________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૫૪
કોઇ બાબત પસંદ કરતા ન હતા. પોતે લેખક પણ હતા. આ એક એવો સમય હતો કે મેહદવીયા લોકો શક્થિતશાળી હતા. અને હનફી વિચાર શરણીવાળાઓને તેઓ પજવતા હતા. આપશ્રી મહંમદ બિન તાહેર પટની સાહેબને આ વાત પસંદ ન હતી.
આથી મક્કમ નિરધાર કરી, આ ખબારી ને દૂર કરવાના સમ લીધા ‘અને જ્યાં સુધી આ ખરાબીને દૂર ન કરું ત્યાં સુધી ‘‘પાઘડી’’ દસ્તાર પહેરીશ નહીં'' તેવી કસમ લીધી.
અકબર બાદશાહ અમદાવાદથી, પાટણ આવ્યો ત્યારે આ વાતની જાણ થતાં અને મૌલાના મહંમદ તાહીર માટે તેને બેહદ માન હોવાથી પોતાના હાથે મૌલાનાને પાઘડી પહેરાવી. અને બિદઅત જેવી ખરાબીઓને દૂર કરવાનું વચન આપ્યું. અને નવાબ મુસ્તતાબખાન ખાન આમ, મિરઝા અઝીઝ કુલતાશ ને સુબેદાર બનાવ્યો અને ઇલાકામાંથી બિદઅત ને ખતમ કરવામાં આવે બિદઅત આચરતા લોકોને કત્લ કરવામાં આવે'' તેવો હુકમ આપતાં મહેંદવી શીખા અને બિદઅત આચરતા લોકોનું જોર ભાંગ્યું. પરંતુ પાછળથી મીરઝા અઝીઝને દિલ્હી બોલાવી લીધો. અને મિરઝખાન તે બહરામખાનના પુત્ર જે શિઆપંથનો હતો તેને ગુજરાતના સુબેદાર તરીકે નીમ્યો. પરિણામે ફરી પાછું મહેંદવી અને શીખા પંથના લોકો તેમજ મુસ્લિમોએ માથું ઉંચક્યું અને વિરૂદ્ધ વર્તન કરવા લાગ્યા.
ல்
આથી ફરી પાછા મૌલાના મહંમદ બિન તાહેરે દસ્તાર (પાઘડી) માથા ઉપરથી ઉતારી નાખી અને દિલ્હી અકબર બાદશાહના દરબારમાં જવા અમદાવાદ આવ્યા. અહીં તેમને લોકોએ ઘણા સમજાવ્યા. પરંતુ દિલ્હી જવા રવાના થયા અને જ્યારે ઉજ્જૈન અને સારંગપુર. (માલવા) વચ્ચે પહોંચ્યા તો મહેંદવીઓના એક જુથે તેમને શહીદ કરી દીધા. આ બિના સનહિજરી ૯૮૬માં ૬ તારીખે શવવા માસમાં બની.
તેમના ભાણેજ શેખ મહંમદ તેમની સાથે હતા. તેમની લાશને પાટણ લાવ્યા. ખાન સરોવર ની નજીક બાબુ દેહલવી કબ્રસ્તાન ની નજીક દફન કરવામાં આવ્યા. અને આજે પણ આપશ્રીનો મઝાર પાટણમાં માજુદ અને અન્ય મઝાશતની સરખામણીમાં ઘણોજ આબાદ છે. સોદાગર જમાત જે પાટણમાં હતી. અને હાલ અરબ મક્કામાં વસે છે. તેમની સહાયથી દરગાહના પટાંગણમાં એક સુંદર મસ્જીદ પણ તૈયાર કરવામાં આવી છે. અને પહેરેગીર (વોચમેન) પણ રાખવામાં આવ્યો છે. આપશ્રીએ આપની પુત્રીઓને અરબમાં પરણાવેલ હતી. આપની ઔલાદ આજે પણ પાટણમાં
હયાત છે.
(૧૩)
બાબા હાજી રજબ (રહ.)
આપશ્રીનું નામ સુલતાન મહંમદ છે. પરંતુ પાટણમાં આપ બાબા હારજી રજબના નામે
પ્રખ્યાત છે.
આપ રૂમ ના સુલતાન હતા. વૈરાગ ઉત્પન્ન થતાં બધુજ મૂકી સત્યની શોધમાં નીકળી પડચા અને ફરતા ફરતા શામ દેશમાં આવ્યા. ત્યાં હઝરાત સૈયદ એહમદ કબીર રિફાઇની સેવામાં ઉપસ્થિત