________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૦૯ વેશની રજુઆત થતાં પહેલાં વાંજિત્રકારો વાજિંત્રો વગાડે છે. અને તે પછી ગાયકો મોટે સાદે આવણું ગાય છે.
આવે રે આવે રઢિયાળ રે વેશ
જસમાને માથે ટોપલી રે આવે રે આવે કામણગારા વેશ
ઓઠાને હાથે ટોપલી રે આવણું ગવાયા પછી નાયક ચાચરમાં આવી એક પછી એક કવિતો બોલે છે પછી નાયક રંગલા વચ્ચે સંવાદો ચાલે છે. રંગલો : અરે ભાઈ નાયક ! તાયક : હેં ૨anલા! રંગલો : આ વેશ કોના કહીએ ? તાયક : ' આ વેશ ઓઠતા કહીએ..જશમા ઓઠણતા કહીએ...સતી જશમાતા કહીએ રંગલો : * એ વિશે વિગતે કહેવાતું સુચન કરે છે. નાયક : જો રંગલા સતી જશમાં પુરવ જનમમાં એક અપ્સરા હતી. રંગલો : અપછરા ? નાયક : હા, અને એક દ્રષિતું તપ ચલાવવાના દોષથી તે મનખ જાતમાં જામી રંગલો : એ વાત વિસ્તારીને કહોં. | તાયક : હે રંગલા, એ વાતનું સાંભળવાને બદલે નજરે જો
ત્યારબાદ રાજા અને ઋષિ વચ્ચેના સંવાદો આવે છે. ઋષિનું તપ છોડાવવા રાજા ઇન્દ્રના દરબારની અપ્સરાઓ બોલાવે છે. રૂપનું અભિમાન કરતી અપ્સરાઓને ઋષિ. દ્વારા શાપ મળે છે કે તારા રૂપ તો ઘણું હશે પણ પતિ કાળો કુબડો હશે. સામે અપ્સરા પણ ઋષિને શાપ આપે છે કે તમે જ મારા એ કાળા કુબડા પતિ થજો. બંને ઓડોને ત્યાં જન્મ લઇ શાપ સાચા ઠેરવે છે. એટલામાં જ સિદ્ધરાજ જયસિંહનો બારોટ રસ્તો શોધતો આવી ચઢે છે. કાળા રૂડિઆને જોઇ સૌદર્યવાન જસમાને જોતા બારોટ કહે છે, “રતન વીંટીએ શોભે છે ને સુન્દરી રાજદરબારે.” જસમા એને અપમાનિત કરી કાઢી મુકે છે. ત્યારે બારોટે તેનું વેર વાળવાનું કહી ચાલ્યો જાય છે. બારોટ દરબારમાં જઇ રાજા આગળ જસમાના વખાણ કરે છે. તરત જ રાજા જસમાને ગમે તેમ કરી પાટણ બોલાવવાનું બારોટને ફરમાન કરે છે. પાટણમાં પાણી ન હોઇ માળવાથી ઓડ તેડાવ્યા. સહસ્ત્રલિંગ તળાવ ખોદતી જશમાને રાજા પ્રલોભનો આપી તેની રાણી બનાવવા માગે છે. જશમાં એક ની બે ન થતાં બારોટના કહેવાથી રાજા તલવારથી તેના પતિ રૂડિયાને મારી નાખે છે. (બધા ઓડ-ઓડણી વિલાપ કરે છે ને મરશિયા ગાય છે) છેલ્લે જશમાના ઉદ્દગારો...