________________
૩પ૭
યુગે યુગે પાટણની પ્રભુતા (૮૩) મિસ્ત્રી, શિવલાલ ઉગરચંદ
શિલ્પશાસ્ત્રમાં પ્રવિણતા. કલાભવન, વડોદરામાં સેવા આપી. શિલ્પશાસ્ત્રીય ગણિતનો પરિચાયક ગ્રંથ “ગણિતસાર'ની રચના. (૮૪) મુકુંદાયન સ્વામી (૧૮૪૦-2)
- મૂળનામ : ઇશ્વરલાલ મહીપતરાય. નાગર ગૃહસ્થ. કૃતિઓ : મંત્રી રામાયણ (ગુજરાતી), શંકરાચાર્યનું શ્લોકબધ્ધ જીવનચરિત્ર (સંસ્કૃત). (૮૫) મોદી રામલાલ ચુનીલાલ (૧૮૮૯-૧૯૪૮)
નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. દસા વાયડા વણિક. પાટણ હાઇસ્કૂલમાં નિવૃત્તિપર્યત સેવાઓ આપી. અવસાન ઃ રાજકોટ. પ્રાચીન ગુજરાતી સાહિત્ય તથા પાટણના ઇતિહાસ-પુરાતત્ત્વ વિષયક ૧૫૦ સંશોધનાત્મક અને વિદ્વતાપૂર્ણ લેખો તથા ૧૨ પુસ્તકોના લેખન દ્વારા ગુજરાતની અને વિશેષત: પાટણની મોટી સેવા કરી છે. તેમના મૌલિક અને આધારપૂર્ણ તાર્કિક લેખો દ્વારા ગુજરાતના સંશોધનને એક નવી દિશા સાંપડી છે. તત્કાલીન સમયમાં ઉપલબ્ધ ટાંચા સાધનો હોવા છતાં જે આંતરસુઝ અને ધ્યેયનિષ્ઠાથી કામ કર્યું છે તે અદ્વિતીય છે. તેમની વિદ્વતાની મુનિ પુણ્યવિજયજી, બ.ક.ઠાકોર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ, ભોગીલાલ સાંડેસરા વગેરેએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. કૃતિઓ : પાટણ સિદ્ધપુરનો પ્રવાસ, વાયડા જ્ઞાતિનો પ્રાચીન વૃત્તાંત, ભાલણ, ભાલણ કૃત બે નળાખ્યાન, મુઘલ રાજ્યવહીવટ, ભાલણ ઉદ્ધવ અને ભીમ, પાટણ પરિચય (ડાહ્યાલાલ મોહનલાલ શાહના સહ કતૃત્વમાં), સ્વ. રામલાલ ચુનીલાલ મોદીલેખ સંગ્રહ, ૨-ભાગ. સંસ્કૃત દ્વયાશ્રયકાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ) (નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા કૃતિ), વાયુ પુરાણ (વાયડા બ્રાહ્મણવણિક જ્ઞાતિનું, મૂળપાઠ ભાષાન્તર સહિત) વિષ્ણુદાસ ભાલણ અને શિવદાસ કૃત જાલંધર આખ્યાન. વાયડામિત્ર માસિકનું સંપાદન. પ્રથમ લેખ ફક્ત ૨૦ વર્ષની વયે ૧૯૦૯ ના મે માસના બુદ્ધિપ્રકાશ'માં પ્રકાશિત. પુસ્તકાલય પ્રવૃત્તિમાં વિશેષ રસ,ભાલણ કૃત નળાખ્યાનના સંશોધન માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ૧૦૦ રૂ. નું પારિતોષિક મેળવેલ. તેમના લેખોનું મૂલ્યાંકન કરતાં ડૉ. સાંડેસરાએ નોંધ્યું છે કે તેમનો પ્રત્યેક લેખ પુરાતત્વના ક્ષેત્રમાં કોઇને કોઇ પ્રકારના મૌલિક ચિંતનનો નમૂનો છે. એમ કહેવામાં અત્યુક્તિ નથી કેટલાક લેખોમાંના વિધાનો કે અનુમાનો હવે સ્વીકાર્ય થાય કે ન થાય, તો પણ લેખકનું માનસ સત્યની શોધ માટેનો જે બુધ્ધિયુક્ત પુરુષાર્થ કરે છે એ માટે માન થયા વિના રહેતું નથી.” (૮૬) મંગળચંદ લલ્લચંદ
અગ્રણી જૈન સમાજ સેવક, વ્યાપાર અર્થે કલકત્તા નિવાસ. ચારુપમાં થયેલ જૈન-જૈનેતરો વચ્ચેના કેસને ઐતિહાસિક રીતે નિરુપણ કરતો ગ્રંથ 'ચારુપનું અવલોકન' પ્રકાશિત. (૮૭) રાવલ, દશરથલાલ ગંગારામ
કેશરી ચરિત્ર, સિદ્ધરાજ જયસિંહ અને જગદેવ પરમાર નાટકનું પ્રકાશન.