________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૫૪ ઉલ્લાધરાધવ એક અધ્યયન (૧૮૮૯), કીર્તિ કૌમુદી મહાકાવ્ય : એક પરિશીલન (૧૯૮૬) સુરથોત્સવ : એક અનુશીલન (૧૯૮૪) સાહિત્ય જગતના ચરણે ધરી છે. ઉપરાંત ૩૦ સંશોધન લેખો વિવિધ પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત કર્યા છે. તેમના એક સંશોધન લેખને હરિદાસ ગોકાણી સુવર્ણચંદ્રક એનાયત થયેલ. ભો.જે. વિધાભવનની હસ્તપ્રતોનું વિવરણાત્મક સૂચિપત્ર પણ તેમણે તૈયાર કર્યું છે. (૬૯) ભાટિયા, કાલિદાસ ભગવાનદાસ (૧૯૦૦-૧૯૭૫)
ભક્તકવિ, ગુરૂ ત્રિકમલાલજી મહારાજ. તેમની કૃતિઓ જ્ઞાન, ભક્તિનીતિ અને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. કવિને પ્રાણલાલ દેવકરણ (દનાબેંકવાળા) તરફથી ભારે ઉત્તેજન સાંપડેલ. કૃતિઓ : ભજનામૃત ૫-ભાગ (પાટણ), ગરીબીઓ તથા વિવિધ કાવ્યો (પાટણ, ૧૯૪૭) તથા આધ્યાત્મિક ધાર્મિક પધગ્રંથ સદગૃહસ્થોના પરિચય સહિત, બીજી આવૃતિ. (પાટણ, ૧૯૫૯). (૭૦) ભાનુવિજયજી મહારાજ મુનિશ્રી (૧૯૩૧).
જન્મ : પુના, કર્મભૂમિઃ પાટણ, ૧૨ વર્ષની વયે માતા-પિતાની સાથે દીક્ષા. ગુરૂઃ પ્રભાવવિજયજી મહારાજ સાહેબ. પૂર્વભવના સંસ્કારો અને વિધા-અભ્યાસમાં વિશેષ રુચિના પરિણામે ધર્મશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી પારંગત થયા. ૧૭ વર્ષની વયે ધર્મશાસ્ત્રો ઉપર જાહેર પ્રવચનો આપવાનો પ્રારંભ કર્યો અને બાલમુનિ તરીકે ખ્યાતિ પામ્યા ૩૫ વર્ષની વયે જૈનાચાર્યનું પદ મળે તેવા સંજોગો પ્રાપ્ત થયા હતા, પરંતુ પોતાના જ્ઞાન અને શાસ્ત્ર અભ્યાસનો લાભ સમાજની દરેક વ્યક્તિને મળે તે હેતુસર પંથના વાડામાંથી બહાર નીકળ્યા. ૧૯૬૬માં પાટણ પાસે સર્વમંગલ આશ્રમ, સાગોડિયાની સ્થાપના. ૧૯૬૮ થી પાટણમાં ચાતુર્માસ દરમ્યાન વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનો આપવાનું ચાલુ કર્યું, જે આજે પણ ચાલુ છે. પાટણ ઉપરાંત આજુબાજુના શહેરોમાં તેમનાં જાહેર પ્રવચનો યોજવામાં આવે છે, જેનો લાભ ધર્મપ્રેમી પ્રજા લે છે. પૂજ્ય ગુરુજીને સાંભળવા એ એક લ્હાવો છે. તેમની જ્ઞાનધારા અવિરતપણે વહેતી રહે છે. તેમના પ્રવચનોને ગ્રંથસ્થ કરવાનું ભગીરથ કાર્ય શ્રી પુરષોત્તમદાસ શાહ અને શ્રી મધુભાઇ સોની દ્વારા કરવામાં આવ્યું છે, પરિણામ સ્વરૂપે ગુરુજીમાં ૨૦ જેટલાં પુસ્તકોનું પ્રકાશન થયું છે. પ્રમુખ કૃતિઓ ઇશાવાસ્ય ઉપનિષદ, નારદ ભક્તિસૂત્ર (૧૯૮૭), ભગવાન શ્રી કૃષ્ણ (૧૯૯૩), મીરાંની વાણી (૧૯૯૨), શ્રી પાતંજલ યોગદર્શન સૂત્રો, સ્થિતપ્રજ્ઞ (૧૯૭૯), ધન્યો ગૃહસ્થાશ્રમ (૧૯૯૫), તત્વચિંતન (૧૯૮૩), પ્રેમલક્ષણા ભક્તિ (૧૯૯૩), શ્રીકૃષ્ણ : શરણમ મમ (૧૯૯૮) વગેરે. (૭૧) ભોગીલાલ રતનચંદ
શીઘ્રકવિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત. કાવ્ય કોહિનૂર’ ગ્રંથ રચના. (૭૨) ભોજક, અમૃતલાલ મોહનલાલ (૧૯૧૪-૧૯૯૯)
હસ્તપ્રતવિઘા, લિપિશાસ્ત્ર અને જૈન આગમ સાહિત્યના મર્મજ્ઞ પંડિત. અભ્યાસ માત્ર ૭ . ધોરણ સુધીનો પરંતુ મુનિ પુણ્યવિજયજી સાથેના લાંબા સહવાસ અને ઉધમથી પંડિત' પદવીથી વિભૂષિત થયા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઇ દ્વારા પ્રકાશિત જૈન આગમોની સંશોધિત આવૃત્તિ