________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૧૧
૫૭ સંસ્કૃત સાહિત્યમાં રુદ્રમાળનું વર્ણન
સંકલનઃ પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય ચાલુક્ય મહારાજાધિરાજ સિદ્ધરાજના સમયથી, રૂદ્રમાળની ખ્યાતિ સારાયે ગુજરાત અને સમસ્ત ભારતમાં એક કૈલાસ સમાન મહામેરૂપ્રસાદ તરીકે પ્રસિદ્ધિ પામી ચૂકી હતી. તેના કીર્તિકળશને સર્વોચ્ચતાના શિખરે સ્થાપવા, અનેક વિદ્વાનો ગ્રંથકારોએ તેના સંબંધી કેટલીક હકીકતો, પોતાના ગ્રંથોમાં નોંધી છે. રૂદ્રમહાલયની ઐતિહાસિક વિચારણા રજૂ કરતાં આ ગ્રંથમાં પ્રાપ્ત વિવિધ ઉલ્લેખો જુદા-જુદા ગ્રંથોમાંથી રજૂ કરવામાં આવેલ છે. કારણ તે બધાં વિધાનો રજૂ કરવાથી તેના સંબંધી જે સાહિત્ય, પ્રાચીનકાળે સર્જાયું હતું તેનો ખ્યાલ આવે છે, તેટલું જ નહિ પણ ગુજરાતના જનસમાજમાં રૂદ્રમહાલય માટે, જે ઉદાત્ત ભાવના પ્રચાર પામી હતી, અને ઐતિહાસિક દષ્ટિએ તેનો કેવો પ્રભાવ હતો તે જાણી શકાય છે. આથી જ પ્રાચીન અર્વાચીન ગ્રંથોમાંથી મળતાં, રૂદ્રમહાલય માટેનાં વિધાનો રજૂ કરવામાં આવે છે. વિયાશ્રય મહાકાવ્ય :
રૂદ્રમહાલય માટે સૌથી પ્રાચીન ઉલ્લેખ મૂળરાજના દાનપત્રમાંથી મળે છે, પરંતુ તે સમયે રૂદ્રમહાલય'નું મંદિર કેવું હતું, તે જાણવા કોઇ પ્રમાણિક હકીકત મળતી નથી. સિદ્ધરાજે આ દિવ્ય મહામંદિર બંધાવ્યું હતું, તે ઇતિહાસ પ્રસિદ્ધ હકીકત છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર ‘દયાશ્રય” મહાકાવ્યમાં તેની વ્યવસ્થિત નોંધી લીધી છે, જેના ઉપર ટીકા લખનાર અભયતિલકગણિએ તે હકીકતને પુરસ્કૃત કરતાં, કેટલીક નવીન માહિતી રજૂ કરી છે. આ મહાકાવ્ય સિદ્ધરાજના સમકાલમાં રચાયું છે, એટલે તેની હકીકતો સપ્રમાણ હોવાનું ચોકકસ માની શકાય તેમાં શક નહિ. ...न विभो कलिङ्गञ्जगमानतं तद्विललाप सुप्तो यदिति ब्रुवाणः । स परीक्षितो यत्र निशि त्वया प्राक्तदुषाचरैरायतनं विकीर्णम् ॥६॥ टीका ॥६॥ तदायतनं स्वयंभू रुद्रमहाकालदेवगृहं संप्रति लोके रुद्रमहालयेति नाम्ना प्रसिद्धमुषाचरै राक्षसैवि.कीर्ण भग्नं यत्र स कश्चिद्विवक्षितस्तवास्माकं च पूर्वत्वेन प्रसिद्धो द्विजो निशि प्राक् प्राचीकाले त्वया परिक्षितः । कीद्दकसन् । ब्रुवाणः । किमित्याह । न विभो कलिङ्गञ्ज गामेति । अहो द्विजत्वया कलिङ्गेषु द्विजो हत इति त्वयोक्तः । किल कलिङ्गेषु हि गतमात्रोपि द्विजोतिनिन्द्यत्वाच्चाण्डाल इव द्विजपङ्केबाह्यः स्यात्किं पुनर्मत्सद्दशो ब्राह्मणघातीत्यतितरां निन्दाभयात्कलिंगगमनमप्यावान आह । हे विभो नाहं कलिङ्गान् ब्राह्मणीभूतचण्डालकान् देशमेदाञ जगाम गत एव न । एवं च ब्रह्महत्या दूरापास्तैव । ननु मया कलिङ्गेषु ब्राह्मणो हत इति त्वया प्रलपितं तत्कथमिदमुच्यत इत्याह । सुप्तोहं यत्कलिङ्गेषु ब्राह्मणस्य हननं विललाप तदनृतमिति ॥