________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૯૩
જે ચોતરો છે તેની પર એ મંદિર હશે એમ ત્યાંથી પ્રાપ્ત મંદિરના અવશેષો સૂચવે છે. તળાવનું બીજું કેન્દ્ર બકસ્થાન છે તેની પર પણ આ મંદિર હોવાનો સંભવ ગણાય. પરંતુ તેનાં પ્રમાણો બળવાન નથી કારણ કે ત્યાં હાલ રોજો છે. તેની નીચે જ્યાં સુધી ઉત્ખનન વગેરે ન થાય ત્યાં સુધી તે સ્થળ માટે નિર્ણય બંધાય નહીં.
કાલગણના :
સરસ્વતીપુરાણનાં તીર્થો આજે નાશ પામ્યાં છે. વિષ્ણુયાન, રુદ્રકૂપ વગેરે સાદાં મૂર્તિરહિત છે તેથી સહસ્રલિંગના આ અવશેષો ખરેખર સોલંકીકાળના છે કે કેમ ? એવો સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય. તેની કેટલીક ચર્ચા અત્રે કરી છે.
સહસ્રલિંગ તળાવ દુર્લભરાજે અગિયારમી સદીની પ્રથમ પચીસીમાં તૈયાર કર્યું. પણ સો વર્ષમાં તે સૂકાઇ ગયું હતું તેથી સિદ્ધરાજે તેમાં પાણી રહે તે માટે ઘણો જીર્ણોદ્ધાર કર્યો. ઉપલબ્ધ પુરાવાઓ પ્રમાણે માલવાથી આવ્યા પછી સિદ્ધરાજે ઇ.સ. ૧૧૩૫-૩૬ પછી અર્થાત તેની આશરે ૫૮ વર્ષની ઉંમરે આ કામ કરાવ્યું. સિદ્ધરાજ ૧૧૪૩માં એટલે કે આ કામ શરૂ કરાવીને સાત, આઠ વર્ષે મરણ પામ્યો તેથી તેનું સહસ્રલિંગના જીર્ણોદ્ધારનું કામ સાત વર્ષમાં પૂરું થયું હોવું જોઇએ.
આ ઝડપી કામ માટે આશરે ૪૨,૦૬,૫૦૦ ઘન મિટર જમીન ખોદવી, ૨ મિટરX૩૦ સેન્ટી × ૩૦ સેન્ટીના ૩૬,00 પથ્થરો લાવવા, પાળ માટે ઇંટો બનાવવી ઇત્યાદિ કામ માટેનું આયોજન ઘણી વ્યવસ્થાશક્તિ માગી લે છે. તેની સાથે સાથે મંદિરો બાંધવા માટેના પથ્થરો ઘડવા અને તે મંદિરો ઊભાં કરવાં એ તમામ કાર્યો માટે વારિગ્રહકરણ જેવાં ખાતાંએ જહેમતપૂર્વક કામ કરવું પડ્યું હશે. આ કામ પૂર્ણ થયા પછી પણ તળાવનું તળ પાકું ન થાય ત્યાં સુધી તમાં પાણી નહીં રહેતું હોય. આવી સ્થિતિમાં માયાના બલિદાન જેવી વાતો સર્જાવાનું ઉત્તમ વાતાવરણ રહે.
તદુપરાંત સિદ્ધરાજ અને જસમા ઓડણની વાત પણ આ મોટી વ્યવસ્થામાં અયોગ્ય લાગે છે કારણ કે રાજા તેના વારિગ્રહકરણાધિકારી સાથે ચર્ચાવિચારણા કરે અને ખોદકામ કરનાર ઓડ સાથે પરિચયમાં ન આવે એ સંભવ વધુ સત્યનિષ્ઠ હોવાનું અનુમાન થાય છે.
આ આખું બાંધકામ થયા પછી તળાવ ક્યાં સુધી જીવતું રહ્યું હશે ? એ પ્રશ્ન થાય. વિષ્ણુયાન, રુદ્રકૂપ પ્રાચીસરસ્વતી અને વેણીનું અવલોકન કરતાં અને ધોળકાના રુદ્રપ સાથે સરખાવતાં પાટણનું કામ મૂર્તિવિહોણું દેખાય છે. તળાવના ઘાટ પર આવેલા ઓતરંગ પર અરબી લેખ છે. તૂટેલા મંદિરના અવશેષો પાળમાં ગમે તેમ વાપરેલા છે. આ બધા પુરાવાઓ જીર્ણોદ્ધાર સૂચવે છે અને પૂરાઇ ગયેલા તળાવનું સૂચન કરે છે.
તળાવનો જીર્ણોદ્ધાર કરતી વખતે થયેલાં ખોદકામની માટી અસ્તિત્વ ધરાવતી પાળ પર નાખવામાં આવી છે. તળાવની મૂર્તિઓ સાફ કરી નાખી છે, તેમાં તોડફોડ થઇ છે તે બધા પુરાવાઓ સહસ્રલિંગનો જીર્ણોદ્ધાર ચૌદ કે પંદરમી સદીમાં થયાનું સૂચન કરે છે. પંદરમી સદીમાં ગુજરાતના સુલતાોંએ આવું ઘણું કામ કર્યું છે અને તેથી તેમણે આ કામ કર્યું હોવાનો સંભવ છે.
તળાવનો જીર્ણોદ્ધાર થાય પછી તેનો ઉપયોગ થતો રહ્યો તે વખતે વપરાતાં ઓપ ચઢાવેલાં