________________
-
-
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૧૨ શૈવપંથ પાળે સહી, પરાક્રમી પ્રખ્યાત સિદઘપુર સુંદર ગામમાં, હતું શિવાલય જેહ મુળરાજે બંઘાવયું, પુરણ કીધું તેહ સંવત અઢયાર એકાણવે, કર્યો પૂરણ શિવામાળ
અણહીલવાડે તે પછી ખોદી સરોવર પાળ તે પછી આગળ આ જ રીતે જે ઘટના રજુ થાય છે તે જસમાના શાપથી પાણી સુકાઇ જવું, પાણી મેળવવા રાજનું પ્રાયશ્ચિત, ભાલદેશના ધોળકાથી બત્રીસ લક્ષણા માયાને લાવી નર બલિ ચઢાવવો તેના આધારે જે દુહા પ્રસિદ્ધ થયા તે
સતી તારીતા શાપથી, પેઠું જળ પાતાળ કપરો જળતો કાળ, તે મરતા બચાવ્યાં માયલા સઘરાજે શાળ્યો તને, ભરવા જળ ભરપુર તેં તન કીઘુ શકશુર, તરસ્યાં કાજે માયલા બળતાં તુજ શરીર, પાટણે પાણી થયું તારૂં રજ રૂઘર, મૂકી ગયો નહી મારવા
જે દિ હોમાણો માયવો, તે દિ ખળભળયું ગુજરાત કેટલાક છપ્પા પણ પ્રગટ થયા છે
પાટણ શહેરને પ્રથમ વખાણિયે
જૂની ગુજરાતની ભોમ જાણી સાક્ષાત સાળવો વ્યાં હોમાણો
સુતો દાતાર એ સોઠ તાણી સોરઠમાં પણ તેનો ઉલ્લેખ
માયા તારા વેશમાં, જોયા અપરંપાર પણ તું પેઠે મ૨ના૨, મીઢ તાલે મારવા
આ આખીયે “માયાવેલ” જ્યારે રાવણ હથ્થાવાળા કરૂણ આલાપોમાં ગાય છે ત્યારે એ ઇતિહાસની આખાય વાતાવરણમાં એક પ્રકારની હદયદ્રાવક ભીનાશ છવાઈ જાય છે. હરિજનો ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે એને સાંભળે છે.
આમ, ઐતિહાસિક નગરી પાટણ, એ સમયનું સમાજજીવન ધર્મ, સંસ્કૃતિ વગેરે આપણે જોઇ ગયા તે પ્રમાણે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોમાં એવું તો લોકજીભે ચઢી ગયું છે કે તે કદી ભૂંસાય તેમ નથી. એમાંય લોકહૈયાઓમાં જેમણે આદરનું સ્થાન મેળવ્યું છે તે સિધરાજ, સહસ્ત્રલિંગ,