________________
યુગે યુગે પાટણની પ્રભુતા
२७०
રણમેદાનમાં થાય અથવા રાજશધ્યા ઉપર જ થાય. પરંતુ ઉત્તરાવસ્થામાં દશરથ રાજાએ માત્ર ધોળાવાળ જોતાં અયોધ્યાની ગાદી રામને સોંપવાનો નિર્ણય કર્યો હતો એ વાતને મૂર્ત સ્વરૂપ આપતા આપણા સોલંકીવંશના આ ગાદીત્યાગ કરનાર રાજવીઓના ત્યાગનો મહિમા જગતના લોકો સમક્ષ મૂકવામાં આવ્યો નથી.
વૃધ્ધાવસ્થામાં સંન્યાસ્તાશ્રય જેવી ચોથી અવસ્થા સ્વીકારી વીતરાગી બની દેહાધ્યાસ છોડી ઇશ્વર આરાધના-માર્ગે રાજાઓ વળે એ આપણી પાટણ ભૂમિનો જ પ્રતાપ ગણાય. ધન્ય ધરા પાટણની !
પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડાએ પોતાનું રાજ્ય પોતાના ગુરૂ શ્રી શીલગુણસૂરિને અર્પણ કરવા તૈયારી બતાવી હતી. એ જ રીતે કુમારપાળ મહારાજાએ પણ પાટણનું સામ્રાજ્ય કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યને અર્પણ કરવા તૈયારી બતાવી હતી. પરંતુ વીતરાગી એવા જૈન આચાર્યોએ તે સ્વીકારવા ના પાડી હતી અને ધર્માનુસાર રાજ્યવહીવટ ચલાવવા ઉપદેશ આપ્યો હતો.
આમ ત્યાગની ભાવની પાટણના રાજવીઓમાં મૂળથી જ હતી !
વરસ્તુપાળ-તેજપાળની સાડાબાર તીર્થયાત્રાઓ
વસ્તુપાળ અને તેજપાળ ગુજરાતના ઇતિહાસમાં સાચે જ સૂર્ય અને ચંદ્રની માફક ચમકે છે. તેઓ સર્વગુણસંપન્ન હતા. તેઓ ચતુર હતા, બુધ્ધિવાન હતા, બહાદુર હતા અને ખૂબજ ધાર્મિક પણ હતા. એક વખત ગુરુના મુખેથી તીર્થયાત્રાનું મહાત્મ સાંભળી વસ્તુપાળ-તેજપાળે સપરિવાર યાત્રા કરવા નિર્ણય કર્યો. પ્રાચીન સાહિત્યમાં તેમણે સાડાબાર યાત્રાઓ કરી હોવાનું નોંધાયું છે. એમાં સંવત ૧૨૭૩નાં અને સંવત ૧૨૮૫માં કાઢેલ સંઘોનું વર્ણન શબ્દોમાં કરવું અહીં મુશ્કેલ છે.
એ જમાનામાં મોટરો કે રેલ્વે ગાડીઓ નહોતી. સંઘમાં જોડાયેલા યાત્રિકો તો પગપાળા જ ચાલે. પણ તેમના માટે ખાવાપીવાની ચીજવસ્તુઓ ખેંચવા માટે માત્ર પ્રાણીઓ જ હતાં.
એક પ્રાચીન ગ્રંથમાં આ મંત્રીઓએ કરેલ યાત્રામાં જોડાયેલ યાત્રિકો, સાધુઓ, પ્રાણીઓ કેટલીક સંખ્યામાં હતાં તેની નોંધ ખરેખર વાંચવા જેવી છે, જે નીચે મુજબ છે. વર્ણન સં. ૧૨૭૩ ની યાત્રા
સં. ૧૨૮૫ ની યાત્રા વેલ-રથ ૫૫૦૦
૪૦૦ શીધરામ પાલખી મહેતા
૨૯%
૫૦