________________
યુગે યુગે પાટણની પ્રભુતા
તત્રાવત્તિ..
.વંશવઃ ॥ ૪૨૨ ॥
ત્યાં અણુમાત્ર સુવર્ણ પણ બ્રાહ્મણને દાનમાં આપે તો, સોનાનો મેરુ આપ્યા સમાન પુણ્ય થાય છે, તેમાં સંશય નહિ. ૪૨૧
પ્રાણિનો.
.ગળનાયા: || ૪ ||
આ રુદ્રકૂપમાંથી જે પ્રાણીઓ તૃષા છિપાવવા જલપાન કરે છે, તેઓ પણ પાપથી વિમુક્ત બની ગણનાયક બને છે. ૪૨૨ ય: ચિત્ . પિતૃનુદ્દિશ્ય...
૩૧૭
..મધુસર્પિી ॥ ૪૨૩ । વિવું તથા ॥ ૪૨૪૫
જે કોઇ કૃષ્ણપક્ષમાં રુદ્રકૂપ પાસે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરી, બ્રાહ્મણોને પાયસ, (દૂધપાક) મધ, ઘી વગેરે આપે છે, તેના પિતૃઓ નરકમાં હોય કે સ્વર્ગમાં હોય તો પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૪૨૩-૨૪
4
तत्र दानानि..
.ગૃહાનિ હૈં ॥ ૪ ॥
ત્યાં પિતૃઓને ઉદ્દેશી ગાય, તલ, સુવર્ણ, પૃથ્વી, વસ્ત્ર, અને ઘરનાં દાનો (બ્રાહ્મણોને) આપવાં. ૪૨૫
અથ જિ..
ભવેત્ ॥ ૪૨૮ ।।
બહુ કહેવાથી શું ? રુદ્રકુપમાં જે કાંઇ સ્નાનાદિક કરવામાં આવે છે, તે અનંત પુણ્યને આપનારાં થાય છે. ૪૨૮
બ્રહ્મડે..
.માવિતાત્મનામ્ ॥ ૪૨૬ ॥
બ્રહ્મકુંડમાં વિષ્ણુયાનમાં અને રુદ્રકૂપમાં (સ્નાન તથા દાન કરવાથી) શ્રદ્ધાળુ પુરુષોને દસ દસ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૪૨૯
॥ रुद्रकूपमाहात्म्य समाप्त ॥ सरस्वतीपुराण सर्ग. १५
રુદ્રકૂપ મહાત્મ્ય સમાપ્ત, સરસ્વતીપુરાણ, સર્ગ ૧૫
રુદ્રકૂપમાંથી સરસ્વતીનો પ્રવાહ એક મજબુત, પત્થરોથી બાંધેલી ૪૫૦ ફૂટ લાંબી નહેર દ્વારા સરોવરમાં જાય છે. શાસ્ત્રકારો પશ્ચિમથી પૂર્વમાં જતા નદીઓના પ્રવાહને, પ્રાચી તરીકે ઓળખાવે છે. તે માન્યતાને અનુલક્ષી સરસ્વતીપુરાણકારે, આ નહેરના પ્રવાહને પ્રાચી સરસ્વતી તરીકે ઓળખાવ્યો છે. કારણ રુદ્રકૂપમાંથી તે પ્રવાહ પૂર્વ તરફ જાય છે. આ નહેર સ્થાપત્યશાસ્ત્રનો વિરલ નમૂનો છે, તેમાં ઉતરવા પગથિયાં પણ બનાવેલ છે. આ પ્રાચી સરસ્વતીનું મહાત્મ્ય, અહીં પુરાણકારે જણાવ્યા પ્રમાણે રજૂ કરવામાં આવે છે.