________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૦૫
કોઇ આધાર નથી. હસુ યાજ્ઞિક નોંધે છે તેમાં ક્યારેક કોઇ એક રાજ્યના ભાટ ચારણ દ્વારા અન્ય પ્રતિસ્પર્ધી રાજ્યના રાજાને ઉતારી પાડવા માટે કોઇ પ્રચલિત અન્ય સ્ત્રોતની કથાને તે રાજા સાથે સાંકળવામાં પણ આવે છે. સિધ્ધરાજ સાથે એ રીતે જ રાણકની કથા સંકળાઇ હોવાનો સંભવ લાગે. રાણકની કથાનું સામ્ય ભોજનપુરીની સોરઠની કથા સાથે છે.૧૯
સિધ્ધરાજનો ભાટ કન્યા શોધવા નીકળ્યો છે ને રાણકનું રૂપ જોઇને માંગુ કર્યું.
ગરવી ગુજરાતને પાઢણ ભલું શોભતું રે તેનો મહિપત સોલંકી સિધ્ધરાજ જો
વનમાંથી સુંદર કન્યા સાંપડી રે લોલ તેનો ભા૮ કન્યા શોધવા આવિયો રે રાણક રૂપ-ગુણમાં દેવીનો અવતાર જો
વનમાંથી સુંદર કન્યા સાંપડી રે લોલ ભાટે સિધ્ધરાજને દીથી વઘામણી રે ૨ાજા સિધ્ધરાજને હઇએ હરખતા માય જો વનમાં સુંદર કન્યા સાંપડી રે લોલ
ગીતમાં આગળ ઉલ્લેખ થયો છે તે મુજબ હડમતે નાળિયેર સ્વીકારી પણ લીધું છે પણ બને છે એવું કે ફૂલવાડીમાં રાણક અને રા'ખેંગાર મળ્યાં અને પ્રેમમાં પડચાં. રાં'ખેંગારે ભાણેજ દેશળને માંગુ કરવા મોકલ્યો. હડમતે સિધ્ધરાજ સાથે સગાઇ થયાની વાત કરી. દેશળ ગુસ્સે થયો. તત્કાળ ખેંગાર સાથે રાણકનાં લગ્ન થયાં. એક વખત રાં’ખેંગારે ભાણેજ દેશળને દારૂ લઇને રાણક પાસે મોકલ્યો. દારૂના નશામાં મામી-ભાણેજ એક પથારીમાં સૂઈ ગયાં. આ જોતાં રાં'ખેંગાર ગુસ્સે થયો અને દેશળને કાઢી મૂક્યો. અપમાનિત દેશળે સિધ્ધરાજને ઉશ્કેર્યો.
વાતું જાણી સિધ્ધરાજ ક્રોધે ભર્યો રે તેણે મદ્ધ મિતાને ઘેરો ઘાલિયો જો
રાયે ઘોઠલાં ખેલાવ્યાં રે લોલ લઢતા શૂરા-બંકા, માજે રણ મેદાન રે મને બાર બાર વચ્સ ઘેરો ર્રાખયા જો
૨ાયે ઘોઠલાં ખેલવ્યાં રે લોલ
બાર બાર વર્ષના અંતે રાં’ખેંગાર મરાયો, સિધ્ધરાજ રાણક સાથે લગ્ન કરવાનું કહે છે. રાણક તેનો ઉત્તર વાળે છે કે, રાજા પરાણે પ્રીત કદાપિ ન થાય...
રાજા, પ્રીત પરાણે કદી નવ થાય
ફોમ૮ ફાંફા તું શીદ માર્ય જો
રાણક ચંઠાણી, જુનાણો ાંઠિયો રે લોલ