________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૦૩ • પરંપરાથી જ જનસમાજના હૈયામાં સિધ્ધરાજ જસમા ઓડણનો રાસડો એવો તો હિલોળા લે છે કે ગુજરાતના મલક મલકે તેના પાઠાંતરો મળે છે. મેઘાણી એ જ જસમા ઓડણના જુદાજુદા રાસ સંગ્રહિત કર્યા છે તેમાંનો એક ખંડિત વસ્તુ વગરનો રાસડો જોઇએ તો
પાછલી પરોઢની રાત, રાણીએ રાજાને જાઠિયો ઉઠ રાજા પોઢતો જામ, પાણી વિતા પોશ મરે બળ્યો તારો પાટણ દેશ, પાણી વિના પોરા મરે રૂઠો મારો શોરઠ દેશ, સાવજડાં સેજળ પીએ
હેઠાલો રેઘમલ ભાણેજ, ઓઠોને લખી કાગળ મોકલે રાણી ઊંઘતા રાજાને જગાડી તળાવ ગળાવવા કહે છે. રાજા ભાણેજ દુધમલને તેડાવી અર્ધા લાખ
ઓડ અને લાખ ઓડણ બોલાવવા કાગળ લખાવે છે. એ કાગળ લઈ ભાણેજ વાગડ જઈ ગોવાળ ચારણ-ભાટ વગેરેને પૂછતો પૂછતો જસમાને ઘેર આવ્યો. જસમાએ કાગળ જેઠ, સસરા વગેરેને બતાવે છે. તે પછીની ઘટના
ઘેલી જસમા, ઘેલું ન બોલ એ દેશે આપણ ન જઈએ
એ દેશના કુઠીલા લોક, કુઠીલા લખી કાદિ મોકલે કુટુંબીજનો તેને નઠારા દેશ ન જવા સલાહ આપે છે. તેમ છતાં જસમા તેના પતિ સાથે ઓડોની વણજાર લઈને આવી પહોંચી તે પછીની ઘટના.
રાજાને થઈ રે વઘાઈ, રાજાજી સામા આવીઆ
ઓઠો ને ગોંદરે ઉતાર, જસમા મહેલ મેઠી તણા. જસમાના રૂપથી મુગ્ધ થયેલા રાજાએ જસમાને મહેલમાં નિવાસ, ગાદલા, હિંડોળા, કમોદ, દહીં વગેરે આપવા તત્પરતા બતાવી પરંતુ જસમા તેનો અસ્વીકાર કરે છે.
મહોલે તારા કુંવરને બેસાઠ, અમારે ઓઠોને ભલા મોંદરા
ઓઠોને સાથરા નંખાવ, જસમાને હિંડોળે ખાટલા
હિંડોળે તારા કુંવ૨ને બેસાઠ, અમારે ઓઠોઠો ભલા સાથરા ગીતમાં આગળ રાજા એક પછી એક ચઢિયાતા પ્રલોભનો આપતો જ જાય છે. જશમાં તેનો ઉત્તર નકારમાં ઢાળે છે. હવે તળાવ ખોદવાની શરૂઆત થાય છે.
ઉગમણું મોઠ રે તળાવ, આથમણી મોઠ રે તળાવડી આછી શી રૂઠી આંબલિયાની છાય, રાજાએ તંબુ તાણિયા ઉગમણા વાયરા રે વાય, જસમાના છેઠા ફરૂકિયા જસમા માટી થોઠી રે લે, કેડોની લંક વળી જશે