________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૮૮
કદ:
સહસ્ત્રલિંગ તળાવને મહાસર કહેવામાં આવ્યું છે. પરંતુ તેનો વિસ્તાર કેટલો હતો એ બાબત માહિતી ન હતી. આ તળાવની પાળની પ્રદક્ષિણા આશરે ત્રણ કિલોમિટર જેટલી થાય છે. તેથી તેનો વ્યાસ આશરે એક કિલોમિટર જેટલો થાય. ચૌલુક્ય સમયમાં લખાયેલા અપરાજિતપૃચ્છા જેવા વાસ્તુગ્રંથ પરથી સમજાય છે કે તે જમાનામાં કોશનું માપ આશરે કિલોમિટર જેટલું હતું તેથી સહસ્ત્રલિંગ એક કોશ વ્યાસ પ્રમાણવાળું સરોવર હોવાનું સ્પષ્ટ થાય.
તેના કેન્દ્રસ્થાને બકસ્થળ છે. તળાવની પાળોની અંદરની જમીનનું ક્ષેત્રફળ આશરે ૧૭ હેક્ટર જેટલું થવા જાય છે. આ માપ ઘણું મોટું છે, તેથી તે ધોળકાના મલાવ તળાવ, વડોદરાના સુરસાગર, કે વડનગરના શર્મિષ્ઠા તળાવ કરતાં મોટું છે. સુરતના ગોપી તળાવ સાથે તો કઇંક અંશે સરખાવાય એવું પરંતુ ચાંપાનેરના વડા તળાવ કરતાં નાનું છે. ગોધરાનું કનેવાળ પર સહસ્ત્રલિંગ કરતાં મોટું હોવાનો પુરાવો છે. પાણીની ઊંડાઈઃ
સહસ્ત્રલિંગ જ્યારે આખું ભરાતું હશે ત્યારે તેમાં કેટલું પાણી રહેતું હશે તેની ગણતરી કરવા માટે હીરાનંદ શાસ્ત્રીએ ઉખનનથી શોધેલો પુલ મહત્વનું સાધન છે. તળાવ ભરાયેલું હોય ત્યારે પુલનો ઉપલો ભાગ ખુલ્લો રહે અને પુલની નીચે પાણી રહે એ સ્પષ્ટ છે. આ પુલના થાંભલાની નીચેની કુંભીના પાયાથી ભારોટિયાં સુધીની ઊંચાઇ આશરે ૨.૫ મિટર છે. આ ઉપરાંત વિંધ્યવાસિનીના મંદિર માટે બાંધેલી જગતીની નીચલી હાંસ પણ આશરે ૨.૫ મિટરની છે તે જોતાં અહીં ૨.૫ મિટર અર્થાત આશરે દોઢ માથોડું પાણી રહેતું હશે.
આ પરિસ્થિતિ જોતાં સહસલિંગ તળાવમાં ૪૨૦૬૫૦૦ ઘન મિટર કરતાં વધારે પાણી રહેવાની શક્યતા નથી. જો પાણી વધી જાય તો તેનો નિકાલ કરવા માટે પશ્ચિમ દિશામાં બાંધેલી પરનાળથી પાણી બહાર જતું રહે. પાળ :
સહસ્ત્રલિંગ તળાવની હાલની પાળનો અભ્યાસ કરતાં તે આશરે ૯૦ મિટર પહોળી અને જુદી જુદી ઊંચાઈ ધરાવતી દેખાય છે. આ પાળોનું અધ્યયન કરતાં સમજાય છે કે તેમાં જુદે જુદે સમયે ફેરફારો થયા છે. આ ફેરફારોની કેટલીક વિગતો અત્રે રજૂ કરી છે.
સહસ્ત્રલિંગ તળાવમાં પાણી દાખલ કરવાની જે નહેર અથવા પરનાળ છે તેની પશ્ચિમ દિશાએ તળાવની પાળ પર કાળી માટી પડેલી છે. આશરે બે મિટર જેટલી ઊંચાઈ સુધી દેખાતી આ માટી મહત્વના પ્રશ્નો ઊભા કરે છે. પાટણ વિસ્તારમાં આવી કાળી માટી સામાન્ય રીતે ખેતરોમાં, ટીંબા પર કે અન્યત્ર જોવામાં આવતી નથી, તેથી અહીંની માટી ક્યાંથી આણી હશે ? એ પ્રશ્ન ઊભો થાય. ગુજરાતમાં જ્યાં વરસાદ પડે છે તેવા પ્રદેશોમાં કાળી માટી કુદરતી રીતે પેદા થાય છે. આવા પ્રદેશો સિવાય બીજી જગ્યાએ જ્યાં પાણી ભરાઇ રહેતું હોય ત્યાં કાળી માટી પેદા થાય છે. પાટણમાં આ