________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૦૨ કુંભારાણા! આપણે સાહેબે જે દી સૃષ્ટિ ૨ચાલી રે જી, અષ્ટકુળ પર્વત નવકુળ નાગ, કુંભારાણા સતની દોરી મેઘઘારવે મરાઈ રે જી, કુંભારણા ! સઘરા જેસંગ જે દી સરોવર મળાવ્યા રે જી ' માંય પાણી રેય ન ઢાંક તમારા કુંભારાણા મેઘમાયાની ઈ માં કાયા હોમાણી રે જી પછી પાણી ભરે છે લખ પાણિયાર કુંભારાણા! સઘરા જેસંમે જે દી સરોવ૨ મેળાવ્યાં રે જી હે જી...સંત વિશ્વાસે સદાય મુનિવર સિધ્યા રે જી. કુંભારાણા! કાશીનો સંઘ જે દીદુવારકા હાવ્યો રે જી તે દી ટકો આપ્યો છે રોઈદાસ ચમાર કુંભારાણા પથ્થરની મૂરતિએ હાથ મરાયો રે જી. ૮કો લીઘો છે હાથો હાથ કુંભારાણા! પોકરણ ગઢમાં જે દી'રામદેવ સિધ્યા રે જી સાથે સિધ્યાં છે ઠાલી બાઈ મેઘવાળ કુંભારાણા! સમાઘ ખોદાવી ચૂઠી ચાંદલો કાઢીઓ ૨ જી
એણે પરશો પુર્યો અમદેવ દરબાર" • જનહિત માટે જેમણે જેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા એવા સંતોને યાદ કરી ભજન આગળ ગવાય છે.
જ કથાગીતોમાં પ્રગટ થતાં પાટણના ઐતિહાસિકતાના અંશો :
રાસડા' એ લોકસાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તે પ્રમાણમાં લાંબા છે. એક પછી એક ઘટના આવ્યે જ જાય છે. તેમાં કોઇ સતી, શુરવીર, પ્રેમી કે ભકતની ઐતિહાસિક સામાજિક કે ધાર્મિક દંતકથાત્મક કથા ગીત રૂપે આલેખાય છે. આ રાસડા ગોળ કુંડાળે સ્ત્રીઓ કે સ્ત્રી-પુરૂષો સાથે ગાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનમાં પણ ઉલ્લેખ કરે છે કે ચંડષ્યિ - માઇ.....: આમ ‘રાસક” રાસડાની પરંપરા ઘણી જૂની છે. તે કાળથી જ રાસડો ગવાતો કે રમાતો આવે છે.
પાટણ અને સહસ્ત્રલિંગ તળાવ એ તો માત્ર ગુજરાત પુરતું સિમિત ન રહેતાં અન્ય રાષ્ટ્રોના સીમાડાઓ પણ હવે તો વટાવી ચુક્યું છે. સધરા જેસંગ જસમા ઓડણ અને માયો એ ત્રણ પાત્રો વિશે દેવશંકર મહેતા નોંધતા કહે છે કે, હજાર હજાર વર્ષથી ગુજરાતના દરેક જણના હૃદયમાં ઉજ્જવળ રીતે રમી રહેલા પાત્રો છે. ભલે એ કિંવદંતી હોય પણ એ પણ એક ઈતિહાસ છે અને એ કોણ નથી જાણતું કે કિંવદંતીઓ અને લોકકથાઓથી જે ઇતિહાસ રચાયા છે, ઇતિહાસ લખાય છે. ઇતિહાસ , ત્યારે જ સચવાય છે કે જ્યારે કિંવદંતીઓ, લોકકથાઓ, લોકગાથાઓ કે લોકગીતો જનજનના હૈયામાં અને ગળામાં સંગ્રહાયા હોય."