________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૭૫
નગરનો ઉલ્લેખ છે. જેમાં પ્રાચીન સરસ્વતી અને રૂદ્રમહાલયની ખાસ નોંધ છે. શ્રી મેરૂતુંગાચાર્ય સં. ૧૩૬૧માં રચેલ 'પ્રબંધચિંતામણિ' નામના ગ્રંથમાં પણ શ્રીસ્થળને ‘શ્રીનગર” તરીકે ઓળખાવ્યું છે.
અંગ્રેજ લેખક ડૉ. ફાર્બસે પોતાના વિખ્યાત રાસમાળા' નામના ગ્રંથને આ શ્રીસ્થળનું નામ ‘સિધ્ધપુર” નામ સિદ્ધરાજે પોતાના નામ ઉપરથી રાખ્યું હોવાનું જણાવ્યું છે.
ચૌદમા સૈકા પછી તો અનેક ગ્રંથોમાં આ પવિત્ર નગરનો ઉલ્લેખ વાંચવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી આ નગરનાં બે વખત પધાર્યા હતા અને બિંદુ સરોવર પર મુકામ કર્યો હોવાનું શ્રી વલ્લભાચરિત્ર માં દર્શાવેલું છે. આ સિવાય શ્રી વેદવ્યાસજી રચિત શ્રીમદ્ ભાગવત પુરાણમાં માતા દેવહુતિ અને કપિલનો સંવાદ બિન્દુ સરોવર પર થયાનું વાંચવા મળે છે.
પાટણના આખ્યાનકાર ભાલણના ‘દશમસ્કંધ” કવિ ભીમ રચિત હરિલીલાષોડશકલા'તથા ‘ઇન્દુત માં સિધ્ધપુરનો ઉલ્લેખ જોવા મળે છે.
આમ સિધ્ધપુર અંગેના અનેક ઉલ્લેખો સંસ્કૃત તેમજ ગુજરાતી ગ્રંથોમાંથી મળે છે. જેના આધારે સિધ્ધપુર નગરની પ્રાચીનતા એક મહાતીર્થ તરીકે ઇ.સ. ના છઠ્ઠા સૈકાથી આઠમા સૈકા સુધી લઇ જઇ શકાય તેમ છે.
' સિધ્ધપુરમાં વિખ્યાત સ્થળો - સિધ્ધપુરને જુદા જુદા પ્રાચીન ગ્રંથોમાં (૧) શ્રી સ્થળ (૨) સિધ્ધક્ષેત્ર (૩) સિધ્ધપદ (૪) સિધ્ધગણ એવાં વિવિધ નામોથી નવાજ્યું છે.
પવિત્ર સરસ્વતી નદી અને સાંખ્ય શાસ્ત્રના આચાર્ય કપિલ મુનીએ પોતાની માતા દેવહુતિને આપેલ જ્ઞાન જે કપિલગીતા' તરીકે જાણીતો છે એને લીધે વધુ જાણીતું છે.
કાર્તકી પૂનમનો મેળો - વિ.સં. ૧૩૩ર માં આચાર્ય શ્રેમકીર્તિએ રચેલ ગ્રંથમાં લખ્યું છે કે, આનંદપુરના (હાલનું વડનગર) લોકો શરદઋતુમાં પ્રાચીન વહિની સરસ્વતીના કિનારે જઇને ‘સંખડી- ઉજાણી' (ઉધાન વિહાર) કરતા હતા. આજે ભરાતો કાર્તિક સુદ પુનમના મેળાનો આ પ્રાચીન ઉલ્લેખ જણાય છે.
તીર્થો અને મંદિરો :- (૧) સરસ્વતીપુરાણ (૨) સરસ્વતી મહાત્મય (૩) શ્રી સ્થળ પ્રકાશ વગેરે ગ્રંથો દ્વારા આ નગરમાં (અ) પ્રાચીન સરસ્વતી અને (બ) બિંદુ સરોવર આ બે મુખ્યતીર્થો ઉપરાંત અનેક તીર્થોની નોંધ જોવા મળે છે. સુર્યકુંડ, બ્રહ્મકુંડ, બિંદુતીર્થ, અલ્પાતીર્થ, કેદારેશ્વર, લક્ષ્મીજી, શીતલાદેવી, વારાહી, કાલિકા, દુર્ગા, અલક્ષગણેશ, બ્રહ્માંડેશ્વર, સિદ્ધેશ્વર કુંભકુક્ષી, વટેશ્વર, કપિલાશ્રમ, બિંદુ સરોવર વાલખિલેશ્વર, પ્રાચીનેશ્વર, અલ્પાતીર્થ, કેદારેશ્વર જેવા સેંકડો તીર્થોનો ઉલ્લેખ છે.
જૈન મંદિરો - બ્રાહ્મણ ધર્મનાં મંદિરો સિવાય સિદ્ધપુરમાં કેટલાંક વિખ્યાત જૈન ચેત્યો પણ હતાં. એવુ ઐતિહાસિક પ્રબંધો પરથી જાણવા મળે છે.
સિધ્ધરાજે સિદ્ધપુરમાં ચાર મોટા જિન પ્રતિમાયુકત સિધ્ધપુર વિહાર બનાવ્યો હોવાનો ઉલ્લેખ કુમારપાળ પ્રતિબોધમાં જણાવ્યું છે. આ સિવાય સિદ્ધરાજે ‘સુવિધીનાથ પ્રાસાદ” મહાવીર