________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૮૩ જુદા જુદા પ્રકારનાં સ્થાપત્યો માટે જુદા જુદા ગ્રંથો રહેતા. કિલ્લાની ફરતે કરવાની ખાઇ વિશે -કૌટિલ્ય કહે છે કે, ૧૪, ૧૨ કે ૧૦ દંડ પહોળી અને વિસ્તારથી પોણા કે અડધા ભાગની કે પછી ત્રીજા ભાગની ઊંડાઇવાળી તેમજ તળિયે પાણાની ભોંવાળી ને પડખલાની ભીંતો પથ્થર ને ઇંટથી ઉભારેલ અને જળથી ભરેલી નાળવાળી, કમલ અને ગ્રાહ-મગરના વસવાટવાળી હોવી જોઇએ.'
જોકે, ઝીઝુવાડાના બધાય દરવાજાઓમાંથી સૌથી સારી રીતે સચવાયેલો મડદાપુરનો દરવાજો છે. શિલ્પોથી ભરચક આ દરવાજો ડભોઇની યાદ અપાવે છે. ડભોઇનો હીરા દરવાજો દૈવી શિલ્પોથી ખચિત છે. આ ઉપરાંત ઝીંઝુવાડામાં સમર વાવ અને સિંહસર તળાવ સોલંકી સ્થાપત્યનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. સેંકડો વર્ષો જૂની વાવો બનાવવાની પદ્ધતિના પુરાવા જેવી આ સમર વાવ સ્થાપત્યનું ભવ્ય ઉદાહરણ છે. સિંહસર તળાવના પગથિયા અને તેમાં આવેલાં શિલ્પો પાટણના સહસ્ત્રલિંગ તળવાની યાદ આપે છે.
ઝીંઝુવાડાનું રાજેશ્વરી માતાનું મંદિર ‘મારુગૂર્જર' શૈલીમાં બનેલું છે. આ શૈલીમાં સ્થાપત્ય પોતે એક શિલ્પોની શોભાયાત્રા બની રહે છે. ડભોઇના હીરા દરવાજાની બાજુમાં આવેલું માતાજીનું મંદિર પણ આ જ શૈલીમાં બનેલું છે. જોકે, ઝીંઝુવાડાનાં મોટા ભાગના શિલ્પો નાશ પામ્યાં છે અને ધરતીકંપમાં દરવાજાઓને પણ વધુ નુકશાન થયેલું છે. હિંદુ સ્થાપત્યના બેનમૂન ઉદાહરણ સમાન આ ઝીંઝુવાડાના કિલ્લાની દીવાલ, દરવાજાઓ અને મંદિર અત્યંત કાળજીભરી માવજત માગે છે અને આ જવાબદારી સરકારની છે.
(પાટણ જિલ્લા માહિતી કચેરીના સૌજન્યથી)
ATT
ગામ ઝીંઝુવાડા તા. સમી, જી. મહેસાણાનો કલાત્મક દરવાજો