૃગી આખ્યાન. જાલંધર આખ્યાન.
ધ્રુવ આખ્યાન. ૧૧. નળાખ્યાન.
૧૨. કાદંબરી આખ્યાન. (૩) કડવાપદ-મિલ બંધ.
૧૩. દશમસ્કંધ (૪) પદબંધની રચનાઓ :
૧૪. રામબાલચરિતનાં પદો. . ૧૫. પ્રકીર્ણ અન્ય છૂટક પદો.
સળગબંધની રચનાઓ (૧) “શિવ-ભીલડી સંવાદ
૮૦ કડીની સળંગબંધની આ રચનામાં ભાલણે કુશળતાથી તર્કબદ્ધ રીતે પાર્વતી અને શિવના ચરિત્રને વિશેષ ગરિમા સાથે નિરૂપ્યો છે. પાર્વતી તો શક્તિ છે અને શક્તિ ઈચ્છે એ થાય જ. તદનુસાર પાર્વતીએ શિવને મોહ પમાડવાનું ઇચ્છેલું એટલે એ શક્ય થયું. અહીં શિવની મોહ પામવાની ઘટનાને ભાલણે તાર્કિક રીતે નિરૂપેલી જણાય છે. તો પાર્વતી એમ કહે કે મારે શિવ સમાન પ્રતિ છે, શિવ સમાન તો શિવ જ હોય ને ! પ્રચ્છન્ન રીતે પોતે શિવપત્ની છે એમ કહે છે. એટલે તેઓ જૂઠું બોલતાં નથી એવું પ્રતિપ્રાપ્તિ થાય છે. સંવાદાત્મક બાનીમાં રચાયેલી આ રચના નૂતન બૃહદ કાવ્ય દોહન, ભાગ-૧'માં મુદ્રિત છે. (૨) “દ્રિોપદી વસ્ત્રાહરણ’
દ્રૌપદીવસ્ત્રાહરણના પ્રસંગને લઇને ગૂંથેલી સળંગબંધની અપૂર્ણ રૂપે પ્રાપ્ત થતી આ રચના પ્રાચીન કાવ્યસુધા ભાગ-૩માં પ્રકાશિત થયેલી છે. દેવ-નિયતિના પ્રાબલ્યના મહિમાને ભાલણે અહિં ગાયો છે.' (૩) “કૃષ્ણવિષ્ટિ'
વિષ્ટિ માટે જઈ રહેલા કૃષણની સમક્ષ પ્રગટતો દ્રૌપદીનો આક્રોશ અહિં વિષય સામગ્રી છે. આ રચના અપૂર્ણરૂપે સિલેક્સન્સ ફોમ ગુજરાતી લિટરેચર, ભાગ-૧માં પ્રકાશિત છે.