________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૯૮
સાંજ સવારે પૂજીએ તો આપો સુખ અપાર જેને તે પાટે ચાર દીકરા, તેતો તે ઘન અવતાર
શારે વહુઓ પાયે પઠે, જો પૂજ્યા હોય છેવરાજ નાગરાણીઓના પાપડના ગીતો, રન્નાદે ખૂંદતી વેળાના ગીતો, રાંદલને કૂવામાં નાખવા જતી વખતે હીંડતા હીંડતા ગવાતા ગીતો, નીચ વરણના લગ્નગીતો, સલોકા, ફટાણાં, પિતા-પુત્ર સાંભળીને ચર્ચા કરતા. વરરાજાને રાજાના કુંવર સાથે સરખાવીને સ્ત્રીઓ ગીતમાં ગાયું છે કે
માંડવે તે ઊભો વ૨ પાન ચાલે, જે દીસે તે પાઢણ રાય રે
પાત તે સરખો તે પાતળો વ૨, ફૂલ તે સરખો ફૂ૮ઠો રન્નાદેના ગીતોમાં હાસ્યરસ છે, તે હલકો છે તેથી સારા માણસને એ નાચ કરાવતો ગમતો નથી. સ્ત્રી જાતિ સંબંધી આ દેશની સ્ત્રીઓના વિચાર ઉચ્ચ છે. એક પર બીજી પરણાવવાની રીતની સાસુ-વહુની લડાઇની એમાં મશ્કરી છે. તેવા ગીતોનું એકાદ દ્રષ્ટાંત જોઈએ તો.
તમ વિના સુના મંદિર, માળિયાની માછલી જી રે : તમ વિના સુનો શણગાર, મંદિર માળિયાની માછલી જી રે
હા હાં રે કે જેઠાભાઈ બેઠા છે, હાં હાં રે કે વાંમા વહુ પાન લાવે ? હાં હાં રે કે લાવતા વાર લાગી હાં હાં રે કે સોટીઓ સાત મારી હાં હાં રે કે તમાશા ત્રણ માર્યા હાં હાં રે કે સાહેબ શા માટે ?
હાં હાં રે કે વાર લાગી તે માટે ? ગીતમાં અબળા જાતિ ઉપર થતા પહારો જોઈ કુંવર કોધે ભરાતાં રાજા સમજાવે છે કે આ તો મશ્કરી છે. પણ એ અવલોકન કરવાનું છે કે જેવા લોકોના સ્વભાવ તેવા તેમના વિચાર તેવી તેમની ગાળ.
પાટણની બીજી ઉતરતી જ્ઞાતિઓ જોગીનાં કે અન્ય ગીતોમાં નઠારી અને અનીતિના સંબંધોની મશ્કરી પ્રગટે છે. એ ગીતોને મા-માસી-, સાસુ-નણંદ લ્હાવો ગણે છે. એવા અનેક દ્રષ્ટાંતો મળે છે.
પાટણની પ્રાચીન કળા ખાસ તો પટોળા સ્ત્રીઓના હૃદયમાં કેવા વણાઇ ગયા છે તેને પ્રગટ કરતાં ગીતો પણ મળે છે.