________________
યુગે યુગે પાટણની પ્રભુતા
‘જેનાં ઊંચા દેવમંદિરો આકાશમાં સૂર્યના અશ્વોનો માર્ગ રોકે છે’ નગરનું વર્ણન એક વિશેષણથી કરવાનું હોય તો ભવ્ય દેવમંદિરોથી તેને વિશિષ્ટ કરવું એ તે પ્રજાના સંસ્કારનું સૂચક છે. ‘રામની રાજ્યધાની જેમ અયોધ્યા તેમ જે રાજાની (જયસિંહની) અણહિલપાટક નગર.’
મંત્રી ચશઃપાલના મોહરાજપરાજયમાં કુમારવિહાર અને બીજા જોવા લાયક સ્થળો : મંત્રી યશઃપાલ મોહરાજપરાજ્ય નામના નાટકમાં કુબેરમુખે પાટણનું ચિત્ર ખડું કરે એવું વર્ણન કરે છે पूर्व श्रीवनराजभूमिपतिना... વિમ્ ॥
:
૩૭૦
પૂર્વકાળમાં શ્રી વનરાજ ભૂપતિએ સારા લક્ષણવાળી પૃથ્વી જોઇ અહિંયાં આ નગર સ્થાપ્યું તે ખૂબ જુઓ ! શ્રીકુમારવિહારના શિર ઉપર વલયાલંકારની હાર રૂપ ધ્વજાઓના બહાને આ નગરે અમરાવતીને બહુ ઉચ્ચતાથી ચૈત્ર પત્ર અર્થાત્ વિજયનું આહ્વાન આપ્યું છે. આ સરસ્વતી નદી, શ્રી સિદ્ધરાજનું આ સરોવર, હે તન્વિ, જેનો યશ વિશાળ છે એવું આ બકસ્થલ, આકાશને ચૂંબતો આ સ્તંભ, રાજાનો આ નિરુપમ પ્રાસાદ, હે સુશ્રોણી, હવેલીઓ અને હાટોની આ શ્રેણી ! શ્રીની આ ભૂમિ ! આ નગરમાં શું શું જોવા લાયક નથી ?
બાલચંદ્રસૂરિના વસન્તવિલાસમાં મંદિરો અને શ્રી સરસ્વતીનો સહવાસ : બાલચંદ્રસૂરિ વસન્તવિલાસમાં પાટણમાં શારદા અને કમલાનો કલહ નથી એ રીતે એમને વર્ણવે છે : નહાવતે ન સદ્દે શાવ્યા મનાત્ર વાસસોમવતી ॥ અહિંઆ વાસ કરવાના રસલોભથી કમલા શારદા સાથે કલહ કરતી નથી. એ જ કવિ ભિન્ન ભિન્ન ધર્મસંપ્રદાયોનાં મંદિરોનો ઉલ્લેખ કરી કહે છે કે હાલતા ધ્વજરૂપી હસ્તોથી અને ઘંટડીઓના સ્વર રૂપી રાજ્યપદોથી - ઉપરિપણાના શબ્દોથી - તેઓ વિવાદ કરી રહ્યા છે : હૈં ઘટિાક્ષ ખિતાખ્યદ્વૈધ્યુંનહÅક્ષ વિવન્તિ ત્નિ ॥ પટણીઓનું અભિમાન ઃ ત્રણ બાબતોનું પટણીઓને અભિમાન હતું. તેમાં કોઇ વિવાદ કરે તે તેઓ સહન નહિ કરી શકતા, અને તેનો નિર્ણય વાદ કે યુદ્ધથી થતો ! ગુજરાતનું વિવેક બૃહસ્પતિત્વ, તેમના રાજાનું સિદ્ધચક્રિત્વ અને પાટણનું નરસમુદ્રત્વ શુŕત્રાવા વિવેબૃદસ્પતિત્વ, નૃપક્ષ્ય સિદ્ધક્તિત્વ, પત્તનસ્ય = નરસમુદ્રત્વમ્ । શ્રીનર્તન એવા અદ્ભુત પત્તનનો વિજય છે, યસ્યાદ્ને તવિજ્ઞાનિત વિનયતે श्रीनर्तनं પત્તનમ્ । શ્રીની નૃત્ય (ભૂમિ) એવું આ અદ્ભુત પત્તન ! તેનો જયજયકાર છે. આ પ્રમાણે પટણીઓને પોતાના નગરનું ગૌરવ હતું.
વાગ્ભટાલંકારમાં ત્રણ રત્નો ઃ વાગ્ભટ એના અલંકારગ્રંથમાં ત્રણ રત્નો (ઉત્તમ વસ્તુઓ) ગણાવે છે. તેમાં સૌથી પહેલું રત્ન મળ@િપાટ પુરૂં ગણાવે છે.
અણહિલપુરનાં કવિકૃતવર્ણનો ઃ અણહિલપુરના અનેક કવિઓએ વર્ણનો કર્યા છે. સિદ્ધરાજ કુમારપાલના પરમ વિદ્વાન હેમચંદ્રે સંસ્કૃત અને પ્રાકૃત દ્દયાશ્રયોમાં કર્યા છે, સોમપ્રભસૂરિએ પ્રાકૃત કુમારપાલ-પ્રતિબોધમાં કર્યું છેઃ મહામાત્ય વસ્તુપાલના મિત્ર સોમેશ્વર પુરોહિતે કીર્તિકૌમુદીમાં, અને બાલચંદ્ર સૂરિએ વસંતવિલાસ મહાકાવ્યમાં એમ અનેક કવિઓએ પોતપોતાની કૃતિઓમાં વર્ણનો કર્યાં છે. તે જોઇએ.