________________
યુગે યુગે પાટણની પ્રભુતા
३७६
અનુપમાદેવીઃ ગુજરાતમાં બીજા મહાનારી તરીકે તેજપાલનાં પત્ની અનુપમાદેવીનો ઉલ્લેખ કરવો જોઇએ. આ મહાનારીની શીખ વસ્તુપાલમાં દાનવીરતા ઉત્તેજિત કરે છે, અને તેમની સૂચના આબુના લુણિગવસતિના મંદિરનું વિલંબમાં પડેલ કાર્ય તેજપાલ પાસે શિલ્પીઓની સગવડ બરાબર સચવાવી શોભન સ્થપતિની અધ્યક્ષતામાં જલદી પૂરું કરાવે છે. પ્રાગ્વાટો અને નાગરોઃ અણહિલપુરના ઇતિહાસમાં બે જ્ઞાતિઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પ્રાગ્વાટ જ્ઞાતિએ અને નાગર જ્ઞાતિએ. પ્રાગ્વાટ કુલમાં જે વિમલશાહ થયો છે અને નાગરકુલમાં જે સોમેશ્વર થયો તે બંનેની પ્રશસ્તિઓ સચવાઇ રહી છે, નેમિનાથચરિક નામના અપભ્રંશ કાવ્યને અંતે વિમલશાહના કુલની અને સુરથોત્સવના કવિપ્રશસ્તિવર્ણન - નામના પંદરમા સર્ગમાં સોમેશ્વરની. આ બંને કુલોએ પાટણને ઘડવામાં અને મહત્વ આપવામાં મહાન પુરુષાર્થ કર્યો હતો. નેમિનાથચરિક પ્રશસ્તિ નેમિનાથચરિઉની પ્રશસ્તિમાંથી જણાય છે કે વનરાજે કેવી રીતે પોતાનું રાજ્ય અણહિલપુરમાં સમર્થ કુટુંબોને વસાવી સમર્થ કરવા પ્રયત્ન કર્યો.
‘મૂળ શ્રીમાલનગરમાંથી આવેલું પોરવાડ-પ્રાગવાટ કુલ છે. આ કુલ નરમાણિક્યોનો નિધિ છે. એમની પાસે હાથી, ઘોડા અને પુષ્કળ માલસામાન છે. તે ગંભય નામના નગરમાં (પાટણ પાસે) રહે છે. તે કુટુંબમાં ઠકુર નિત્રય કરીને મહાન પુરુષ થયો. વનરાજ તેને પિતા તરીકે ગણતો હતો. વનરાજે તેને અણહિલપાટકમાં આવીને રહેવા વિનંતી કરી. નિત્રયે ત્યાં ઋષભજિનનું મંદિર બાંધ્યું.
આ નિન્નયને લહર નામનો પુત્ર હતો. વનરાજે તેને પોતાનો સેનાપતિ બનાવ્યો. લહેર વિંધ્ય પર્વતમાં જઈને ઘણા હાથીઓ પકડવ્યા, અને બીજા રાજાઓ પાસેથી તેમના હાથીઓ પડાવી લીધા. લહેર વનરાજને એ હાથીઓ ભેટ કર્યા, જેના બદલામાં વનરાજે તેને સાંથલ ગામ આપ્યું. તે વિંધ્યવાસિનીનો ભક્ત હતો. તેનું એક મંદિર તેણે સાંથલ ગામમાં બાંધ્યું. લહરને એવી શ્રદ્ધા હતી કે તેના ધનુષમાં એ માતા રહે છે, અને તેથી એ માતા અથવા તેનું મંદિર લહરધણુહાવી નામે પ્રસિદ્ધ છે.
આ જ વંશમાં વીર નામનો પુરુષ થયો. એ ચામુંડ, વલ્લભ, અને દુર્લભનો મંત્રી હતો, અને ટંકશાળાના અધ્યક્ષ હતો. તેણે લક્ષ્મીની આકૃતિની મુદ્રાઓ પાડી હતી. આ વીરને બે પુત્રો હતાઃ નેત્ અને વિમલ. નેટુ ભીમનો મંત્રી હતો અને વિમલ તેનો સેનાપતિ કે દંડનાયક હતો. ભીમે તેને દંડનાયક તરીકે આબુમાં સ્થાપ્યો હતો, જ્યાં તેણે બંધાવેલું વિમલવસતિ નામનું મંદિર હજી પણ ગુજરાતના શિલ્પનો એક ઉત્તમ નમૂનો રજૂ કરે છે. આખું મંદિર વિમલના જીવતાં પુરું થયું નહિ હોય. પુરાતન પ્રબંધસંગ્રહ પ્રમાણે તેના પુત્ર ચાહિલે રંગમંડપ બંધાવ્યો, પણ આ પ્રશસ્તિ પ્રમાણે તેના પૌત્ર પૃથ્વીપાલે કુમારપાલના રાજ્યમાં એ રંગમંડપ બંધાવ્યો. સંભવ છે કે ચાહિલે મંડપ બંધાવવો શરૂ કર્યો હોય અને તેના પુત્ર પૃથ્વીપાલે તે પૂરો કર્યો હોય !
| નેઢ, ભીમ પછી કર્ણના મંત્રી તરીકે ચાલુ રહ્યો. તેની પછી તેનો પુત્ર ધવલ કર્ણનો મંત્ર થયો. ધણુહાવી દેવીના વરદાનથી એણે રેવન્તપ્રાસાદ નામે મંદિર બંધાવ્યું.
આ ધવલને આનંદ કરીને પુત્ર હતો. તે સિદ્ધરાજ અને કુમારપાલના મંત્રીઓમાં એક હતો. તેની પત્ની પદ્માવતી અત્યંત ધર્મશ્રદ્ધાળુ હતી. તેમને પૃથ્વીપાલ કરીને પુત્ર હતો. તેણે પોતાના દાદા