________________
યુગે યુગે પાટણની પ્રભુતા
३७६
-
સભાનાં પંડિતોમાં તર્ક ભારત અને પરાશર સ્મૃતિમાં નિષગાત મહર્ષિ, શારદાદેશ કહેતાં કાશ્મીરમાં જેનો - ઉજ્જવળ વિદ્યોત્સાહ વિદિત છે એવા ઉત્સાહ, અદ્ભૂત મહિસાગર એવા સાગર, પ્રમાણ મહાસાગરને
પાર કરી ગયેલા એવા ન્યાય અને તર્કમાં પ્રવીણ રામ આદિનો ઉલ્લેખ કરવો જોઇએ. શ્રીપાલ પોતાના રાજાની સભાનું વર્ણન આ પ્રમાણે કરે છે.
भगवन् ईदगेव गुर्जरेश्वरस्य सभा । तथा हि तावद् व्याकरणप्रवीणभणिति: (?ते:) प्रागल्भ्यमुज्जृम्भते तावत् काव्यविचारभारधरणे धीरायते धुर्यता । तावत् तर्कस्थानुबन्धविषये बद्धाभिलाषं मनो यावन्नो जयसिंहदेवसदसि प्रेक्षावतामागमः ॥
ભગવન્! આ જ ગુર્જરશ્વરની સભા ! એટલે કે જ્યાં સુધી જયસિંહની સભામાં પ્રેક્ષાવાનોનું આવવું થતું નથી, ત્યાં સુધી જ વ્યાકરણના પ્રાવિષ્યની બડાઈ થાય છે, ત્યાં સુધી જ કાવ્યના વિચારનો ભાર ધારણ કરવાની અગ્રેસરતાનું ધૈર્ય રહે છે, અને ત્યાં સુધી જ તર્કકથા કરવા વિષે મનને અભિલાષ રહે છે. બ્રાહ્મણ અને જૈન વિદ્વાનો ઃ સોલંકીઓના જમાનામાં પાટણમાં સભાયોગ્ય નાગરક થવા માટે વ્યાકરણ સાહિત્ય અને તર્ક એ વિધાત્રયીની નિપુણતા પ્રાપ્ત કરવી પડતી હતી. મૂલરાજના ગુરુ કાન્યકુજના વતની શ્રી દુર્લભાચાર્યના પુત્ર શ્રી દીર્વાચાર્ય કે જેને તામ્રપત્રમાં અશધ વિદ્યાપારગ અને તપોનિધિ કહ્યો છે તેનાથી માંડી જ્ઞાનદેવ, કૌલકવિ ધર્મ, સાંગાચાર્યવાદીસિંહ, સોમનાથના ગંડ બૃહસ્પતી, ભાગવત દેવબોધ આદિ બ્રાહ્મણ ગુરુઓ અને પંડિતો તથા વનજરાના શીલાંકાચાર્યથી માંડી વીરાચાર્ય, ગોવિંદાચાર્ય, ભીમના મામા સંગ્રામસિંહનો પુત્ર સુરાચાર્ય, પ્રખર તાર્કિક શાંત્યાચાર્ય કે જે બૌદ્ધન્યાયમાં નિપુણ ગણાતા, મુનિચંદ્ર, અભયદેવસૂરિ આદિ જૈન ગુરુઓ અને વિદ્વાનોએ અણહિલપુર નગરીને વિદ્યાવિભૂષિત કરી હતી. હેમાચાર્ય : પણ સોલંકી યુગનો મહાન વિદ્વાન તો કાલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ! તેમણે શબ્દાનુશાસન, વૃંદાનુશાસન, કાવ્યાનુશાસન અને અભિધાનચિંતામણિ, દેશી નામમાલા આદિ કોશો તેમજ સંસ્કૃત અને પ્રાકૃત દ્વયાશ્રય કાવ્યો જેવી સાર્વજનિક કૃતિઓ રચી ભોજની ધારા કરતાં અધિક પોતાના અણહિલપુરને વિદ્યાસમૃદ્ધ બનાવવાની સિદ્ધરાજની આકાંક્ષા પૂરી કરી. સર્વધર્મને અવકાશ અણહિલપુરમાં સર્વધર્મ સંપ્રદાયના ઉપાસકો અને તેનાં મંદિરો હતાં. સ્વયંભૂ, શ્રીપતિ, શંભુ, સોમ, પડાયતન - આ દેવીના મંદિરોનો દ્વયાશ્રય ઉલ્લેખ કરે છે. પડદર્શન અને છણું પાખંડોનો ઉલ્લેખ પણ છે. પણ મુખ્ય ધર્મો શૈવ અને જૈન હશે એમ લાગે છે. આ બંને વચ્ચે એકંદરે મેળ સારો હતો. એ જ્ઞાનદેવે બતાવેલી વૃત્તિથી દેખાઈ આવે છે. હેમચંદ્રનો નગર આદર્શ ઃ હેમચંદ્રના અણહિલપુરના નાગરીકોના વર્ણનમાં નરી વાસ્તવિકતા નહિ હોય તો પણ તેમાં હેમચંદ્રનો નગર આદર્શ અથવા નાગરીક આદર્શ છે તે સ્વીકારવું જોઇએ : તેના નગરજનો શૌર્ય, શાસ્ત્ર, શમ, સમાધિ, સત્ય, પડદર્શન અને ષડંગમાં સૌથી આગળ હતા એવું ગૌરવયુક્ત