________________
યુગે યુગે પાટણની પ્રભુતા
દક્ષિણ છેડે આશરે ૪૮ મિટર વ્યાસવાળો, પરનાળના તળ કરતાં આશરે બે મિટર ઊંડો કૂવો બનાવવામાં આવ્યો છે. એ કૂવાની પૂર્વમાં બીજી આશરે ૧૪૫ મિટર લાંબી પરનાળ છે. તેને છેડે ત્રણ ગરનાળાં મૂકેલા છે. આ ગરનાળાં પરનાળની ઉપર આશરે ૬ મિટર ઊંચાઇ પર છે. આ ગરનાળામાંથી તળાવમાં પાણી ભરાતું.
ખોદેલા ભાગો :
૨૯૦
પાણીની પરનાળો તથા તળાવની પાળ પથ્થરો વડે મજબૂત બનાવી હતી. તેની પાછળ ઇંટો તથા માટીકામ હતું. ગરનાળાની ઉત્તરે આ પાળ આશરે ૨૨.૨૦ મિટર જઇને ત્યાંથી તે પૂર્વમાં ૫૬ મિટર જાય છે. ત્યાંથી તે દક્ષિણ તરફ વળે છે. આ પાળમાં વચ્ચે ઘાટ અને પ્રવેશદ્વાર છે. આ પ્રવેશદ્વાર પરના ઓતરંગ પણ ગણેશ કે કુંભને બદલે અરબી ભાષામાં લેખ છે. આ ઉત્તર દક્ષિણ દોડી પાળના સ ૨૮ દક્ષિણ છેડે એક પડથાર છે. અહીંથી ૩.૪૦ મિટર પહોળો એક પુલ તળાવમાં આશરે ૫૩.૬૦ મિટર જાય છે અને અહીં ૧૫.૬૦ X ૧૪.૮૦ની જગતી જોવામાં આવે છે. તેની બાજુઓ પર તળાવમાં ઉતરવાનાં પગથિયાં છે.
મુખ્ય પડથાર પૂર્વ તરફ જાય છે અને ત્યાંથી પાછો દક્ષિણ દિશામાં વળે છે. આ ખૂણો ૧૦૮૦
નો છે.
આ મુખ્ય ઉત્ખનન પછી તળાવની પાળ પાસે થયેલાં ઉત્ખનનોને લીધે આ રચના ઘણા લાંબા અંતર સુધી પાળે જતી લાગે છે.
પાણીની જાવક
સહસ્રલિંગ તળાવમાં જો વધારે પાણી ભરાઇ જાય તો તળાવને નુકસાન થાય તેથી વધારાનાં પાણીના નિકાલ માટે તળાવની દક્ષિણ બાજુએ તળાવનું પાણી બહાર કાઢવા માટે આશરે ૧૮ મિટર પહોળી પરનાળ બાંધી હતી. તેનો ૨૮ મિટર સુધીનો ભાગ દેખાય છે. બાકીનો ભાગ દટાયેલો છે. પરંતુ તેની પશ્ચિમે એક નાળું સરસ્વતી નદી સુધી જઇને આ પરનાળને સાંકળી લે છે. આ નાળું અને પરનાળ પાણી બહાર કાઢવાની વ્યવસ્થા છે. આજે આ નાળાના ઘણા ભાગો ખેતરોમાં આવી ગયા છે. ત્યાં તેની તપાસ કાળજીપૂર્વકનું અવલોકન માગી લે છે.
સહસલિંગનો આકાર :
સહસ્રલિંગ તળાવની પાળો, તેની આવકજાવકની પરનાળો વગેરેના અધ્યયન પરથી સહસ્રલિંગ તળાવના ઘાટ અથવા આકાર પરત્વે વિચારણા કરવાનો પ્રસંગ ઊભો થાય છે. જૂના લેખકોએ તેને વલય, વીણા વગેરેની આપેલી ઉપમા તે ગોળ હોવાનું સૂચન કરે છે. શ્રી રામલાલ મોદીએ તેને સમચોરસ ચીતરીને સારું અવલોકન કર્યું
હીરાનંદ શાસ્ત્રીના ઉત્ખનનમાં તળાવની પાળની બદલાતી દિશા ૧૦૮ ની દેખાઇ છે. તેમણે આ ફેફાર ધરતીકંપ કે એવા કોઇ કારણાનુસાર હોવાની સૂચના કરી છે. પરંતુ આ ખૂણો તથા રામલાલ મોદીનાં અવલોકનો તળાવ ગોળ હોવાની બાબત શંકા પેદા કરે છે.