________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૬૦
માલૂમ પડે છે. તેમના હાથેલખેલ કુરાન શરીફ (ત્રણ જીલ્દમાં છે) જે આપશ્રીએ હિ.સ. ૧૨૮૨માં લખેલ હોવાનું ‘“કુરાન શરીફ’' ના અંતમાં લખેલ વિગતો ઉપરથી જણાય છે. જે હાલ મસ્જીદમાં મૌજુદ છે.
આપ વિસાલ વગેરની કોઇ વિગતો મળતી નથી.
(૨૩)
હઝરત મામુ ભાણેજ
કાઝીવાડમાં આમલીની સામે ઓટલા ઉપર બે મઝાર છે. તે મામુ ભાણેજના નામે ઓળખાય છે. કોઇ વિગતો પ્રાપ્ત નથી.
(૨૪)
હઝરત બાજીત સૈયદ
કાઝીવાડામાં પાણીની ટાંકી સામે પૂર્વમાં જમીનને લગોલગ ચોકમાં મઝાર છે. તેમની પણ કોઇ વિગતો નથી. મહોલ્લામાં રહેતા લોકો બાજીત સૈયદના નામે ઓળખાય છે.
(24)
હઝરત અબ્બાસ મુઈની
કાઝીવાડામાં ચોક વચ્ચે ઓટલા ઉપર મઝાર છે મહોલ્લાના લોકો અબ્બાસ મુઇની ના નામે ઓળખાય છે. અન્ય કોઇ વિગતો ઉપલબ્ધ નથી.
(૨૬)
હઝરત ગેબન શાહ
પશ્ચિમ દિશા તરફ ખૂણામાં ઓટલા ઉપર કાઝીવાડામાં મઝાર આવેલો છે. લોકો ગેબનશાહ તરીકે ઓળખે છે. સામાન્ય રીતે કોઇની પણ વિગતો ન મળતી હોય. તેને ગેબન શાહ તરીકે ઓળખવામાં આવે છે.
જે કોઇને ગુમડા ગડીયા કે ગાંઠ થઇ હોય, તે અહીંથી કાપડના પટા લઇ જઇ તે ઉપર બાંધે છે. અને સિફા મેળવે છે.
મુસ્લિમ ઇતિહાસકારોએ પાટણને નહરવાલા કે પીરાન પટ્ટન તરીકે ઓળખાવેલ છે. આ પાટણ ભુતકાળમાં ઇસ્લામી સાહિત્ય, સસ્કૃતિ અને ઇસ્લામી વિદ્વાનો તથા વલીઓનું કેન્દ્ર સ્થાન રહ્યું છે.
પાટણના ઓલીયા, સંતોની જે વિગતો મળી તેનો ટુંક વૃત્તાંત એકત્રીત કરી અત્રે ‘‘પાટણના મુસ્લિમ મહાત્માઓ''ના નામે રજુ કરવા પ્રયત્ન કર્યો છે. આ વિગતોમાં કઇ ક્ષતિ જણાય તો લેખકને માફ કરવા આગ્રહ ભરી વિનંતી છે.
(‘‘તઝકિરતુલ ઔલિયા, પટ્ટન’'ગ્રંથમાંથી સાભાર)