________________
યુગે યુગે પાટણની પ્રભુતા
વિમલનું મંદિર પુરું કરાવ્યું. અને પોતે અનેક મંદિરો બંધાવ્યાં. આ પૃથ્વીપાલે બાંધેલી ‘વસતિ’માં વાસ કરી હરિભદ્રસૂરિએ પોતાનું ‘નેમિનાથ ચરિ’ પૂર્ણ કર્યું. જેના સ્મરણમાં આ કુળની પ્રશસ્તિ તેમણે રચી. એમાંથી એક તેજસ્વી પ્રાગ્ધાટકુળનો વનરાજની કુમારપાળ સુધીનો ઇતિહાસ મળે છે. વસ્તુપાલ-તેજપાલ ઃ પોરવાડ જ્ઞાતિના અનેક ઉદાર પુરુષોના ઉલ્લેખો ગ્રંથ પ્રશસ્તિઓમાં મળે છે. પણ વિમલશાહ પછી તેની તુલનામાં મૂકી શકાય એવા બે ભાઇઓ વસ્તુપાલ અને તેજપાલ છે. તેમનું ચરિત કીર્તિકૌમુદી આદિ અનેક ગ્રંથોમાં, શિલાલેખોમાં અને પ્રશસ્તિઓમાં મળે છે. આ પોરવાડભાઇઓએ ગુજરાતનું છિન્નભિન્ન થયેલું રાજ્ય પુનઃ વ્યવસ્થિત કર્યું અને અનેક કીર્તનો બંધાવ્યાં જેમાં આબુનું મંદિર લુણિગવસહિ સુપ્રસિદ્ધ છે. વસ્તુપાલે શૈવ મંદિરો બંધાવ્યાના પણ ઉલ્લેખો છે. તેનાં કીર્તનોની એક યાદી તેના સોપારામાં બંધાવેલા મંદિરમાં હતી. તેની અનેક નકલ મળી આવી છે. જેમાં ચોરાશી ‘“મન્નીતય:'' કહેતા મસીદોને બાંધ્યાનો પણ ઉલ્લેખ છે.
३७७
સુરથોત્સવની કવિવંશપ્રશસ્તિ ઃ સોમેશ્વરે પોતાના સુરથોત્સવ કાવ્યમાં પોતાનાવંશનું વર્ણન કર્યું છે તે પ્રમાણે ઃ ‘નગર કહેતા આનંદપુર કે વડનગરના તેઓ મૂળ વતની હતા. આ સ્થળ નગર કે શ્રીનગર નામે પણ પ્રસિદ્ધ હતું. તેમનું મૂળ ગુલેચા કે ગુલેવા નામે જાણીતું હતું. તેનો એક મુખ્ય પુરુષ સોલશર્મા ગુર્જરેશ્વર મૂળરાજનો પુરોહિત હતો. તેણે સોમયાગ અને વાજપેય નામના યજ્ઞો કર્યા. તેનો પુત્ર લલ્લશર્મા ચામુંડનો પુરોહિત હતો. તેનો પુત્ર સોમ ભીમનો પુરોહિત હતો.' આ સોમ પુરોહિતે તપસ્વી જૈન સાધુઓને પાટણમાં વાસ કેવી રીતે અપાવ્યો તેની કથા જૈન ગ્રંથ પ્રભાવકચરિતમાં આવે છે. તે પ્રસંગ તત્કાલીન સમાજનાયકોની ઉદાર અને સમાધાયક મનોવૃત્તિનું દર્શન કરાવે એવો છે. એટલે જરા વિગતથી જોઇએ.
જ્ઞાનદેવે સાધેલો સમન્વય અને કરેલું સમાધાન :
પ્રભાવકચરિત ઃ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામના બે સુવિહિત જૈન સાધુઓ અણહિલપુરમાં આવ્યા પણ તેમને ચૈત્યવાસી યતિઓએ પોતાને મળેલા અધિકારની રુએ પાટણમાં રહેવા સ્થાન ન આપ્યું. આ સાધુઓ પોતાની પૂર્વ અવસ્થામાં બ્રાહ્મણો હતા. તેઓએ સોમેશ્વર પુરોહિતના ઘર આગળ જઇ વેદની ઘોષણા કરી. સોમેશ્વરે તેમને પોતાની ચંદ્રશાળામાં આવકાર આપ્યો. ચર્ચામાં તેઓએ જણાવ્યું કે વેદ ઉપનિષદના જેવા સિદ્ધાંતો છે તેવા જ જૈન દર્શનમાં છે. પણ જૈન ધર્મમાં પશુદયા ઉપર વિશેષ ભાર છે. તેથી તેઓએ જૈનધર્મ અંગીકાર કર્યો. સોમેશ્વર તેમનું પોતાના ઘરમાં સ્વાગત કરે છે. તેમને લઇને તે રાજ દરબારમાં જાય છે. અને તેમનો કેસ દુર્લભ રાજા આગળ રજુ કરે છે. પણ વનરાજના શીલગુણસૂરિથી ચૈત્યવાસીઓને જ પાટણમાં રહેવા અધિકાર મળેલો નથી તેમનું કહ્યું ચાલ્યું નહિ. આમ છતાં સોમેશ્વરે તે સાધુઓને વાસ આપવા આગ્રહ કર્યો. દુર્લભ મુંઝાયો અને તેણે પોતાના ગુરુ શૈવમઠાધીશ જ્ઞાનદેવની સલાહ લીધી. જ્ઞાનદેવે કહ્યું -
गुणिनामर्चनां यूयं कुरुध्वे वधुतैनसाम् । सोऽस्माकरमुपदेशनां फलपाकः श्रियां निधिः ॥ शिव एव 'जिनो वाह्यत्यागात् परपदस्थितः । दर्शनेषु विभेदो हि चिह्नं मिथ्यामतेरिदम् ॥