________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૫૭
આપની કોઇ વિસ્તૃત વિગતો મળતી નથી.
આપશ્રીનું નામ શેખ એહમદ બિન શેખ મહંમદ છે. દિલ્હીના વતની હોવાથી ‘દેહલવી’ના નામે મશહુર થયા. આ શબ્દ પાછળ થી અપભ્રંશ થઇને ‘‘દલીયા’’ થઇ ગયો. તઝકેરએ ‘‘ઔલીયા અલ્લાહ’’ નો કર્તા. હઝરત બાબા દેહલવી હિ.સ. ૫૩૩માં પાટણ આવ્યા. અને હિજરી સન. ૫૫૫ ના ઝીલહજ્જ ની ૧૨ તારીખે રહલત પામ્યા તેમ જણાવે છે. આપશ્રી ઇસ્લામનો પ્રચાર અને લોકોનું માર્ગદર્શન કરતા હતા.
આપ પરહેઝગાર અને મુત્તકી હતા. આપના શબ્દોની એવી અસર થતી કે ઇમાન લાવતા અને મુસલમાન થઇ જતા. આ રીતે ઘણા લોકો ઇમાન લાવ્યા.
(૧૬)
હઝરત શેખ બાબુ યુ (રહ.)
હઝરત શેખ બાબુ ન્યુની વિસ્તૃત વિગતો નથી.
આપશ્રી મખદૂમ જહાંગસ્ત હઝરત જલાલુદ્દીન બુખારીની ઔલાદ માંથી છે.
આપશ્રીનો જન્મ પાટણમાં થયો અને પ્રાથમિક શિક્ષણ પાટણમાંજ મેળવ્યું અને આધ્યાત્મિક શિક્ષણ પણ મેળવ્યું.
તેમની પાસે ઘણા વિદ્યાર્થી આવતા અને લાભ મેળવતા હતા.
આપશ્રી હઝરત બુરહાનુદ્દીન ગરીબ ના મુરીદ થયા અને ખિલાફત પણ મેળવી આમ તેઓ ચિશ્તિયા સિલસિલાના બુઝુર્ગ છે.
આપની જીંદગી તવક્કલ પર હતી અને ઘણાજ સંતોષી અને સાબિર ધર્યવાન હતા.
આપની પાસે જે કંઇ આતવું કે ફકીરો અને ગરીબોમાં વહેચી દેતા હતા. આપશ્રીનું અવસાન સન. હિજરી ૧૦૦૬ થયું આપનો મઝાર ખાન સરોવર દરવાજાની પાસે આવેલો છે. જેના ઉપર આલીશાન ગુંબદ છે. આપશ્રીના રોઝામાં મઝારની બાજુમાં “સાત મુસલ્લા’’‘‘ની નમાઝ’’ (Prayer carpet) બનાવેલ છે. કહેવાય છે કે સવારની નમાઝ આ મુસલ્લા ઉપર પઢવાથી મૂરાદો પુરા થાય છે. અને તકલીફો દૂર થાય છે. આજે પણ આ ફેઝ જારી છે.
આપના રોઝાની બાજુમાં અંદર સહનમાં મસ્જીદ છે. જે અધુરી છે.
આપશ્રી ઘણા વખત સુધી મૌલાના તાજુદ્દીન યાકુબ અબુ યુસુફ ઉર્ફે મૌલાનામહેબુબની દરગાહના મુતવલી હતા.
(૧૭)
હઝરત જલાલ શહીદ
પાટણમાં આપશ્રી જલાલ શહીદના નામે મશહુર છે. અને ખાન સરોવર દરવાજા પાસે કિલ્લાની દિવાલમાં જ આપનો મઝાર આવેલો છે. આપની કોઇ વિસ્તૃત વિગતો મળતી નથી.