________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨ ૨૭ વધુમાં તેમણે જણાવ્યું કે, “જે ભૂમિમાં હજાર વર્ષ પહેલાં તપસ્વીઓ, સંસ્કાર-સ્વામીઓ અને વિદ્વાનો થઇ ગયા હતા, તેમની ચરણરજ માથે ચડાવવાની ઇચ્છાથી જ હું અહીં આવ્યો છું પથ્થરો અને શિલ્પો વડે વિદ્યાપીઠ ન બને, જ્યાં મહાન આચાર્યો મળે, ત્યાં જ વિદ્યાપીઠ થઇ શકે. એવી વિધાપીઠો અહીં વર્ષો સુધી ચાલી છે, જેની કીર્તિગાથાઓ સારાયે હિન્દમાં અને જગતભરમાં ગવાતી હતી. જીવંત વિદ્યા અહીંથી પ્રસરી હતી. પાટણે વિદ્યા અર્થ શું કર્યું તેનો જવાબ તો ભવિષ્યનો - ઇતિહાસ આપશે. પાટણની વિદ્યાર્થી પરંપરા લગભગ એક હજાર વર્ષની છે તેથી જ એ સતેજ રહે તો જ ગુજરાતનું નામ રહી શકે.”
અહીંની વિદ્યાપીઠે પાટણને વિદ્યાના ધામ તરીકે ખ્યાતી આપી. અહીં અમૂલ્ય ગ્રંથો લખાયા. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના અને વ્યવહારના, ઇતિહાસ અને ચરિત્રના, કાવ્ય અને નાટકના અહીં બેનમૂન શિલ્પકળા અને સ્થાપત્યમાં નિર્માણ થયાં. છેક મોગલ કાળ સુધી અહીંનો વારસો જળેવાઇ રહ્યાં.
એક વિદ્વાને યથાર્થ લખ્યું છે કે, “ગુજરાતની લક્ષ્મીની ઉપાસના તો આજે પણ સુપ્રસિદ્ધ છે, પણ ગુજરાતીઓના પૂર્વજોએ કરેલી લક્ષ્મી અને સરસ્વતી બન્નેની ઉપાસના જેવી હોય તો જાઓ પાટણ, જુઓ ત્યાંના જ્ઞાનભંડારો.”
કલિકાલ હેમચંદ્રાચાર્યનો જન્મ દિવસ છે કાર્તિકી પૂર્ણિમા. આ દિવસ કેટલો મહિમાવંત છે. શીખ સંપ્રદાયના પ્રવર્તક ગુરૂ નાનકદેવનો જન્મ દિવસ પણ આજ છે. અને જૈન આત્મસાધક શ્રીમદ રાજચંદ્રનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. કયારે જન્મવું એ મનુષ્યની ઇચ્છાને વશ નથી એ સાચું હોવા છતાં પણ મહાન આત્માઓનો જન્મ સમય કે જન્મ દિન, યોગાનુયોગ કે અત્યંત સહજ રીતે જ, એવો તો યોજાઇ જાય છે કે, પછી એ મહાન વ્યકિત વિદેહ થયા પછી આગામી પેઢીઓ માટે એ દિવસ ઉત્સવના અને પ્રેરણાના મંગલ સ્વરૂપ બની જાય છે. ગુજરાત અને તેના આધીન અઢાર રાજ્યો એટલે કે અર્ધાથી ય વધુ હિન્દુસ્તાનમાં નૈતિક મૂલ્યોને સંસ્કાર સિંચનનો સભાન પુરૂષાર્થ આ સંસ્કાર સ્વામી એવા યુગપુરૂષ કર્યો. ગુજરાતની ભાષા, લોકબોલીમાં નવા પ્રાણસંચાર આ કારણ થયો. તેમના થકી જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વરૂપે વટવૃક્ષ બનીને સમગ્ર જગતને અહિંસાનું સાચું જ્ઞાન આપ્યું. પંડિત સુખલાલજીએ કહ્યું કે, “હેમચંદ્રાચાર્ય જેવી એક વ્યકિતમાં રહેલ જુદા જુદા વિષયના પાંડિત્યનો સમગ્રપણે વિચાર કરીએ તો આપણને એ એન્સાકલોપીડીયા જ લાગે. તેથી હું તેમને સારસ્વતપુત્ર કહું છું.”
પાટણ આજે તો માત્ર ભૂતકાળની ભવ્યતાને વાગોળતા એક અર્વાચીન શહેરમાં રૂપાંતરિત થઈ રહ્યું છે ત્યારે શ્રી અંકુયા પાલનપુરીનું નીચે દર્શાવેલ કાવ્ય આપણા પાટણને સાદર સમર્પિત કરીએ છીએ :
હે દેવભૂમિ! યાદ આવે છે ને તને? તારો ભવ્ય ભૂતકાળ, તારી ભવ્ય એ પ્રભુતા સરસ્વતી પૂજક હેમચંદ્ર ને વીર જયસિંહ સિદ્ધરાજ