________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૫૧
પુસ્તકોનું સંપાદન કર્યું છે. શ્રી મહાવીર જૈન વિધાલય, મુંબઇ દ્વારા પ્રકાશિત જૈન આગમોની ચિકિત્સક - આવૃતિ એ મુનિ ભગવંતનું યશોદાયી કાર્ય છે. તેમનો મૌલિક ગ્રંથ ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' આ વિષયોને એક દસ્તાવેજી અને બહુમુલ્યવાન ગ્રંથ છે. પૂજ્ય મુનિશ્રીની પ્રેરણાના પરિપાક રૂપે જ શેઠશ્રી કસ્તુરભાઇએ લા.દ. ભારતીય વિધામંદિર (૧૯૫૪) ની સ્થાપના કરી હતી. (૫૯) પ્રજાપતિ, બચુભાઇ મોહનલાલ
વતન : પાટણ, અભ્યાસ ઃ ૧૯૫૫માં લેવાયેલ S.S.C.E. ની પરીક્ષામાં મહેસાણા જિલ્લામાં ૭૨% મેળવી પ્રથમ નંબરે ઉત્તીર્ણ. બી.એ., એલ.એલ.બી., ધંધાર્થે મુંબઇ સ્થિત થયેલ છે. આર.એસ.એસ.ના પ્રખર સમર્થક. અતિકઠિન ગણાતી ‘કૈલાસ માનસરોવર’ની યાત્રા ત્રણ વાર કરી. આ પ્રવાસના નીચોડરૂપ આ વિષયક પુસ્તક “કૈલાસ માનસ સરોવર'ની અલૌકિક યાત્રા (૧૯૯૭) પ્રકાશિત. તેમણે શૂન્યમાંથી સર્જન કરી સામાજિક-આર્થિક-ધાર્મિક ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે નવ વખત કૈલાસ માનસરોવરની યાત્રા કરી છે. (૬૦) પ્રજાપતિ, અંબાલાલ મોતીલાલ (૧૯૪૦)
M.A., Ph.D. વતન : માલોસણ (તા.વિજાપુર). કર્મભૂમિ : પાટણ. પિલવાઇ કોલેજમાં ૧૯૬૪-૯૪ સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવાઓ આપી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે જોડાયા. ૧૯૯૮ થી સંસ્કૃત અનુસ્નાતક વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ કેટલાક વિધાર્થીઓએ M.Phil અને Ph.D. ની ઉપાધિ મેળવી છે, તેઓ વિદ્વાન અધ્યાપક અને સૌજન્યશીલ સારસ્વત તરીકે જાણીતા છે. કૃતિઓ : ૧૫ ગ્રંથોનું પ્રકાશન. કાવ્ય પ્રકાશ (૧૯૯૮) મહાકવિ માધ (૧૯૯૮), કાવ્યશાસ્ત્ર પ્રદીપિકા (૧૯૯૬), ભારતીય સાહિત્યશાસ્ત્રમાં અભિધા વિચાર વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત ૨૦ સંશોધન લેખો પ્રકાશિત. (૬૧) પ્રજાપતિ, બાબુલાલ અંબારામ (૧૯૫૬)
M.Com., Ph.D., PG. Diploma in Financial Management, C.F.A. (Hyderabad) વતન ઃ સેવાળા, (તા.ચાણસ્મા), કર્મભૂમિ-નિવાસ ઃ પાટણ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એસ.કે.સ્કૂલ ઓફ બિઝનેશ મેનેજમેન્ટના સ્થાપનાકાળ (૧૯૯૬) થી પ્રોફેસર અને નિયામક તરીકે કાર્યરત. એક તેજસ્વી પ્રતિભાસંપન્ન અધ્યાપક તથા કુશળ પ્રશાસક કૃતિઓ : સ્ટ્રેટેઝીક મેનેજમેન્ટ (૧૯૯૮), IGNOU, New Delhi દ્વારા તૈયાર કરવામાં આવેલ M.B.A. ના કોર્સ મટિરિયલ્સમાં તેમનાં બે અધિકરણોનો સમાવેશ. આ ઉપરાંત ૧૫ સંશોધન લેખો પ્રકાશિત. ૬ રિસર્ચ પ્રોજેક્ટની સફળ કામગીરી AIMS દ્વારા ૧ કેસ સ્ટડી પુરસ્કૃત થતાં રૂા. ર000નું રોકડ પારિતોષિક મેળવેલ છે. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે સેવાઓ આપી રહ્યા છે. (૬૨) પ્રજાપતિ મણિભાઇ (૧૯૪૭)
M.A., (હિન્દી/સંસ્કૃત), MA. (ગ્રંથાલયશાસ્ત્ર, ઇંગ્લેન્ડ). જન્મ : ચાણસ્મા, વતન : અલોડા, કર્મભૂમિઃ પાટણ. ભારત સરકાર દ્વારા ગ્રંથાલયશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. સંપાદિત કૃતિઓ : Bibliographic Survey of catalogue of Indian languages