________________
યુગે યુગે પાટણની પ્રભુતા
२०८
આ સિવાય “બુદ્ધિપ્રકાશ' માસિકમાં પણ “સરસ્વતીપુરાણના ઐતિહાસિક તત્ત્વો” નામનો લેખ મેં પ્રસિદ્ધ કર્યો હતો. તે બધાં વિવેચનોના આધારે ઐતિહાસિક દષ્ટિએ, આ પુરાણ સિદ્ધરાજના સમકાલમાં તેમના કોઇ પંડિતે તે રચ્યું હોવાનું નિશ્ચિત થયું છે. કારણ સિદ્ધરાજની મહેચ્છા આ સરોવરને એક દિવ્ય તીર્થ તરીકે સ્થાપવાની હતી. બીજું તેને આ સરોવરના કિનારા ઉપર, ભારતના વિખ્યાત તીર્થોના પ્રધાન દેવોનાં મંદિરો બનાવી, તે બધાં તીર્થો અહીં અવતારવાનો પ્રયત્ન કરી, તે બધાં તીર્થો આ સરોવરના જુદા-જુદા ઓવારાઓ ઉપર સ્થાપ્યાં હતા. આ ઉપરથી પણ તેણે પ્રેરણા આપી, સહસલિંગનું અદ્વિતીય વર્ણન તેના તીર્થમાહાત્મો, અને પ્રાચીન ઇતિહાસ સાથે, તેની રાજસભાના કોઈ પંડિત પાસે, રચાવ્યું હોય તેમ માની શકાય છે. આ પુરાણમાં સિદ્ધરાજને સદાકાળ પુરાણો તથા શાસ્ત્રોની કથાવાર્તા કરનાર, કેશવ વ્યાસનો પરિચય આપ્યો છે. સિદ્ધરાજની રાજસભામાં ત્રણ કેશવ નામના પંડિતો હતા, 'પ્રભાવક ચરિત્ર'માંથી જાણવા મળે છે. આથી આ ત્રણ પૈકી એક કેશવ વ્યાસે પોતે, કે તેના કોઇ કુટુંબીજને આ પુરાણ રહ્યું હતું એમ ચોક્કસ લાગે છે. ટૂંકમાં આ પુરાણ સહસલિંગ બંધાવ્યા પછી તરત જ સિદ્ધરાજના અંતિમ રાજકાળે રચાયું હશે, એમ તેના ઐતિહાસિક વિદ્વાનો અને સહસ્ત્રલિંગના સવિસ્તર વર્ણન ઉપરથી જણાય છે.
આ પુરાણમાં સિદ્ધરાજને સહસ્ત્રલિંગસરોવર બાંધવાની પ્રેરણા કેવી રીતે ઉદ્ભવી ત્યાંથી આરંભી, સહસ્ત્રલિંગ સરોવરના નિકાસ દ્વાર દ્વારા સરસ્વતીનો પ્રવાહ, અણહિલપુર નજદીકના બાગ, બગીચા અને ઉપવનમાં થઇ, તેના મૂળ પ્રવાહ સાથે મળતો હોવાની, કમવાર યોજના રજૂ કરી છે. આ ઉપરાંત પાટણથી બે માઇલ દૂર ઉત્તરે, સરસ્વતીના પ્રાચીન પ્રવાહમાંથી, સરસ્વતીનો પ્રવાહ નહેર દ્વારા સહસલિંગમાં વાળ્યો હોવાની રસમય વિગતો પુરાણકારે નહેર અને સરોવરમાં તીર્થો તથા મંદિરોનાં વર્ણનો, તથા માહાભ્યો સાથે આપેલ છે. આમ “સરસ્વતીપુરાણ'ના ૧૫ તથા ૧૬ એમ બે સર્ગો, સિદ્ધરાજચરિત્રને બાદ કરતાં સમગ્ર રીતે સહસ્ત્રલિંગસરોવરના વર્ણનથી રોકાયેલા છે. એટલે ‘સરસ્વતીપુરાણ” સમગ્ર વર્ણન આ સરોવર માટે રજૂ કરવામાં આવે તો, એક સ્વતંત્ર વિભાગ આપી શકાય. પરંતુ આ સરોવરને લગતાં જુદા-જુદા પ્રકરણોમાં, મોટે ભાગે સરસ્વતીપુરાણ”માંથી જે તે વિષયના શ્લોકો આ પુસ્તકમાં આપેલા હોવાથી, તેની પુનરુક્તિ કરવાની અહીં જરૂરત લાગતી નથી. આ સરોવર તથા તેનાં તીર્થો, મંદિરો વગેરેનું માહાત્મ પરિશિષ્ટમાં આપવાનું છે. આ જ કારણને લઇ સરસ્વતીપુરાણ'માં રજૂ થયેલ, સહસ્ત્રલિંગનું વર્ણન અત્રે આપવામાં આવ્યું નથી. ૯. સમરરાસુ :
સંસ્કૃત સિવાય પ્રાચીન ગુજરાતીમાં અને અર્વાચીન ગુજરાતી ભાષામાં સહસલિંગસરોવર માટે કેટલાંક કાવ્યોમાંથી ઉલ્લેખો મળે છે. ‘સમરરાસુ” નામનો એક રાસ પ્રાચીન ગુજરાતી ભાષામાં અંબદેવસૂરિએ રચ્યો છે. તેઓ નિવૃત્તિગચ્છમાં પાસડસૂરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૩૭૧માં આ રાસનું સર્જન કરેલું. તેમાં પાટણના સમરાશાહે કરેલ શેત્રુંજયઉદ્ધારનું તેમ જ આદિનાથનું મંદિર - બંધાવી, તેણે કરેલી તેની પ્રસ્થાપનાનું સુંદર વર્ણન છે. આ રાસના અણહિલપુર નગરવર્ણનમાં સહસલિંગ માટે બે લીટીઓ મળે છે.