________________
યુગે યુગે પાટણની પ્રભુતા
३४४ સમાયિકોમાં પ્રકાશિત થયેલ છે. “કુમાર” દ્વારા ચાલતી “બુધકવિસભા' પ્રવૃત્તિમાં તેમણે નોંધપાત્ર ફાળો આપેલી. કૃતિઓ : કાવ્યસંગ્રહ “કવચિત્' (૧૯૬૫) તથા “સંનિવાસ” (૧૯૮૫). (૨૫) ત્રિવેદી, બકુલ
દિલીપ પંચાલના સદકર્તૃત્વમાં જ્યોતિષ સાગર” (૨૦૦૧)ની રચના. (૨૬) ત્રિવેદી, મનુભાઈ પાટકર
પાટણના વતની શ્રી મનુભાઈ ત્રિવેદી પી.ડબલ્યુ.ડી.માં નોકરી કરતા હતા. સાથે સાથે સાહિત્યમાં રસ હોવાને કારણે તેમણે પાટણકર' ઉપનામ હેઠળ કેટલીક ટૂંકી વાર્તાઓનું પ્રકાશન કરેલ છે. આ ઉપરાંત કેટલીક હિન્દી રચનાઓનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરેલ છે. (૨૭) દવે, કનૈયાલાલ ભાઇશંકર (૧૯૦૭-૧૯૬૯)
ઇતિહાસ, પુરાતત્ત્વ, સંસ્કૃત, મૂર્તિવિધાન તથા કર્મકાંડના પ્રખર અભ્યાસી વિદ્વાન તરીકે પ્રસિદ્ધ, દ્વારકાના શંકરાચાર્ય અભિનવસચ્ચિદાનંદ મહરાજ દ્વારા કર્મકાંડ વિશારદ' ની ઉપાધિથી વિભૂષિત. તેમની ખ્યાતનામ કૃતિઓ પૈકી અંબિકા, કુંભારિયા અને કોટેશ્વર (૧૯૬૩) ગુજરાતનું મૂર્તિવિધાન (૧૯૬૩), સરસ્વતી પુરાણ (૧૯૪૦), સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય (૧૯૮૩), સિદ્ધરસ સહસલિંગનો ઇતિહાસ, પાટણ (૧૯૭૬) પાટણનાં સ્થળનામો (૧૯૬૦), વડનગર (૧૯૩૭) વગેરે વિશેષ પ્રસિદ્ધ છે. (૨૮) દવે, ચંપકલાલ મોહનલાલ (૧૯૦૨-૧૯૬૦).
વેદપાઠી, ધર્મ અને દર્શન વિષયક થોડાંક પુસ્તકોની રચના કરી છે. (૨૯) દવે, જગદીશ વી. (૧૯૪૪)
જન્મ : અમદાવાદ, વતન : જૂનાગઢ, કર્મભૂમિ : પાટણ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં અંગ્રેજી અનુસ્નાતક વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે ૧૯૯૪ થી સેવા આપી રહ્યા છે. અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડૉ. ચિતાનંદના માર્ગદર્શન હેઠળ થોમસ હાડ ઉપર શોધપ્રબંધ રજૂ કરી ૧૯૮૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી Ph.D. ની ઉપાધિ મેળવી. ઇતિહાસ અને ભારતીય દર્શનશાસ્ત્રમાં વિશેષ રસ અને રુચિ. ગાંધીદર્શન ઉપર તેમનું મૌલિક ચિંતન દિશાપ્રેરક તથા . S4414-14 Reje). [24] : Human Predicament in Hardy's Novel (London: Macmillan, 1985). Genious of John Keats (1998) ed. આ ઉપરાંત ૨૦ શોધપત્રોનું પ્રકાશન. (૩૦) દવે, મણિલાલ માધવલાલ
B.A. સંનિષ્ઠ શિક્ષક અને સમાજસેવક. ઉત્તર ગુજરાત યુવક મંડળ, પાટણના આજીવન મંત્રી તરીકે સેવાઓ આપી. ડૉ. પંડયા અભ્યાસ ગૃહની સ્થાપના અને સંચાલનમાં નોંધપાત્ર ભૂમિકા અદા કરી. ‘હિન્દુસ્તાનનો પ્રાચીન ઇતિહાસ” નામક ગ્રંથની રચના.