________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૨૫
૧૪,000 કરોડ સોનામહોરના કુલ ખર્ચથી એ સમયે બંધાયો હતો. મૂળરાજ સોલંકીએ શરૂ કર્યો અને સિધ્ધરાજ જયસિંહે પૂરો કર્યો.
સહસ્રલિંગ સરોવર અને રાણીવાવ ઉપરાંત પાટણ નગરમાં કુલ ૪૨ પુરાણા દેવાલયો જોવા મળે છે. આ દેવાલયોમાં પાટણ શહેર જ્યારે બંધાયું તે વખતે ગણેશમૂર્તિની પૂજા સ્થાપના કરવામાં આવેલું તે ગણેશ મંદિર પાટણની ગણેશપોળમાં આજે પણ મોજૂદ છે.
પાટણ શહેરના મહાલક્ષ્મી માતાના મંદિરમાં ચંપાના લાકડામાંથી કોતરી કાઢવામાં આવેલ અને સંવતના બારમા સૈકામાં સૂર્યનારાયણની કાષ્ટ મૂર્તિ કોતરાયેલ છે. આ સાડાચાર ફૂટ ઉભી સૂર્ય મૂર્તિને દર વર્ષ ચંપાનું તેલ લગાડવામાં આવે છે.
પાટણના સોનીવાડામાં આવેલ વાઘેશ્વરી માતાના મંદિરમાં સંવતના ચોથા સૈકામાં કોતરાયેલ ગજલક્ષ્મીની બેઠી મૂર્તિ મૂકાયેલ છે. સોળ ઇંચ લાંબી અને સોળ ઇંચ પહોળી ઇટ ઉપર આ મહાલક્ષ્મીની મૂર્તિનું કોતરકામ કરાયેલ છે.
પાટણ અધોરી બાવાના મંદિરમાં સંવતના અગિયારમાં સૈકામાં કોતરાયેલ પંચમૂખ હનુમાનની અશ્વ, ગરૂડ, સિંહ, વારાહના મુખવાળી મૂર્તિ દૃશ્યમાન થાય છે.
પાટ્રણનું પંચાસરા દેરાસર જૈનો માટે ઘણું જ અગત્યનું ગણાય છે. અને આ મંદિરમાં સિધ્ધરાજ સોલંકીના સમયની કેટલીક ચીજવસ્તુઓ જોવા મળે છે. દેરાસરનું પુરાણીવસ્તુ ઘ્યાનથી જોઇએ તો જ માણી શકાય છે.
કેદારેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગને બદલે સંવતના બારમા સૈકાની પાડાની મૂર્તિ છે. હિમાલયના કેદારનાથ મહાદેવના લિંગને પણ પાડાના આકારનું શિવલિંગ ગણવામાં આવે છે.
વિધર્મીઓ જ્યારે હિન્દુ દેવસ્થાનો તોડતા હતા ત્યારે પદમા નામના પાટણના પ્રજાપતિએ વિચાર્યું કે મૂર્તિઓને બદલે માટીના ઢગલા બનાવી તેને મૂર્તિઓના નામ આપવા દા.ત. રામ, લક્ષ્મણ અને જાનકીની મૂર્તિના ત્રણ ઢગલા કરી તેમને તે મુજબનું નામ આપ્યું. દિલ્હીમાં ખીલજી વંશના શાસન દરમ્યાન ગુજરાતમાં સૂબો રાજ્ય ચલાવતો હતો. ખાન સરોવરના ખોદકામ માટે સૂબો દરેક પાસે ફરજિયાત કામ કરાવતો હતો. પદમા પ્રજાપતિ-ભગતે કહ્યું કે મારા ભાગનું એક વર્ષનું કામ હું વર્ષને અંતે એક અઠવાડિયામાં પૂર્ણ કરી દઇશ. જ્યારે પદમા પ્રજાપતિએ વર્ષને અંતે પોતાનું કામ શરૂ કર્યું એક સાથે તેર તગારામાં માટી ભરી એક ઉપરના એક એમ તેર તગારા પોતાને માથે મૂકયાં. પછી એ માટી બહાર નાખવા આગળ વધ્યા ત્યારે તેર તગારાં એક બીજાથી ઉંચા દૂર રહેવા લાગ્યાં. આ દૃશ્ય જોઇ સુબો પદમા ભગતને પગે લાગતાં માફી માગી અને કહ્યું કે તમે જે કામ કર્યું તેના બદલામાં તમે જે માંગો તે મળશે.
પદમા ભગતે કહ્યું કે ‘‘મારે એક મંદિર બંધાવવું છે તે માટે નજીકની વહેતી સરસ્વતી નદીના કિનારાની પાસે જે જમીન પર કયારેય વાવેતર ન થયું હોય એ જમીન ઉપર હું ત્રણ ડગલાં ભરી શકું એટલી જ જમીન આપો.''
સુબાએ ભગતને લઇ ખાનસરોવરથી થોડે દૂર સરસ્વતી નદીના કિનારા ઉપર લઇ ગયો. પદમા