________________
યુગે યુગે પાટણની પ્રભુતા
२०७ આ નગરની સ્ત્રીઓની ચાતુરીથી હારી, સરસ્વતીદેવી જડતા ધારણ કરી. નદીરૂપે અહીં વહન ' કરે છે અને મહારાજા સિદ્ધરાજે બંધાવેલ, તુંબડાના આકારનું સહસ્ત્રલિંગસરોવર, જાણી સરસ્વતીએ ફેંકી દીધેલી વીણા હોય તેમ લાગે છે. ત્યાંનો કીર્તિસ્તંભ તે જાણે વીણાનો ઉચ્ચદંડ હોય તેવી શોભા રજૂ કરે છે અને તે સરોવરના તટ ઉપર ઊગેલા નાના છોડવાઓ તે જાણે વીણાના તારો હોય તેવા જણાય છે. ૭. મોહપરાજય નાટક
આ ગ્રંથનો કર્તા મંત્રીશ્વર યશપાલ છે. તે મોઢ વૈશ્ય મંત્રી ધનદેવનો પુત્ર હતો. તેની માતાનું નામ રુકિમણી. તે સોલંકીવંશના રાજા અજયપાળનો જૈન મંત્રી હતો. તેણે કુમારપાળે સ્વીકારેલ જૈનધર્મની વિગતવાર હકીકતો રજૂ કરતું, ‘મોહરાજપરાજય' નામનું નાટક થારાપદ્રપુર (થરાદ)માં, ત્યાંના કુમારવિહાર કીડાલંકાર શ્રી વીરજીનેશ્વરની યાત્રા પ્રસંગે રચ્યું હતું. આમાંથી કુમારપાળે સંવત ૧૨૧૬ના માગશર સુદી બીજના દિવસે, જૈનધર્મ સ્વીકાર્યો હોવાનું જાણવા મળે છે. આ ગ્રંથ સં. ૧૨૨૯ થી ૧૨૩૨ સુધીમાં રચાો છે. આ નાટકમાં અણહિલપુરના વર્ણન સાથે, સહસલિંગ સરોવરનું વર્ણન નીચે પ્રમાણે આપેલું છે.
____एषा सुभ्रसरस्वतीसरिदिदं श्रीसिद्धभर्तुः सरः ।
चैतन्त्तन्वि बकस्थलं पृथुयशः स्तंभोऽयमभ्रंलिहः ॥ પ્રાણાવો નૃપને નિરુપમ: સુશોભિ સૌપાપUT - I
श्रोणिक्षोणिरियं श्रियां च नगरे द्रष्टव्यमस्मिन्न किम् ॥८॥ આ સુંદર સરસ્વતી, આ મહારાજાધિરાજ સિદ્ધરાજનું સરોવર, આ નાજુક પણ જેનો યશ વિસ્તૃત છે તેવું રમ્ય બકસ્થલ, વાદળાંને ટેકોઅ આપતો, સૂર્યના જેવી ઉપમા આપી શકાય તેવો, ઊંચો કીર્તિસ્તંભ, સુંદર શ્રોણી-હાર ધરાવતી શ્વેત ઉજ્જવલ બજારોની દુકાનો અને અનુપમ શ્રોણી પ્રદેશવાળી સ્ત્રીઓથી શોભતો રાજપ્રાસાદ, એવા અહર્નિશ લક્ષ્મીના ધામરૂપ, આ નગરમાં આથી બીજું શું જોવાનું હોય? ૮. સરસ્વતીપુરાણ
આ પુરાણ મુખ્યતઃ સહસલિંગસરોવરના વિગતવાર વર્ણન માટે જ રચાયું છે. પુરાણોના રચનાકાળ નિશ્ચિત હોતા નથી. કારણ પુરાણોના સર્જકો તેને અતિ પ્રાચીન મનાવવા માટે સર્જનકાળ જણાવતા જ નથી. આથી આ પુરાણ ક્યારે રચાયું હતું, તે જાણવા માટે નિશ્ચિયપૂર્વક તેનો રચનાકાળ આપી શકાય તેમ નથી. છતાં સિદ્ધરાજે બંધાવેલ, ગુજરાતના આ ભવ્ય મહાસાગરનું આવું તાદૃશ્ય ચિતાર રજૂ કરતું વર્ણન, બીજા કોઈ ગ્રંથમાંથી મળતું નથી. બીજું આ પુરાણનાં કેટલાંક ઐતિહાસિક વિદ્વાનો સંપૂર્ણતઃ આચાર્ય હેમચંદ્રના દ્વયાશ્રય” કાવ્ય સાથે નિકટનું સામ્ય ધરાવે છે. તેની વિગતવાર ચર્ચા મુંબઇના સુપ્રસિદ્ધ ગુજરાતી સાપ્તાહિકની ૫૧મી ભેટ મહારાજાધિાજના ખંડ-૩માં તુલાનાત્મક રીતે રજૂ કરી છે.