________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૬૫ તરીકે આપવામાં આવતું હતું.
આ રીતે સુવર્ણના રૂપમાં ચૂકવાયેલ નિર્માણ કાર્યમાં વપરાયેલ ધનરાશિ ૧૮ કરોડ ૫૩ લાખનું થયું હોવાની ઐતિહાસિક પ્રબંધોમાં નોંધ છે.
આ જિનાલયનો સ્થપતિ-એજીનીયર-વડનગર (આનંદપુર) નો કીર્તિધર નામે હતો. મંદિરના બાંધકામમાં વપરાયેલ આરસ અંબાજી નજીક આરાસુર ગામેથી લાવેલ. આ ૨૨ કી.મી. દૂરથી હાથીઓ પર પથ્થરની શિલાઓ બાંધી સ્થળ પર લાવવામાં આવેલ. આ હાથીઓની યાદમાં પથ્થરના વિશાળકાય હાથી બનાવી ‘હસ્તિશાલા” માં મૂકેલા આજે પણ આપણને જોવા મળે છે.
- આ દેવવિમાન (મંદિર) માં મૂળ નાયક પ્રથમ તીર્થકર ઋષભદેવજી (આદિનાથજી) છે. તેની પ્રાણપ્રતિષ્ઠા ઇ.સ. ૧૦૩૨માં આચાર્યશ્રી વર્ધમાનસૂરિ મહારાજે કરાવેલી. મંદિરની દૃશ્યરચના અલૌકિક છે. મંદિરના થાંભલા, બારશાખ, તોરણો, ટોડલા, છત, ટેકાઓ, ઉમરા, ગુંબજ, દીવાલો વગેરેનું કોતરકામ ભવ્ય છે. પુષ્પો, વેલીઓ નૃત્ય કરતી પુતળીઓ જોવાલાયક છે.
જૈનોના આરાધ્ય દેવો ઉપરાંત વિમળશાહનું આરાધ્ય દેવી અંબિકાનું મંદિર પણ છે. વળી ભગવાન, કૃષણનું કાલીનાગદમન, શેષશાયી ભગવાન, ગેડી રમતા કૃષ્ણ-બલરામ, હોલિકા ઉત્સવ, મયુરાસન પર વિરાજમાન દેવી સરસ્વતી, ગજવાહિની લક્ષ્મી દેવી, કમળપરનાં લક્ષ્મીજી અને વિષ્ણુના અવતાર એવા નૃસિંહ ભગવાન વગેરે મૂર્તિઓ ખરેખર દર્શનીય છે. મંત્રી વિમળશાહની સર્વધર્મ સદભાવનાનાં પણ અહીં દર્શન થાય છે.
ધન્ય છે પાટણના વિમલશાહ મંત્રીને જેને પાટણ આજે પણ યાદ કરી ધન્યતા અનુભવે છે.
(૪) આવી હતી પાટણની સમૃધ્ધિા કર્નડટેંડે અણહિલપુર પાટનું ભવ્ય વર્ણન કરેલું છે. તેઓ લખે છે કે, “અણહિલપુરનો ઘેરાવો બાર ગાઉનો હતો. તેમાં ચોર્યાસી ચૌટાં હતાં અને ચોર્યાસી ચોક પણ હતા. સોના-રૂપાની ટંકશાળો હતી. હાથીદાંત, રેશમ, હીરા-મોતી એમ દરેક જણસનાં જુદાં જુદાં બજારો હતાં. નાણાવટીનું જુદું ચૌટું હતું. દરેક જ્ઞાતિ માટે જુદા જુદા મહોલ્લા હતા જેમાં તેઓ રહેતા હતા. નગરમાં જુદી જુદી મંડીઓ હતી. નગરમાં આવતા માલમાં કેસર, તેજના, કપુર, મેવા, ધાતુ વગેરે કિંમતી માલ પર જકાત લેવાતી. નોંધમાં એવું જાણવવામાં આવ્યું છે કે જકાતની રોજની આવક એક લાખ ‘ટકા હતી !
ખરેખર અણહિલપુર “નરસમુદ્ર' (માણસોથી ભરેલો મહાસાગર) હતું. તેની સમૃદ્ધિ 'ઇન્દ્રપુરી”